________________
૫૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ પરિણામ માનીને એ વિષયો છોડવાનો વિચાર કરવો એમાં જ મોક્ષ માર્ગનું પહેલું બિંદુ સમાયેલું છે એનો અર્થ એવો નથી કે વિચાર કર્યો કે બીજે દિવસે જ મોક્ષ દરેકને મળી જ જવાનો છે ! પરંતુ તે છતાં આવો વિચાર સેવવો એ તો આપણા પુનિત પંચનું પહેલું પગથિયું છે. વફાદાર રહેવું જ ઘટે.
લશ્કરમાં દાખલ થનારા સિપાઈઓનો જ દાખલો લ્યો ! એક સિપાઈ લશ્કરમાં આજે દાખલ થાય છે કે કાલે જ તે બહાદુર લડવૈયો બનતો નથી, પરંતુ જે સિપાઈ શુરા સરદારના હાથ નીચે કેળવાઈને તાલીમ પામે છે તે જ ભવિષ્યમાં શ્રી સરદાર અને બહાદુર લડવૈયો થઈ શકે છે એ જ ઉદાહરણ અહીં આત્માને પણ લાગુ પડે છે આત્મા વિચાર બદલે છે કે તે સાથે જ તેના આરંભાદિક વિષયો એકદમ એક સાથે જ છૂટી જતા નથી, પણ જેમ લશ્કરમાં દાખલ થયેલો અને શ્રી સરદાર થવાની લાયકાત મેળવવાની ઉમેદવાળા ઉમેદવારોને લશ્કરમાં સેનાપતિને હાથ નીચે તાલીમ લેવી પડે છે અને સેનાપતિના સઘળા હુકમો બહુજ માનપૂર્વક માનવા પડે છે તે જ રીતે જે આત્મા પણ પોતાના વિચારોમાં પરિવર્તન કરીને મોક્ષ માર્ગનો પંથ લેવા ઈચ્છે તેણે એ ત્યાગમાર્ગની ઉંચી ટોચે ચઢેલા સેનાપતિના સઘળા હુકમો માન્ય કરવા જોઈએ તેને મુરબ્બી માનવા જોઇએ. લશ્કરમાં દાખલ થનારો જેમ સર્વ રીતે મન, વચન અને કાયાથી પોતાના સરદારને વફાદાર રહે છે તે જ પ્રમાણે ત્યાગમાર્ગમાં પણ ઉંચો ટોચે ચઢવા માંગનારાએ એટલે મોક્ષાભિલાષીએ ત્યાગ માર્ગમાં સર્વોત્તમતા પ્રાપ્ત કરેલાની આધિનતા સ્વીકારવી જ જોઇએ અને એના સઘળા હુકમોને મન, વચન અને શરીરથી વફાદાર રહેવું જ જોઇએ. આપણો સેનાપતિ કોણ?
ત્યારે હવે વિચાર કરો કે એ ત્યાગમાર્ગનો સેનાપતિ કોણ છે? વિષયોને જીતીને ત્યાગની ઉંચામાં ઉંચી ભૂમિકા કોણે પ્રાપ્ત કરી છે? અને આ દિશાએ અનન્ય સ્થાન કોણે મેળવ્યું છે? જવાબ એ જ છે કે તીર્થંકર દેવો એ જ, મોક્ષમાર્ગના શુરા સેનાપતિ તે તીર્થંકર મહારાજા છે. તેથી જ મનુષ્ય માત્ર વિચારમાં પરિવર્તન કરી મોક્ષની આશા રાખી એ મોક્ષમાર્ગના શૂરા સેનાપતિની દરેકે દરેક આજ્ઞા માનવી જોઈએ અને તેમની આધિનતામાં રહેવું જોઈએ. જેમ સેનાપતિની આજ્ઞાથી સિપાઈ પણ આઘો પાછો જઈ શકતો નથી તે જ પ્રમાણે મોક્ષાભિલાષી આત્માએ પણ સર્વ રીતે તીર્થંકર દેવને શરણે જ રહેવાની જરૂર છે. તીર્થકરોને શા માટે માનવા?
પરંતુ આપણે તીર્થંકર દેવોને શા માટે માનીએ છીએ ? શું “મહાવીર” નામધારી ભળતા જ માણસને તમે “તીર્થકર મહાવીર” તરીકે માનવા તૈયાર થશો ? નહિ જ ! તીર્થંકરદેવ શ્રીમાન્ મહાવીર મહારાજા વગેરેને આપણે માનીએ છીએ તે એટલા જ કારણને લીધે માનીએ છીએ કે તેમની પરિણતિ અને પ્રવૃત્તિ જ ત્યાગની છે. જો ભગવાન મહાવીર મહારાજે ત્યાગની પ્રવૃત્તિ કિંવા પરિણતિ ના કરી હોત તો આપણે તેમના છત્ર નીચે પણ રહેવાને તૈયાર થાત નહિ. વિષય, તૃષ્ણા અને પ્રવૃત્તિ જે આત્માને અનાદિકાળથી સંસારમાં રખડાવતી હતી તે તત્વોને આ મહાપુરુષે ખસેડી દીધા છે અને તે પણ માત્ર વર્તમાન કાળને માટે જ ખસેડી દીધા છે એમ નહિ પણ ત્રણે