________________
૫૧૭
શ્રી સિદ્ધચક્ર
" : તા.૨૧-૮-૩૩ ક્યાંથી મળી શકે પરંતુ જે કાંઈ થોડા ઘણા સમાચારો બહાર આવે છે તે ઉપરથી જે અનુભવ બંધાય છે તે આધારે હું તમને કહું છું. મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણચંદ્રજી તમે સઘળી દીક્ષા અંગિકાર કરો તેમાં સહાનુભૂતિ દર્શાવે છે પરંતુ રાજમાતા તમારી દીક્ષાનો વિરોધ કરે છે માતાનો વિરોધ છતાં દીક્ષા અંગિકારશો અને વડીલોની આજ્ઞાનો લોપ કરશો તો તમે કરેલા ધાર્મિક કાર્યનું ફળ શું?એ તો ઉલટો તમારા ઘરમાં કલહ દાખલ થશે !”
“બહેન!તમારાં આ અનુમાનો સર્વથા ખોટા છે આત્મકલ્યાણ કરવું એ દરેક આત્માનો જન્મસિદ્ધ હક્ક હોઇ, તેમાં માતા, પિતા, ભગિની, ભ્રાંતા, વગેરેના સંબંધો વચ્ચે લાવવા એ ઈષ્ટ નથી. પણ તમે આટલી બધી ઉત્સુકતાથી આ વાત કરો છો એને મને કાંઇક ભેદ લાગે છે જો તમારી અમારી વચ્ચે આજ સુધી સાચી મિત્રતા રહેલી હોય તો મારી વિનંતી છે કે એ શું ભેદ છે તેનું અમારી આગળ નિરાકરણ કરો!”
બહેન ! બાલ્યાવસ્થાથી આપણે સાથે મોટાં થયા છીએ. તમારી અમારી વચ્ચે અપૂર્વ મિત્રતા છે. તો પછી એટલી મૈત્રી છતાં તમારાથી કોઈપણ વાત ગુપ્ત રહે એ હું ઇચ્છતી નથી. રાજમાતા તમારી મારી વચ્ચેનો આ મૈત્રીનો સંબંધ જાણે છે અને તેથી જ તેમણે તમને દીક્ષા લેતી અટકાવવાનો ઉપદેશ આપવાનું કાર્ય મને સોંપ્યું છે. બહેન ! તમે દીક્ષા ગ્રહણ કરો તેમાં મને લેશમાત્ર પણ વાંધો નથી. પરંતુ તમારી માતાની આંખમાં આંસુઓ ભરેલા હોય તમારા વિયોગથી તે રડતી હોય ત્યારે તેને રડતી છોડીને તેને નિર્જન સંસારમાં રખડતી છોડીને ચાલી જવું એ શું તમોને ઠીક લાગે છે? બીજું કાંઈ નહિ, તો માતા ઉપર દયા રાખીને પણ તમારે દીક્ષાનો વિચાર પડતો મૂકવાની જરૂર છે !”
“બહેન! તમે જે કહો છો તે વાત માતાએ પણ અમોને વારંવાર કહી છે પરંતુ અમારો શ્રીમતી દીક્ષા ગ્રહણ કરવાનો દૃઢતર નિશ્ચય જોઇને જ તેમણે તમને આ કાર્ય સોંપ્યું હોય એમ અમે ધારીએ છીએ! બહેન-વસુંધરા, એ સત્ય તો તું પણ સારી પેઠે જાણે છે ને કે આ સંસાર અનિત્ય છે, કર્મ સંજોગોને લીધે મા, બાપ, ભાઈ ભગિની વગેરે સઘળાં આવી મળે અને કર્મસંજોગ પૂરો થાય કે સહુ કોઈ પોતપોતાને પંથે પડે છે !”
બેશક ! તમારી એ વાતોમાં કંઈ જ શક નથી, તેથી જ તો મહાત્માઓ આ સંસારને અનિત્ય, નાશવંત અને દુઃખકારી જણાવે છે !”
“ત્યારે હવે તું જ વિચાર કર! જે બંધનો કાળ બળાત્કારે તોડી નાંખે છે તે બંધનો જાણી જોઈને પોતાને હાથે જ તોડી નાંખવા એમાં શું ખોટું છે? વિચાર કર, કે કોઈ માતાનો એકનો એક પુત્ર હોય અને તેને કૃતાંત કાળ ઝડપી લે, એ તેને માટે વધારે દુઃખનો વિષય છે કે એ યુવાન સ્વેચ્છાએ દીક્ષા લે એ વધારે દુઃખનો વિષય છે? જે બંધનો તૂટવા માટે જ નિર્માણ થયા છે, તે બંધનો કાળ તોડે તેના કરતા સ્વેચ્છાએ જ એ બંધનો તોડવા એ વધારે સારું છે !”
પણ તમે દીક્ષા અંગીકાર કરો અને પાછળ તમારી વૃદ્ધ માતા તમારા વિરહથી ટળવળતી રહે, એને તમે યોગ્ય ધારો છો? માતા પિતા સંતાનોની સેવાસુશ્રુષા કરીને તેને મોટા કરે છે તેમને એ સંતાનોને હાથે સુખ મળવાની આશા તો ખરી જને?
સંસારીના કર્તવ્ય તરીકે માતા પિતાની સેવા એ સર્વોત્તમ વસ્તુ છે એ વાત તો આ જગતના સઘળા દર્શનકારો માન્ય રાખી છે, પછી તેનો નિષેધ કેમ કરી શકાય? પરંતુ આત્મા પોતાની ફરજ બજાવવાના કાર્યમાં પણ સ્વતંત્ર છે એ વાતનું વિસ્મરણ તો ન જ થવા