________________
૫૨૫ શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ સમ્યકત્વ પછી જ મોક્ષ.
આત્મા એ અનાદિકાળથી આ સંસારમાં રખડે છે એ રખડપટ્ટીનું કારણ એ જ છે કે આત્માએ સુંદર અને પવિત્ર વિચારો ગ્રહણ કર્યા હોત તો એ વિચારોની અસર તેના વર્તન ઉપર પણ જરૂર થાત અને ભવભ્રમણ કાંઇક અંશે પણ ઢીલું થવા પામ્યું હોત. શાસ્ત્રકારોએ સ્થળે સ્થળે એક વાત મુક્ત કંઠે ઉચ્ચારી છે કે જે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે આત્મા અર્ધપુદગલ પરાવર્તથી વધારે વખત આ સંસારમાં રખડવા પામતો નથી, અને એટલો કાળ વિત્યા બાદ જરૂર તેને મોક્ષની પ્રાપ્તિ થવા જ પામે છે. વિષય એ જ જીવનની માન્યતાવાળો આત્મા.
ત્યારે હવે એ વાત વિચારો કે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ તે પહેલાં આ આત્મા શા વિચારો સેવતો હતો ? અને સમ્યક્ત્વ પામ્યા પછી તેનામાં કયા વિચારો આવે છે ? એ બે પ્રશ્નોના ઉત્તરનો સમન્વય કરશો અને તેને ગંભીરપણે વિચારી જોશો તો સમ્યકત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને વિચારોનું પરિવર્તન પણ કેવી રીતે થવા પામે છે તે તમે સારી રીતે સમજી શકશો. અનાદિકાળથી આ આત્મા એકજ વિચારોને સેવતો આવે છે અને તે વિચારો એ છે કે મનને ગમતાં સ્પર્શ, ગંધ, રૂપ અને શબ્દાદિ વિષયો મેળવવાની આશા રાખવી ગમે તે ઉપાયોથી એ વિષયો મેળવવા અને વિષયોનું સેવન કરવું એ જ આત્મા ઈચ્છતો હતો. આત્માને શરીર ગમે તેવું મળ્યું હોય તેને અને આ વિચારોને કાંઈ સંબંધ જ નથી. ચાહે તો આત્મા એક ઇન્દ્રિયવાળા શરીરમાં હો, બે ત્રણ ચાર કે પાંચ ઇન્દ્રિયવાળા શરીરમાં હો, દેવલોકમાં હો કિંવા તિર્યચપણામાં હો; પણ એ આત્માએ પાંચે જાતિ અને ચારે ગતિમાં એક જ વિચારણા રાખી છે કે ગમે તે માર્ગે વિષયો મેળવવા માટે પ્રયત્ન કરવા અને એ વિષયો જેઓ મેળવી આપે તેને માનવંતા અને પૂજવા યોગ્ય ગણવા ! આ સિવાય આત્માએ આજ સુધીમાં બીજો એકે વિચાર કર્યો નથી. સમ્યકત્વ એટલે શું?
જે આત્મા નિરંતર વિષયોને સેવે છે તે આત્મા સમ્યકત્વ પામ્યો છે એમ કોઈ પણ માણસ કહી શકે એમ નથી ત્યારે તમે કહેશો કે સમ્યકત્વ કોનું નામ છે? એનો ઉત્તર એ છે કે જે આત્મા એમ માને છે કે મે વિષયો મેળવવા પ્રયત્નો કર્યા, વિષયો મેળવ્યા, વિષયો ભોગવ્યા અને વિષયો ભોગવવાના સાધનો મેળવી આપનારને મુરબ્બી ગણ્યા એને જ પરિણામે હું આ સંસારમાં રખડું છું. આ પ્રમાણેની માન્યતા રાખવી તે સમ્યકત્વ ! અલબત્ત, જીવાદિક નવ તત્વો માનવા, શુદ્ધ દેવાદિને માનવાં એ બધાં પણ સમ્યકત્વનાં જ લક્ષણો છે. પરંતુ સમ્યકત્વની વ્યાખ્યામાં જરા ઉંડા ઉતરીએ છીએ એટલે તુરત સમ્યકત્વ માટે ઉપરની વ્યાખ્યા જ માન્ય રાખવી પડે છે. મોક્ષમાર્ગનું પહેલું બિંદુ.
હું વિષયો ભોગવવાને પરિણામે જ આ ભયાનક સંસારમાં રખડયો છું એ ભાવના હૃદયમાં ઉતરી જવી જોઇએ, જો આ વાત હૃદયમાં સોંસરી ઉતરી જાય, તો તેને પરિણામે જ એ વિષયો છોડવા એ પણ મારી ફરજ છે. અહીં જ સમ્યકત્વ રહેલું છે. વિષયોના અનિષ્ટ પરિણામો માનવા અને એ