________________
પ૪૦
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ આવા આ અનિત્ય જગતમાં અને તેના બંધનોમાં ફસી રહેવું અને માતાજી ! શું તમે યોગ્ય ધારો છો ?” મોટી પુત્રીએ ઉત્તર વાળ્યો.
નહિ બહેનો! સંસાર એ જ જીવનનું સાર છે એવો તો મારો પણ વિચાર નથી જ હોં! પરંતુ આવા કોમળ બાલ કાળમાં અસાર સંસારનો ત્યાગ કરવો એ પણ ઈચ્છવા જોગ નથી. બહેનો! સંસારની મજા ભોગવ્યા પછી, જીવનનો આનંદ ભોગવ્યા પછી, અને મારી આંખોને ઠાર્યા પછી તમે શ્રીમતી દીક્ષા અંગીકાર કરશો તેમાં મને જરા સરખો વાંધો નથી, શું એક કવિએ એમ પણ કહ્યું નથી કે -
માતા પિતા પ્રેમ થકી ઉછેરે, ને સંતતિને શુભ પંથ પ્રેરે;
તેને સદા પ્રેમ થકી પૂજે જે ! આ વિશ્વમાં ધન્ય ગણાય છે તે!
મેં તમોને અત્યંત લાડકોડમાં ઉછેરીને મોટા કર્યા છે તો પછી હવે મારી આશાઓ પૂરી પાડવી એ મારી પ્રિય પુત્રીઓ ! શું તમારી પણ ફરજ નથી કે ?
માતાજી ! મોટી પુત્રીએ ઉત્તર વાળ્યો, “જો આપ એમ કહો છો કે શ્રીમતી દીક્ષાને અંગીકારવી એ વસ્તુ ખોટી તો નથી જ ! પણ તે સારી છે, તો હું સમજી શકતી નથી કે આપ શા માટે એ સારી વસ્તુથી અમોને દૂર રાખો છો વારૂં? શું સારી વસ્તુ આપના સંતાન ગ્રહણ કરે એ આપ ઇચ્છતા નથી?” .
બાળા ! એવી તો મારી ખચીત ઈચ્છા છે કે તમોને એ સારી વસ્તુ પ્રાપ્ત થવી જ જોઈએ! પણ તે આવી સુકોમળ વયમાં ! બેટા ! સંસાર શું છે શરીર શું છે? યૌવન શું છે? એ સઘળું તમોએ
જ્યાં સુધી અનુભવ્યું નથી ત્યાં સુધી તમો દીક્ષા લઈને જગતથી દૂર ખસી જાઓ અને તમારા વિવાહ લગ્નો કરવાની, મારી ઇચ્છા પૂરી ન થાય એ જ મને લાગી આવે છે? પુત્રીઓ ! કૃપા કરી તમે તમારો દિક્ષાનો મનોભાવ હમણાં માંડી વાળો અને તમારી આ પ્રિયતમાને પુત્રી વિહોણી ન બનાવો !” આટલા શબ્દો બોલતાં બોલતાં પુત્રી પ્રેમથી દગ્ધ થયેલા શ્રીમતી મહારાણીશ્રીનું કોમળ હૈયું એકદમ ભરાઈ આવ્યું અને તેમની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો !
પ્રિય વાંચક ! શ્રીમતી મહારાણીએ પોતાની બન્ને પુત્રીઓને અનેક રીતે સમજાવી તેમની વચ્ચે ઘણો જ ઉંડો વાર્તાલાપ થયો માતાએ પુત્રીઓને ભારે આગ્રહ કર્યો, પણ તે છતાં શ્રીમતી મહારાણીની પુત્રીઓએ પોતાનો દીક્ષા અંગીકાર કરવાનો વિચાર છોડ્યો નહિ ! મહારાણીની ચાર પુત્રીઓમાંની માત્ર એક જ પુત્રીએ માતાનું કહેવું કબુલ રાખ્યું અને તેણે દીક્ષા ન લેતાં સંસારમાં જ સાર સમજીને તેમાં જ પોતાનું જીવન ઝંપલાવી દીધું !
1 x x x x x x x x
તે દિવસ ગયો ! બીજા અનેક દિવસો ઉગ્યા અને આથમ્યા. છેવટે તે સુંદર દિવસ આવી પહોંચ્યો. અત્યંત હર્ષપૂર્વક દીક્ષા લેવાની સર્વ તૈયારીઓ કરવામાં આવી અને શ્રીકૃષ્ણ મહારાજની ત્રણે દુહિતાઓએ શ્રીમતી દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષાનો અપૂર્વ રંગ તે બાળાઓ અનુભવવા લાગી. આત્મશાંતિમાં લીન થવા લાગી અને મોક્ષને પંથે પ્રેમપૂર્વક પગલાં ભરવા માંડયાં ! મહારાજ શ્રીકૃષ્ણ