________________
૫૨૭
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ કાળને માટે ખસેડી દીધા છે. તેથી જ આપણે તેમને મોક્ષ માર્ગના કમાન્ડર-ઇન-ચીફ માનીએ છીએ અને તેના આશ્રયે રહેવાની આપણી ફરજ માનીએ છીએ. ભૂલ સમજાઈ !
હવે તમે મહારાજા મહાવીર ભગવાનને તમારા સેનાપતિ માન્યા છે. પણ તેમને શા માટે સેનાપતિ માન્યા છે તેનો વિચાર કરો અને એ સેનાપતિ કેવા છે તેનો પણ વિચારો કરો. એ સેનાપતિ સંપૂર્ણ ત્યાગી છે સર્વ કાળ અને સર્વ દેશને માટે તેઓ ત્યાગી છે અને વિષયોનો ત્યાગ કરાવે છે. આ સેનાપતિની કેળવણી પણ વિષયોના ત્યાગની જ છે. આજ સુધીના આત્માની દશા શું હતી તેનો વિચાર કરો ? આજ સુધી આત્મા વિષયોનો જે સેનાપતિ હતો તેને પોતાનો મુરબ્બી માનતો હતો તેની આજ્ઞા ઉઠાવતો હતો અને તેની આધિનતામાં રહેતો હતો. હવે ત્યારે તેના વિચારમાં પલટો આવે છે તેને પોતાની ભૂલ સમજાય છે ત્યારે તે વિષયના મુરબ્બીને ત્યાગી દે છે અને વિષયનો જે ત્યાગ કરાવનારા છે તેને પોતાના મુરબ્બી માને છે. ત્યાગની પ્રવૃત્તિમાં જ હિત.
ત્યારે હવે વિચાર કરો કે અનાદિકાળથી શું ચાલતું હતું? જે વિષયના વધારે સાધનો આપી શકે તે જ મારો મુરબ્બી અને એ મેળવવામાં જ સુખ એવી માન્યતા હતી. હવે અહીં વિચાર પલટાય છે અને જે ત્યાગમાર્ગનો સેનાપતિ છે તે જ મારો મુરબ્બી એવો વિચાર દાખલ થાય છે. આ રીતના વિચાર પલટાને જ શાસ્ત્રકારોએ સૌથી જરૂરી અને પહેલા પગથીયા તરીકેની વસ્તુ ગણાવી છે. અને એ જ નિશ્ચય ઉપર શાસ્ત્રકારોએ સંસારનું અલ્પપણું પણ જણાવ્યું છે. અનાદિકાળથી વિષયની પ્રવૃત્તિને હિતકારી માનતા હતા હવે ભૂલ સમજવા પામી છે કે એ પ્રવૃત્તિ નાશકારી છે અને ત્યાગની પ્રવૃત્તિ એ જ ખરેખરી હિતકારી પ્રવૃત્તિ છે આ પ્રમાણેની માન્યતા એને જ શાસ્ત્રકારોએ સમ્યકત્વનું પહેલું પગથિયું ગયું છે. મોક્ષમાર્ગના દર્શક કોણ?
આપણે તીર્થંકર દેવોને માનીએ છીએ તે પણ આટલા જ કારણથી માનીએ છીએ કે તેઓ આપણા મોક્ષમાર્ગના પ્રથમ પ્રદર્શક છે. જો આમ ન હોત તો આપણને તીર્થંકરદેવોને માનવાની જરૂર શી હતી ? જ્યારે આપણે અનન્યત્યાગી તીર્થકરોને દેવ, પંચમહાવૃતાદિના પાળનારાને ગુરૂ અને તપસ્યાદિને ધર્મ માન્યો તો એમની પ્રભુતા માન્ય રાખીને જેટલે જેટલે અંશે ત્યાગ કરતા જઈએ છીએ તેટલે અંશે આત્માનું વધારે અને વધારે પ્રમાણમાં હિત થવા પામે છે. પહેલા એ માનતા હતા કે જેમ જેમ વિષયોની પ્રાપ્તિ થાય છે તેમ તેમ હિતના માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. હવે એમ માનતા થયા કે પહેલાંની માન્યતા ખોટી છે અને ત્યાગ તેજ સાચું હિત છે. આ પ્રમાણેની માન્યતા થઈ એ જ સમ્યકત્વની જડ છે. આત્માને કસોટીએ ઘસો.
આટલે સુધી આવ્યા પછી તમારે એ વિચારવાનું બાકી રહે છે કે વિષયો આત્માને જેટલા પ્રિય લાગતા હતા અને તેમાં આત્માની જેટલી સુખવૃત્તિ હતી તેટલી સુખવૃત્તિ આત્મા ત્યાગ માટે ઘરે છે કે કેમ ? અને ત્યાગ એટલો જ આત્માને પ્રિય લાગે છે કે કેમ ? આત્માના વિચારો ને માટે