________________
૫૩૦ શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ સ્વપ્નામાં સોનું મળે તો પણ આનંદ !
સ્વપ્નામાં છો, ઊંઘમાં છો, ત્યાં તો સોનાથી લાભ કે પિત્તળથી હાની નહિજ થાય છતાં આત્માને આનંદ કે દીલગીરી કેમ સ્પર્શે છે ? જેમ પિત્તળ મળે છે અને આત્માને દીલગીરી થાય છે. તેજ પ્રમાણે આશ્રવબંધ વખતે પણ અંતઃકરણ નારાજ થાય છે ? સાચો જવાબ આપો તો એજ જવાબ છે કે “ના !” જ્યાં સુધી આ જવાબ “ના” નો કાયમ છે ત્યાં સુધી તમે ભલે સુદેવાદિને માનતા હો તો પણ નક્કી માનો કે તમે સમ્યકત્વને પગથીયે ચઢેલા નથી ! પંચ મહાવૃતથી સાધુ સંસ્થા પૂજય છે.
વિચાર કરો કે તમે દેવને માનો છો તે કઈ દૃષ્ટિએ માનો છો ? તમે જો દેવને ત્યાગની બુદ્ધિએ માનતા હો તો ત્યાગ રૂચવો જોઇએ ! જો તમો દેવને ત્યાગની બુદ્ધિથી જ માનતા હો, ત્યારે તો દેવને સૌથી મોટામાં મોટા ક્યારે ગણી શકો કે જ્યારે તમે ત્યાગ સૌથી મોટામાં મોટો છે એવું માનતા થાઓ ત્યારે ! તમે ગુરુને શાથી સવારે ગુરુ માની લીધા ? વેષથી અને મહાવૃત્તથી ! પણ તમે પંચમહાવૃતને ઉંચામાં ઉંચી ચીજ છે એમ માનો નહિ અને તે માન્યતા તમારા મનમાં દૃઢ થાય નહિ
ત્યાં સુધી તમે ગુરુને માનો છો એનો કશો અર્થ જ નથી. અર્થાત્ તમારા દેવગુરૂ સંબંધી ભક્તિ આદિ કાર્યો કરવાનો અર્થ ક્યારે છે કે એ કાર્ય કરતી વખતે જે કારણથી તમે કાર્ય કરો છો તે કારણનો સાચો ભાવ પણ તમારા હૃદયમાં હોવો જોઇએ ? ધર્મબુદ્ધિ તો જોઇએ જ.
ઉપવાસ કરો, તપશ્ચર્યા કરો, એકાસણા વગેરે કરો, પણ એ કરતી વખતે તમારા મનમાં એવો ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ કે એ ત્યાગ ધર્મબુદ્ધિથી જ કર્યો છે અને દેવ, ગુરુ અને ધર્મને માનીએ છીએ તે પણ ત્યાગને લીધે જ માનીએ છીએ ! આટલી વાત તમારા દિલમાં ઠસી જાય તો તો જરૂર એમ માની લ્યો કે તમે સમ્યકત્વ પામ્યા છો અને તમારા વિચારોનું પરિવર્તન થયું છે ! જો એટલું ન થાય તો સમજો કે સમ્યકત્વને હજી વાર છે. સમ્યકત્વ મળ્યું પછી શું?
બીજા વાત ! ધારો કે તમે સમ્યકત્વ પામ્યા છો ! પણ શું એથી તમારું કામ ખલાસ થાય છે? “ના!” મનુષ્ય ગમે એવો સુંદર હોય દેખાવડો હોય છતાં પણ જો તે નાગો થઈને ઉભો રહે તો? તો ખલાસ !! તેની સુંદરતા અને તેનું જ્ઞાન સઘળું પાણીમાં જાય છે તે જ રીતે સમ્યકત્વ પામ્યા હો, એ કબુલ; પરંતુ તે પછીએ કેટલાક વસ્ત્રો અને ઘરેણાની જરૂર છે ! જો વસ્ત્રો કે ઘરેણાં ન પહેરેલા હોય તો તે માણસ જગતમાં આબરૂ મેળવી શકતો નથી તે જ પ્રમાણે કોરું સમ્યકત્વ પણ કાંઈ કરી શકતું નથી ! નગ્ન માણસમાં અને વસ્ત્રોથી ઢંકાયેલા માણસમાં ફેર શો છે? બંનેમાં જીવ છે ! બંનેને ઈન્દ્રિયો છે ! અને બંને શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે છતાં સમાજમાં માન કોનું છે? સમાજ પ્રતિષ્ઠિત કોને ગણે છે? એ જ પ્રશ્નનો જવાબ તમારે અહીં પણ કામે લગાડવાનો છે. આભૂષણોની જરૂર.
જેમ મનુષ્ય વસ્ત્રોથી શોભે છે તેમ સમ્યકત્વ પામ્યા પછી પણ તેને શોભાવવાને પાંચ ઘરેણાની જરૂર છે. જેમાંનું પહેલું ઘરેણું સ્થિરતા છે ! યાદ રાખો કે વિચારોનો પલટો બહુ ઝપાટાબંધ