________________
૫૧૮
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ દેવું જોઈએ.આત્મા જો પોતાના ઉદ્ધારના કાર્યમાં વળગી જાય તો તેની અસામાજીક ફરજોનો લોપ થઈ જાય છે.”
મહારાજ શ્રીકૃષ્ણચંદ્રજીની પુત્રીઓ અને તેમની એક સખી વસુંધરા આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યા હતા. વસુંધરા તેમને દીક્ષા અંગિકાર ન કરવા સમજાવી રહી હતી અને શ્રીકૃષ્ણની દુહિતાઓ તે સામે પોતાના વિચારો પ્રદર્ષિત કરી રહી હતી. એટલામાં તેમના બારણા તરફ એક સુંદર રથ આવતો જણાયો રથની અનુપમ શોભા ત્યાં જતા આવતા લોકોને મુગ્ધ કરી રહી હતી. રથને સુંદર અશ્વો જોડેલા હતા ઉપર ધ્વજ ફરકી રહ્યો હતો અને તેનો દમામદાર દેખાવ સુહ કોઈના હૃદયને હચમચાવી નાંખતો હતો અશ્વોના હાલવાથી તેમના ગળામાં બાંધેલાં ઘુઘરાઓનો ખણખણ નાદ થતો ઉપર રંગ ભુવનમાં સંભળાયો અને કોણ આવે છે એ જોવાની ઉત્સુક્તાથી વસુંધરા વગેરે સઘળી સખીઓએ પોતાની આંખો તે દિવ્ય રથ ઉપર ઠારવ માંડી, તે રથ બરાબર વસુંધરાના બારણામાં આવીને ઉભો રહ્યો.
અપૂર્ણ. -: સચિત્ર :
શ્રી બારસા સૂત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહાર પડી ચૂક્યાં છે.
મૂલ્ય................. બાર................રૂપિયા. વર્ષો થયાં જૈન જનતા જેની રાહ જોઈ રહી હતી, તે કિંમતી ગ્રંથ જર અને જહેમતના મોટા ભાગે થઈ ગયો છે. આવો ગ્રંથ આજ સુધીમાં કોઈ પણ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયો નથી!
જાણો છો ? શ્રી સંવત્સરીના દિવસે આ બારસા સૂત્ર વાંચતી વખતે ચિત્રોવાળી મતની જરૂર પડે છે અને કેટલેય સ્થળે મુશ્કેલી પડે છે. એટલે દરેક ગામમાં આ પુસ્તકની એક નકલ તો જરૂર જોઇશે ! અને આ તો
પુસ્તક શું પણ કળાનો અદભુત નમુનો છે ! તાડપત્રની પ્રાચીન પ્રત ઉપરથી રંગબેરંગી સોનેરી અને રૂપેરી ચિત્રોના ખાસ બ્લોકો બનાવી આમાં છપાવ્યા છે. આખુંય પુસ્તક ઉંચી જાતના આર્ટ-પેપર ઉપર અને તે પણ નિર્ણયસાગર પ્રેસમાં છપાવ્યું છે. ૮૮ રંગીન ચિત્રો, આર્ટ પેપર અને આંખે ઉડીને બાઝે એવી છપાઈ, પછી વધારે શું જોઇએ? એથીજ આના તો
અગાઉથી જ ગ્રાહકો નોંધાયા હતા ! અગાઉથી થયેલા ગ્રાહકો જોતાં માત્ર ગણત્રીની પ્રતો બાકી રહેશે, માટે જેઓએ અગાઉથી ગ્રાહક તરીકે નામ નોંધાવ્યું હોય, તેમણે તુરતજ આ ગ્રંથ મંગાવી લેવા વિનંતિ છે. માટે પાછળથી
પસ્તાવું પડે નહિ તે માટે આજે જ નીચેના સરનામે એક પોસ્ટ કાર્ડ લખીને વી. પી. થી આપની નકલ મંગાવી લેશો!
-: ખાસ નોંધી લેશો કે - બારસા સૂત્ર મંગાવતી વખતે પોતાનો એડવાન્સ નંબર લખી જણાવશો.
આ શ્રી કલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇ પણ જાતનું કમીશન આપવામાં નહિ આવે, તેમજ કોઇને પણ ભેટ આપવામાં આવશે નહિ !
લખો - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, ગોપીપુરા-સુરત.