________________
૫૧૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩
સુધા સાગર
[નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી – આગમોદ્ધારક પૂ. શ્રી. આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયગંમ જે દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી જે જે મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોધ છે એમ ધારી જે » અમે અત્રે આપીએ છીએ. તંત્રી)
૬૭પ કોઈપણ જીવને ત્યાગમાર્ગમાં જોડીને તારકના માર્ગમાં મૂકવો એ આચાર્યનું મુખ્ય કર્તવ્ય છે. ૬૭૬ “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ :” એ જ જૈનસૂત્ર છે. ૬૭૭ સમ્યગુપણાનું દર્શન થાય, તો જ તે પછીનું જ્ઞાન તે સાચું જ્ઞાન છે અને ચારિત્ર તે સાચું ચારિત્ર
૬૭૮ વિશુદ્ધ અને કલંકરહિતપણે જૈનસિદ્ધાંત દેખાડવો એ જ આચાર્યનું મુખ્ય કર્તવ્ય છે. ૬૭૯ બીજાના આત્માને આશ્રવથી બચાવવા, સંવરમાં દોરવા, નિર્જરામાં નિપુણ કરવા અને બંધથી
રોકવા માટે જે પ્રયત્ન કરવો તે ઉપકારની ઉત્તમ કક્ષા છે. ૬૮૦ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પૂર્વે જેઓ સમ્યગુપદ લગાડતા અચકાય છે, તેઓ સત્યજ્ઞાનના
ભોગે દૂન્યવી જ્ઞાનની પાછળ ઘેલા થયેલા છે. ૬૮૧ જૈન શાસનમાં દેવ, ગુરુ અને ધર્મ એ સઘળાની વ્યવસ્થા પવિત્ર આચાર ઉપર જ કરવામાં
આવી છે એ (આચારને) જે ભૂલી ગયા છે તે જૈનત્વના હાર્દને જ ભૂલી ગયા છે. ૬૮૨ યાદ રાખો કે આચાર ગમે તેવો પવિત્ર હોય તે છતાં તેવા આચારવાળાને પણ ગીતાર્થની
નિશ્રામાં રહેવું એ તો અન્યાવશ્યક છે : ૬૮૩ સમ્યગદર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર એ જ્ઞાન અને ચારિત્ર જ નથી. ૬૮૪ ધર્મમાં તન્મયતા પ્રાપ્ત કરનારે સૌથી પહેલાં આત્માને સંસ્કારોથી પૂર્ણપણે યોગ્ય બનાવવો ઘટે
છે.
૬૮૫ સમ્યદૃષ્ટિ આત્મા આરંભ સમારંભ પરિગ્રહ વિષયકષાયાદિમાં જોડાયેલો છે પરંતુ તે છતા
તેની દ્રષ્ટિ તો એક માત્ર ધર્મ ઉપર જ રહે છે. ૬૮૬ અનંતાનુબંધીકર્મ એટલે અનંત સંસારની પરંપરા બંધાવનાર કર્મનો નાશ થયો હોય, ત્યારે