________________
૫૩૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ પ્રશ્ન ૫૧૨- નસીબમાં હોય તેમ જ થાય ? સમાધાન- ત્યારે તમે એમ જ કહેવા માંગો છો ને કે જગતના વ્યવહારમાં એક માણસ પોતાના
કુટંબ પ્રત્યેની ફરજ ન બજાવી શકે તેનો વાંધો નહિ, બલ્લે ત્યાં નસીબનું નડતર આગળ કરો છો ? માત્ર તે ધાર્મિક કામ કરતાં પોતાની પરિવાર તરફની ફરજ ન બજાવે તો તે સંબંધમાં તમોને વાંધો રહેલો છે. હું આ ઉપરથી જેઓ સત્યને જોનારા છે તેમને એ બતાવવા માંગું છું કે દુનિયાદારીની ફરજો બજાવવાની વાત માત્ર એક દીક્ષાને અટકાવવા માટેના હથિયાર તરીકે વપરાય છે અને લોકોને તેથી ખોટે માર્ગે
દોરવવામાં આવે છે. પ્રશ્ન ૫૧૩- સંસારી ગુનો થાય અને ગુનેગારને કોર્ટ સજા કરે તે સજા ગુનેગાર ભોગવે છે, પરંતુ
તે છતાં તેની અસર આખા કુટુંબને ભોગવવી પડે છે અને આખું કુટુંબ દુઃખમાં આવી પડે છે, પણ દીક્ષા જેવા પવિત્ર કાર્યને માટે પાછળ રહેલા માણસો દુઃખમાં આવી પડે
તે શું વાસ્તવિક છે ? સમાધાન- એ માત્ર તમારા મનની ભ્રમણાનો જ પ્રશ્ન છે, સરકારી ગુન્હો કરે અને તેમાં ઘરના
કર્તાહર્તાને સજા થાય, તેવે પ્રસંગે પાછળના માણસોનો વિચાર શા માટે કરવામાં આવતો નથી? અને આજ દીક્ષા પ્રસંગે પાછલો વિચાર કરવાની શાથી જરૂર પડે છે? કર્તાહર્તા ગૃહસ્થ દીક્ષા લે અને એની ગેરહાજરીમાં ઘરના માણસોને દુઃખ વેઠવું પડે છે એમાં સામાન્ય રીતે વિચારીએ તો તેઓ આનંદ માને છે, એ વાત છુપાવવી ન જોઇએ. જગતમાં વસ્તુ સમજો-છોકરો બેરિસ્ટર થવા ઈગ્લેંડ જાય છે, માબાપને એ છોકરાને માટે મોટી મોટી રકમો મોકલવી પડે છે ત્યારે તેઓ કાંઈ ઓછું આર્થિક દુઃખ વેઠતા નથી. પણ એ દુઃખ આનંદપૂર્વક વેઠે છે, તો પછી છોકરો આત્માનું કલ્યાણ કરવા નીકળી પડે અને અપૂર્વ પદ મેળવવાના પ્રયાસો કરે તો તેની પાછળ રહેલ કુટુંબીઓએ
પણ શા માટે એ દુઃખ આનંદ પૂર્વક ન વેઠવું. પ્રશ્ન ૫૧૪- માબાપો દીક્ષા લેવા માટે ના કહેતા હોય તો સંતાનોએ શું કરવું ? શું તેમના ઉપરવટ
થઈને પણ દીક્ષા લેવી ? સમાધાન- બાપ છોકરાને એમ કહે કે અમુક શેઠના ઘરમાં દિવાનખાનામાં ફલાણા કબાટમાં
સોનાની લગડી મૂકી છે તે ધીમે રહીને ઉઠાવી લાવ ! બોલો હવે માબાપની આજ્ઞા છોકરાએ માનવી કે નહિ માનવી? માબાપની આજ્ઞા છોકરાએ માનવી એ પ્રમાણ! પણ આજ્ઞા તે જ છે કે જેમાં પવિત્રતા છે. અપવિત્ર આજ્ઞા એ આજ્ઞા જ નથી એટલે તેવી અપવિત્ર આજ્ઞા માનવાને છોકરાઓ બંધાયેલા નથી. બાપે ચોરી કરવાની આજ્ઞા કરી, પરંતુ એ આજ્ઞા હિત કરનારી નથી માટે સંતાને તે ન પાળવી; તે જ પ્રમાણે માબાપની દીક્ષા ન લેવાની આજ્ઞા હોય છતાં પણ તે આજ્ઞા પવિત્ર આજ્ઞા નથી માટે બાળકો તે ન પાળે એમાં કશું જ ખોટું નથી. શાચ્ચે જણાવેલી ઉંમરે બાળક માબાપની આજ્ઞા ન હોય છતાં દીક્ષા લે એ પ્રમાણ છે.