________________
•
•
•
•
•
•
•
૫૧૪
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ સમાધાન- જે સાધુઓ મારા ઉપર જણાવેલા સિદ્ધાંતથી ઉલટી વાત કહેતા હોય તેને તમે જઈને મળો
અને તેમને મારી પાસે લઈ આવો. અગર તેમની પાસેથી સમાધાન લાવો, બાકી મેં તો
દરેક પ્રકારની દરેક વ્યક્તિને શંકા સમાધાન માટે અહીં આવવાની સુચના કરી જ છે. પ્રશ્ન ૫૦૬- પરંતુ આપને એમ નથી લાગતું કે આ કાર્યમાં આપ બધા સાધુઓ તૈયાર હો ત્યારે
જ એ કામ બની શકે ? સમાધાન
અમે તો દરેક પળે તૈયાર જ છીએ. પંન્યાસજી રામવિજયજીએ પણ વાટાઘાટ ચલાવીને અહીં સાથે બેસવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે વસ્તુ એ છે કે જેઓ અમારાથી જુદો સિદ્ધાંત ધરાવતા હોય તેમણે નકામી નિંદા કિવા વિરોધ ન કરતાં અહીં આવીને પોતાના સિંદ્ધાંતો અમોને સાબીત કરી આપવા જોઇએ અને અમારા સિદ્ધાંતોનું તેમણે ખંડન કરી નાંખવું જોઇએ. તે સિવાય નાહક આક્ષેપો કરી હું કલેશ વધારવા માંગતો નથી. હું તો નીચેના બે મુદાઓ સાબિત કરવા સર્વદા તૈયાર છું, (૧) સોળ વર્ષની ઉંમર સુધીની મા-બાપ કિવા વાલીની રજા સાથેની દીક્ષા શાસ્ત્રીય છે અને (૨) સોળ વર્ષ થયા પછી કોઈની
પણ રજા વિનાની દીક્ષા શાસ્ત્રીય છે. પ્રશ્ન ૫૦૭- આપ સાધુ છો અને સાધુતાનું પોષણ કરો છો તેમ અમે ગૃહસ્થ છીએ અને સામાજીક
હિતની દ્રષ્ટિએ આ જન્મ સગાંસ્નેહીઓની રજા દીક્ષા માટે આવશ્યક માનીએ છીએ
તો પછી આ માન્યતામાં આપ સાચા હો તો અમે પણ શા માટે સાચા નથી ? સમાધાન- જો એમજ હોય તો દીક્ષાવિરોધીઓને એમ ખુલ્લું કહી દેવું જોઈએ કે અમે તો અમારા
સામાજીક સ્વાર્થ માટે દીક્ષાનો તથા બાળદીક્ષાનો વિરોધ કરીએ છીએ, બાકી શાસ્ત્રાધારે તો અમારી વાત સત્તરઆની ખોટી છે, જેઓ એમ ખુલ્લું કહી દે છે તેમની સાથે કાંઈ
દલીલ કરવાની રહેતી જ નથી. પ્રશ્ન ૫૦૮- નવજીવન પ્રકાશન મંદિરે જે “મહાવીર ચરિત્ર” બહાર પાડ્યું છે તેમાં અનેક સ્થળે
દીક્ષાઓ થયાના ઉલ્લખે આવેલો છે પરંતુ તે સઘળી દીક્ષાઓમાં સંમતિ લેવામાં આવી
છે, તો પછી આજે શા માટે સંમતિ ન લેવાવી જોઈએ. સમાધાન- સંમતિ ન લેવી જોઈએ એમ આજે પણ કોઈ કહેતું જ નથી. અમારું કહેવાનું તો એટલું
જ છે કે સગીરની ઇચ્છા અને સગીરના વાલીની રજાએ સગીર દીક્ષા લઈ શકે છે અને બિનસગીરની ઈચ્છાએ તેના સગા સંબંધીની રજા હો કિવા ન હો તો પણ તે એ દીક્ષા લઈ શકે છે. તમોને એથી ઊલટું કહેનારને પૂછજો કે સોળ વર્ષની અંદરના સગીરની અને વાલીની ઇચ્છા વડે જે દીક્ષા અપાયેલી હોય તે દીક્ષા માટે અને સોળ વર્ષ પછી સ્વેચ્છાએ પણ સગાં સંબંધીની રજા વિના અપાયેલ દીક્ષાને શાસે જૈનમત વિરોધીનીદીક્ષાગણ હોય અને તેવાકાર્ય માટે સાધુઓને પ્રાયશ્ચિત કરવાનું જણાવ્યું હોય તો તેવો પાઠ શોધી આપો. કોઈ શાસ્ત્રમાંથી આવો પાઠ શોધી આપશે અને તે પાઠ નિરપવાદ હશે, તો તે જ ક્ષણે હું મારા સિદ્ધાંતો પડતા મૂકીશ.