________________
૫૩૬
તા.૪-૯-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી,
આગમોદ્ધારક, આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્રારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
(ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલો આર્યભાવના વિનાશક દીક્ષાસંહારક કાયદો ધારાસભામાં અને જનતામાં ચર્ચાઈ રહેલો હતો, એવા કઠિન સમયમાં પૂ. આચાર્ય શ્રીમદ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે દીક્ષા સંબંધમાં જૈનાજૈન જનતાનો ભ્રમ ભાંગવાના ઉદેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્નો જાહેર રીતે પૂછાયા હતા અને આચાર્યદેવે પોતાની અમોઘ સુધાવર્ષિણી શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરો સાંભળ્યા પછી કેટલાય કટ્ટર દીક્ષાવિરોધીઓ પણ પોતાનો દીક્ષા વિરોધ મૂકી દઈ આચાર્યદેવશ્રીના વિચારો જોડે સહમત થયા હતા એ પ્રશ્નોત્તરો અત્યંત ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવે છે અને તેનું પૂરેપૂરું મનન કરવાની મંત્રી વાંચકોને વિનંતી કરે છે.)
તંત્રી-સિદ્ધચક્ર પ્રશ્ન ૫૦૦- આપે જે બાળદીક્ષાઓ આપી છે તે સઘળી મા બાપ અને વાલીઓની સંમતિપૂર્વક
અપાયેલી છે ? સમાધાન- હા ! અને તેના પુરાવા માટે કેટલાક સાધુઓ પણ અત્રે બેઠેલા જ છે. પ્રશ્ન ૫૧૦- તો મહેરબાની કરીને એ સંમતિના દસ્તાવેજો રજુ કરશો ? સમાધાન- આ પરિસ્થિતિ માટે દસ્તાવેજ કરવાની કે મા બાપની લેખી સંમતિ લેવાની જરૂર નથી.
શાસ્ત્રકારોએ લેખીત સમંતિ લેવાનું ઠરાવ્યું હોત તો તેમ કરતાએ અમોને વાંધો ન હતો, પણ તેમણે તેમ ઠરાવ્યું નથી અને જે રીતે તેમણે શાસ્ત્રકારોએ સંમતિ લેવાનું ઠરાવ્યું
છે તે રીતે તો અમે સંમતિ લઈએ છીએ. પ્રશ્ન ૫૧૧- એક માણસે દીક્ષા લીધી. તે પછી તેની સ્ત્રી પતિવિરહથી વ્યભિચાર કરે, અને માબાપ પોષણ
કરનારાના અભાવે લુંટફાટ કરે, તો એ દુષ્કર્મનો બંધ દીક્ષા લેનારાને પણ લાગે ખરો જ ને? સમાધાન- ઉત્તર સહેલો છે. ધારો કે એક માણસ આજે પરણે છે, કાલે ખૂન કરે છે, પરમ દિવસે સજા
થાય છે અને ક્રમશઃ ફાંસીએ જાય છે, આ વ્યક્તિની પત્ની દુરાચાર સેવ અને તેના માબાપ લૂંટ-કરી પોતાનું ગુજરાન ચલાવે છે તો એ પાપનો બંધ કે તે ગુનેગારી તે સરકારને માનશો કે ખૂન કરનારને?