________________
૫૧૬
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ વિશ્રામ લીધો. થોડીવાર રહીને જ્યારે પરસ્પરના સુખ સમાચારો તેમણે જાણી લીધા ત્યારે તેમને જરા સંતોષ થતો જણાયો. બેચાર ક્ષણ પછી વસુંધરાએ વાતનો આરંભ કર્યો; “બહેન ! અમારા જેવા માણસો પ્રભુમંદિર દર્શન કરવા રસ્તામાંથી ચાલીને જાય એ ઠીક છે, પરંતુ તમારા જેવી શ્રીમંત મહિલાઓ પણ જ્યારે પગે ચાલીને દર્શન કરવા આવે છે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે હોં !”
વસુંધરા! તારા હૃદયમાં આવી શંકા કેમ ઉત્પન્ન થવા પામે છે તે જ હું સમજી શકતી નથી! અમે ગમે તેટલા શ્રીમંત હોઈએ અથવા રાજસત્તાપણું અમને વરેલી હોય તેથી શું અમારે એ રાજસત્તામાં ઘેલા થઈને અમારો નાશ થવા દેવો એમ તારી ઇચ્છા છે ! બહેન ! અમારી ચારે બાજુએ દુન્યવી સંપત્તિ લાધેલી છે. પરંતુ ખરું પૂછો તો હજીએ અમારા આત્મા જાણે કોઈ દિવ્ય વસ્તુ માટે અસંતોષ રહેતો હોય એમ અમોને લાગ્યા કરે છે, અને એ અપૂર્ણતા પૂરવા તરફ જ અંતર દોરાય છે !”
- “તમારી અપૂર્ણતા દૂર કરે એ ઠીક છે પણ તેથી શું કુદરતે આપેલી બાદશાહી સમ્પતિ પણ ન ભોગવવી? જિનમંદિરે દર્શન કરવા જો તમે રથમાં બેસીને આવતા હો તો નાગરિકો પણ પારખી શકેને કે તમે મહારાજા કૃષ્ણચંદ્ર મહારાજની સુદુહિતાઓ છે?
“ઓ હો !પણ એ જેને પરખાવવું જ ન હોય તેને શું? જિન પ્રતિમા કે જે સાક્ષાત ત્રિલોકેશ્વરની પ્રતિમા છે તેની સામે આપણા શરીરની એવી તે શી મોટી વિશાત છે કે જેથી તેમને દર્શને આવતાં પણ પોતાની સાહ્યબી જણાવનારા સાધનો સાથે લાવવા? ભગવાન અત્યંત ઉગ્ર છતાં અનંત શાંતિ આપનારા ત્યાગધર્મનો ઉપદેશ આપે છે, ત્યારે જો આપણે ખરેખરા પ્રભુભક્ત હોવાનો દાવો કરતા હોઈએ તો પ્રભુનો ત્યાગનો ઉપદેશ આપણા જીવનમાં ઉતારવો જ જોઈએ એ શું આપણી ફરજ નથી?”
“શા માટે નહિ, ફરજ તો ખરી જ, પણ એ ફરજ આજથી જ બજાવવાની શી જરૂર છે. હજી તો તમારી ઉંમર ઘણી નાની છે, મોટા થઈ એ ફરજ બજાવવાને માટે ઘણો અવકાશ છે !”
ધર્મ સાધનામાં જાત, ઉંમર કે બીજું કાંઈ જોવાની આવશ્યકતા નથી. તેમ ધર્મનું આચરણ કરવામાં વિલંબ કરવો પણ યુકત નથી, શાસ્ત્રનું એ વચન છે કે આત્મા દુર્ગુણોમાં પડી રહેવાને અને તેમાં ઝપાટાબંધ વળી જવાને ટેવાયેલો છે. અને તેથી જ આત્માએ પ્રમાદ કર્યા વિના જેમ બને એમ ધર્મસાધનામાં તત્પર રહેવું જોઇએ.આ શાસ્ત્રવચન તમારા ધ્યાનામં રહેવા પામ્યું હોય એમ જણાતું નથી!”
' હા, પણ તમે ધર્મસાધના કરો છો તે ભલે કરો, પરંતુ તે સારું તમારી કોમળ કાયા ઉપર ખાસ કરીને પરિશ્રમ શા માટે ઉઠાવો છો? તે કાંઈ હું સમજી નથી.
“બહેન ! એથી જ હું એમ કહું છું કે તમે ધાર્મિક વિષયોનું અત્યંત ઓછું જ્ઞાન ધરાવો છો જાતે દેહ પર પરિશ્રમ વેઠીને અમે જ્યારે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય કરીએ છીએ ત્યારે એ કાર્ય પૂર્ણ થવાનો જેવો સંતોષ હદયમાં થાય છે. તેવો સંતોષ અમે અન્ય કોઈ પણ સમયે ભોગવી શકતા નથી.” : “ઠીક પણ વળી એ વાત સાચી છે કે તમોને પિતા શ્રી કૃષ્ણચંદ્ર મહારાજે શ્રી મતિ ભાગવતિ દીક્ષા અંગીકારવાની છૂટ આપી છે અને તમો સઘળી બહેનો થોડા જ દિવસમાં તમારો એ વિચાર અમલમાં લાવવા ઇચ્છો છો? જો એમ હોય તો અમે આ સંબંધમાં હજી ઉડો વિચાર કરેલો હોય એમ જણાતું નથી!
- “બહેન વસુંધરા!તું જે વાત કહે છે તે ઘટના સર્વથા સાચી છે. અમારો વિચાર લાંબા સમયથી દીક્ષા લેવાનો છે પરંતુ એ વિચાર અમલમાં મુકવો એ ઈષ્ટ નથી એમ કહેવાનો તારી પાસે શું પુરાવો છે!”
જુઓ બહેન!તમારું કુટુંબ એ દ્વારિકાનું રાજકુટુંબ છે. એટલે તમારી વધારે હકીકત તો અમોને