________________
,
,
,
,
૫૪૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ જેવા યાદવેન્દ્ર ! અને તેમની પુત્રીઓ દીક્ષા લે તે જોઇને બીજી પણ એક મોક્ષાભિલાષી બાળાઓને મોહાપંથે પગલા માંડવાની ઈચ્છા થઈ તેમણે પણ શ્રીમતી દીક્ષાનો સ્વીકાર કર્યો ! ! !
હવે બીજી તરફ જાઓઃ-દ્વારિકાના એક ઘરમાં એક ખુણામાં એક ખાટલો પડેલો છે. ખાટલા ઉપર જૂનાં ફાટેલાં તૂટેલાં વસ્ત્રો પડેલાં છે. ખાટલાની આસપાસ જોઈએ તેટલી ગંદકી ભરેલી છે, છતાં તે ખાટલ ઉપર એક રોગ શોક અને થાકથી જર્જર થયેલી એક બાળા પડેલી છે એ બાળાના મુખ ઉપર મીઠું હાસ્ય ફરકતું નથી પરંતુ તેને સ્થળે ઘોર રૂદન દેખાય છે. તેની આંખો પાણીથી ભરાયેલી છે ! ગાલના હાડકાં ઉપસી આવેલા છે અને આંખોમાંથી પાણીની ધારાઓ વહી જાય છે !
શરીર ઉપર હાથ મુકતાં હાથ તપી આવે એવો સખ્ત તાપ તેના શરીરમાં ભરેલો છે અને તેની વેદના તેને પીડા આપી રહી છે. ભૂખ પણ તે દુઃખી રમણીને સતાવી રહી છે અને ક્ષુધા ભાંગવાને માટે તે વારંવાર ચિત્કાર કરે છે ! પરંતુ અફસોસ ! તેના ઘરમાં ધાન્યનો એક પણ દાણો સરખો પણ પડેલો આજે દેખાતો નથી, કાષ્ટનો એક ટુકડો પણ જણાતો નથી અને મરીમસાલાનું તો ઘરમાં નામ પણ નથી. વાંચક ! એ કયા પુરુષનું દરિદ્રી ઘર છે. એ નિર્ભાગી દારા કયા એવા રંક પતિને પાલવે પડી છે ? આ દુઃખી સ્ત્રીના દુ:ખના પોકારો પળે પળે વધે છે. વળી તેણે રોગ અને થાકથી ભરેલો એક પોકાર નાંખ્યો અને એ હૃદયભેદક પોકારને સાંભળીને તેની એક બહેનપણી પાડોશણ ત્યાં આવી દયાથી આ બાઈ તેના ખાટલા ઉપર જઈને બેઠી અને તેને સમાચારો પૂછવા લાગી,
| દર્દથી પિડાતે સ્વરે પેલી સ્ત્રીએ કહ્યું, બહેન ! મારા દુઃખની કાંઈ સીમા નથી ! મારા પતિદેવ આજે પંદર દિવસ થયા મને અનાથ છોડીને કોઈ જગ્યાએ ચાલ્યા ગયા છે અને ત્યારથી હું અહીં નિરાધાર અને દુઃખી રીતે પીડા પામું છું મારા પતિએ પણ મારી કોઈ જાતની સંભાળ લીધી નથી. બેહદ વૈતરાના બોજાથી મને મારી નાંખી છે અને તે પીડા તથા રોગ આજે મારી સ્વાથ્યને સંહારી રહ્યા છે. બહેન ! હું એક અતિ શ્રીમંત પિતાની પુત્રી તે આજે સર્વથા ગરીબ બની રહી છું. મારા પિતાએ મારી ત્રણ બહેનોને સંસાર સાગારમાં ન નાંખતા તેમને શ્રીમતી દીક્ષાને અંગીકાર કરાવી ત્યારે તેમણે પણ દીક્ષા લેવા માટે સૂચના કરી હતી. પણ મેં હતભાગીએ એ દીક્ષાનો આદેશ કબુલ ન રાખતા માતાની સલાહથી સંસાર સ્વિકાર્યો હતો. હવે આજે મને ખબર પડે છે કે ખરેખર સંસાર એ નર્કાગાર છે. માત્ર દીક્ષા એજ એક તારણહાર છે. સંસાર એ કાચનો મણકો છે અને દીક્ષા એ જ ખરેખરું મહાન શાસનરૂપ મહાસાગરનું મોતી છે. બહેન હું શ્રી કૃષ્ણચંદ્ર મહારાજની પુત્રી છું અને તે છતાં સંસારમાં ફસાઈ પડવાને લીધે આજે આ દશા પામી છું!” આટલા શબ્દો બોલતા તે નિરાશ સુંદરીને બેહદ શ્વાસ ચઢી ગયો ! તેની આંખો મિંચાઈ ગઈ અને હંમેશને માટે તે સંસારને છેલ્લા પ્રણામ કરી તે સ્વર્ગને પંથે પડી ! વાંચક દીક્ષારૂપ દિવ્ય મોતીને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી.
[સંપૂર્ણ].