SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૯ શ્રી સિદ્ધચક્ર તા.૪-૯-૩૩ પુત્રીઓ ! તમે દીક્ષા માટે ઉમેદવાર છો અને શ્રીમતી દીક્ષા લઈને આ અસાર સંસારનો ત્યાગ કરવા માંગો છો એવી વાત જવાથી મારા સાંભળવામાં આવી છે ત્યારથી મારું હૈયું ખરેખર તમારા તરફના પ્રેમથી વિહ્વળ બની ગયું છે ! બહેનો ! તમે મને એ વાત તો જણાવો કે એવા કયા સંકટથી કંટાળીને આ સુંદર સંસારનો તમે ત્યાગ કરવાને તૈયાર થયા છો ?” “માતા ! મહારાજા શ્રી કૃષ્ણની પુત્રીઓને સંકટ શબ્દનો તો ખ્યાલ જ નથી ! સંકટની શીર ઉપર વષ તૂટી પડે તો પણ અમે અમારા વિચારોમાંથી એક ઈચ પણ ખસવા માંગતા નથી તો પછી સંકટ તો અમોને શી રીતે ડરાવી શકે? પણ માતા ! આ સંસાર કેવો છે, તે જાણો છો ? મહાત્માઓ કહે છે કે - ઝેર હળાહળ છે જગ ભરમાં શાંતિનું અહીં નામ નથી ! પુનિત હૃદયને ઠરવા માટે આ ભવરણમાં ઠામ નથી ! બધા બંધનો ટળે દેહના તેવો અહીં આરામ નથી. ભવ બંધનને અંત લાવતા રે ! રે ! જગમાં ધામ નથી ! તે કાજે ભવરણ તરવાને-મોક્ષ દ્વારને પ્રાપ્ત થવા ! દીક્ષા એ પારસમણી તેને યત્ન કરો બસ મેળવવા !” આવા વિકટ સંસાર ઉપર અમોને કુદરતી રીતે જ અભાવ છે અને તેથી અમે શ્રીમતી દીક્ષા અંગીકારવા માંગીએ છીએ તેમાં આપ દિલગીર શા માટે થાઓ છો ?” “પુત્રીઓ ! તમે તમારા ભવબંધનોને કાપવા અને અખંડ શાંતિમાં મુક્ત થવા માટે શ્રીમતી દીક્ષા લેવાને તૈયાર થયા છો એ ખરેખર બહુ જ યોગ્ય છે, તમારો એ મનોભાવ સારો છે એની હું તમોને ના પાડી શકતી જ નથી ! પરંતુ બહેનો ! તમે તમારા આત્મકલ્યાણનો વિચાર કરો છો તે સાથે શા માટે મારો પણ વિચાર કરતા નથી. માબાપ સંતાનોને મોટા કરે છે તેમને ઉછેર છે તો એ સંતાનો સાથે સાંસારિક સુખ ભોગવવાની શું એ માતાપિતાને ઈચ્છા નહિ થતી હોય ? તમોને મેં લાલનપાલન કરીને, પ્રેમથી, અપાર દુઃખ વેઠીને મોટી કરી છે, અને તમે હવે મને છોડીને ચાલ્યા જાઓ એ યોગ્ય છે !” માતા ! આપ અમારા ઉપર જે પ્રેમ રાખો છો અને આજ પર્યન્ત અમારી સેવાચાકરી કરીને અમોને મોટા કર્યા છે એ આપનો આભાર જેવો તેવો નથી. આપનો એ મહાન ઉપકાર અમે સમજીએ છીએ. પરંતુ તે સાથે જ આ સંસાર કેવો છે તેનો અમારી પ્રિય માતા ! તમે શા માટે વિચાર કરતા નથી? જગત પંખી તણો માળો ઘડીભરનો વિસામો છે ! મનુષ્યોના જીવન લેવા ભયંકર કાળ સામો છે ! પક્ષી હજારો વૃક્ષ પર પલ કાજ ભેગા થાય છે ! સંબંધ જ્યાં પુરો થતા પાછા ઉડી વિખરાય છે !
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy