________________
૭૧૪
૭૧૫
૫૪૩
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ ૭૧૧ આચાર્ય એટલે તીર્થંકર ભગવાનો તરફથી મળેલા અધિકારના મુખ્ય અધિકારી અને ઉપાધ્યાય
એટલે કે આચાર્ય ભગવાન તરફથી મળેલા અધિકારના અધિકારી. ૭૧૨ શ્વાસ વિનાનું શરીર નકામું છે તે જ પ્રમાણે સમ્યકત્વ વિનાનો આત્મા નકામો છે. ૭૧૩ સંહિતા એટલે અખંડિત સૂત્ર કહેવું, સૂત્રના પદો જુદાં કરવા, અને સૂત્રના પદોનો અર્થ કરવો
આટલે સુધી ઉપાધ્યાયનો હક છે. અર્થના અજ્ઞાનપણાથી શુભ ઉપયોગ નથી રહેતો એવું કથન ભરમાવનારું છે. જેમ પશુઓ પહેલાં ચરે છે અને પછી નિરાંતે બેસીને વાગોળે છે તે જ પ્રમાણે પહેલા સૂત્ર
લેવું અને પછી તેનો અર્થ લેવો એ અહીં જૈન શાસનમાં ઘટે છે. ૭૧૬ માત્ર મૂળને જ માનવાથી દહાડો વળે તેમ નથી મૂળની સાથે અર્થ પણ જાણવો જ જોઈએ,
કારણ કે વ્યવહાર અર્થથી જ ચાલે છે મૂળથી નહિ. ૭૧૭ થોડા અક્ષરો પણ ઘણો અર્થ સૂચવે છે, અર્થાત્ સૂત્રના મૂળ અર્થને અને ભાવાર્થને જે જાણે
છે તે જ સૂત્રને માનનારો ગણાય, નહિ તો માત્ર તે સૂત્ર નથી માનતો પણ લીટી જ માને
છે એમ કહેવું તે યથાર્થ છે. ૭૧૮ ધર્મ જગતને પૂજવા લાયક છે અને તે પૂજવા લાયક રહેવાનો જ! પણ સંખ્યાનો મોહ રાખીને
ધર્મના તત્વોનો નાશ થવા દેવો નહિ. ૭૧૯ સત્યને માનનારા થોડા જ હોય પણ તેથી કાંઈ સત્ય તે અસત્ય થતું નથી. તારાઓ અનેક
છે અને સૂર્ય એક છે છતાં તારા જે કામ નથી કરતા તે કામ સૂર્ય કરે છે. ૭૨૦ ધર્મનું એક બિંદુ છોડીને જો વિશ્વવંદ્ય બનાતું હોય તો એવા મહાત્માપણાને નમસ્કાર કરજો. ૭૨૧ જે સર્વને સર્વકાળને વિષે સર્વ દ્રવ્યગુણ પર્યાયપણે યથાસ્થિત જાણે છે તે જ સર્વજ્ઞ છે. ૭૨૨ સર્વજ્ઞની આજ્ઞા જાણનારા, માનનારા અને જગતની ત્રણે કાળની અવસ્થાને માનનારા તે સર્વજ્ઞ
ભગવાનના સાધુ છે.
9 - સાધુ ગીતાર્થ નથી અથવા ગીતાથની નિશ્રામાં નથી તે સાધુને નમસ્કાર કરવાનું કારણ જ
નથી. ૭૨૪ ખૂબ ધ્યાનમાં રાખો કે સાધુપદ કેવળ ગીતાર્થપણા સાથે સંબંધ રાખતું નથી. સર્વજ્ઞ શાસનમાં
જે સાધુ શાસનદ્રોહી થાય કે શાસન વિરોધી થાય તેને નમસ્કાર કરવાનું જ નથી.