________________
પ૨૯
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ થાય છે ! તે જ પ્રમાણે આત્માને પણ એ ઉદાહરણમાં ઘટાવી જુઓ ! સંવરનો અપૂર્વ રસ અને નિર્જરાનો અપૂર્વ રસ અને નિર્જરાની અપૂર્વ સ્થિતિ આપણા સમજવામાં હજી આવી નથી ! સંવર બંધ થાય અર્થાત્ સંવરથી છૂટા થઇએ તો આનંદ આવવો ન જોઈએ, પણ હજી તેમાં જે આનંદ આવવો જોઈએ તે આનંદ આત્માને આવતો નથી અને તેથી જ બળાપાની જગ્યાએ આનંદ અને આનંદની જગ્યાએ બળાપો ગોઠવાઈ ગયો છે વિચાર કરો કે એ આનંદ કેમ આવતો નથી ! પારણા કરવામાં હર્ષ કેવો ?
ઉપવાસનાં પારણા થાય છે ત્યારે અપૂર્વ આનંદ આવે છે પરંતુ એ આનંદ માનનારાઓને એ વાતનો ખ્યાલ છે કે એ પારણાએ ચાલુ નિર્જરાને રોકી દીધી છે ? પારણા વખતે જે આનંદ આવે છે તે આનંદ પહેલા આવતો હતો ખરો કે જ્યારે નિર્જરા ચાલુ હતી? હજી સુધી આત્માની સ્થિતિ તો એ જ છે કે પારણામાં આનંદ ગણીએ છીએ, પરંતુ ચાલુ નિર્જરામાં એ આનંદ ગણવામાં આવતો નથી ! તમે સામાયિકમાંથી ઉઠો છો, ત્યારે આનંદ થાય છે ને કે “હાશ ! પરવર્યા !” વિગેરે શબ્દો એકાએક નીકળે છે. જવાબ આપો કે એ આનંદ શા માટે થાય છે? શા માટે એવું થતું નથી. કે અરે! સામાયિક એ જ મારે તો હંમેશાં માટે કરવાનું હતું, એમ કરવામાં જ મારો ફાયદો હતો, પરંતુ એટલી કક્ષાએ પહોંચવા જેટલો વર્ષોલ્લાસ નથી ! અને જે થોડો ઘણો વર્ષોલ્લાસ છે તે આગળ ટકી શકતો નથી ! પારણું શા માટે ?
તમારા ખ્યાલમાં હશે કે દહેરામાં આવનારાઓ પગથીએ સહેજ બેસે છે અને પછી જાય છે ! એ સહેજ બેસવામાં તત્વ શું છે તેનો વિચાર કરો ? તત્વ તો એ જ છે કે અહીં હંમેશાં મારે બેસવું જ જોઇએ અર્થાત્ ભગવાનના સાંનિધ્યમાં રહેવાનો જ મારે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એ બનતું નથી માટે સહેજ બેસું છું એવો ભાવ લાવવો ઘટે. એ જ સ્થિતિ પારણા વખતે થવાની પણ જરૂર છે. પારણું કરો તે વખતે તમારા હૃદયમાં એટલી વાત તો જરૂર રહેવી જ જોઇએ કે અખંડ તપશ્ચર્યા કરવી એ જ મારી ફરજ છે અને લાંબી તપશ્ચર્યા પણ બીજા ઘણા કરી શકે છે, અરે, એટલું જ નહિ; પણ એ તપશ્ચર્યા કરવામાં જ કલ્યાણ રહેલું છે પણ મારાથી તે નથી બનતું માટે હું પારણું કરું છું. પરંતુ આ ભાવના ન હોય અને માત્ર સામાયિકમાંથી પરવારી જવામાં અથવા પારણામાં જ જે હૃદય નિરાંત અને શાંતિ માને છે હૃદય ખરેખરી રીતે શાંતિથી દૂર છે. આત્માની સ્થિતિ વિચારો.
આશ્રવબંધનો રસ તમારામાં જ લીલો છે ! એ રસ લીલો છે ત્યાં સુધી કાંઇ દહાડો વળવાનો નથી ! એ રસ સુકાઈ જવો જોઇએ અને તે સુકાઈને સાફ થવો જોઈએ અને તેને બદલે સંવર નિર્જરાનો રસ લીલો થવો જોઇએ. જે આત્માને વિષે એમ બને છે તેનો આત્મા અર્ધપુગલ પરાવર્તમાં જરૂર મોક્ષે જવાનો જ જવાનો ! આશ્રવબંધને હોય એટલે તજવા યોગ્ય ગણે અને સંવર તથા નિર્જરા બેને જ આદરવા લાયક ગણે ત્યારે સમજો કે તે આત્મા માર્ગ ઉપર છે. પણ આત્માની સ્થિતિ શું છે તેનો વિચાર કરો ! આત્માની સ્થિતિ તો કાંઈ જુદી જ છે. રાત્રે ઊંઘો છો અને સ્વપ્ન આવે છે અને તેમાં સોનું મળે છે, તો રાજી રાજી થઈ જાઓ છો અને પિત્તળ મળે છે તો ભારે દિલગીરીમાં પડી જાઓ છો, એ ઉપરથી તમારા આત્માના સમ્યકત્વની પરીક્ષા કરો કે તમારો આત્મા સમ્યકત્વ પામ્યો છે કે નહિ ?