________________
૫૧૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ બાળકોની બુદ્ધિનો દુરપયોગ થયો છે એમ તો ક્યારે કહી શકાય કે દીક્ષા એ ખરાબ ચીજ છે એમ સાબિત થયું હોય તો પણ એવી સાબિતીની ગેરહાજરીમાં બાળકોને દીક્ષા અપાવવા છતાં પોતે દીક્ષા ન લેનારાને તમે દોષ આપી શકો તેમ નથી. તમે તમારા છોકરાને માંસ મદિરા જેવા અયોગ્ય પદાર્થો નથી આપતા; તો તે વડે શું છોકરાઓ ઉપર ઉપકાર કરતા નથી ? એમ કેમ કહેવાય કે તેમની બાળબુદ્ધિનો ગેરલાભ લો. છો ? તમે પોતે બીડી પીવો છો, પણ બાળકોને નથી પાતા તો શું બાળબુદ્ધિનો ગેરલાભ
લો છો કે બાળકો ઉપર ઉપકાર કરો છો ? પ્રશ્ન પ૦૨
માંસ મદિરા નથી આપવામાં આવતાં તેનું કારણ તો એ છે કે તે નીતિ વિરૂદ્ધ છે, ને તેથી તે
બાળકોને નથી આપવામાં આવતાં તે ઉપકાર છે એમ કહું તો તેનો આપની પાસે શો ઉત્તર છે? સમાધાન- નીતિ વિરૂદ્ધ છે એમ કોણ માને છે? ફક્ત હિંદુઓ!!મુસલમાનો, પારસીઓ, ખ્રિસ્તીઓ
અને નીતિ વિરુદ્ધ નથી માનતા, ત્યારે શું તેની દૃષ્ટિએ પણ એમ ઠરે ખરું કે તમે એ વસ્તુઓ
બાળકોને નથી આપતા તેથી તેમની બાળબુદ્ધિનો ગેરલાભ લ્યો છો? નહિ જ !!! પ્રશ્ન ૫૦૩- માંસ મદિરા તો સામાન્ય વસ્તુ છે પણ દીક્ષા તો સર્વોત્તમ વસ્તુ છે તો પછી તેના
સંબંધમાં વિચાર થવો જોઇએને? સમાધાન- શાસ્ત્રાધારે થવો જોઈએ તે પ્રમાણે થાય છે. બાળક સોનું શું છે, તેની શી કિંમત છે
તે શા ઉપયોગમાં લેવાય છે તે જાણતો નથી. છતાં માબાપ શા માટે બાળકને સુવર્ણનાં આભૂષણો આપે છે ? તે જ રીતે દીક્ષા એ સર્વોત્તમ ચીજ છે એમ માનીને એ ચીજ બાળકને આપતા હોય તો તેમના ઉપર એ આક્ષેપ કેવી રીતે મુકી શકાય કે તેઓ બાળબુદ્ધિનો ગેરલાભ છે, વળી બીજો દાખલો લ્યો. એક શ્રીમંત બાળક છે તેના હાથમાં સોનાની બહુ મૂલ્યવાળી પહોંચી છે, તે બાળક સોનું શું છે, તેનું વજન કેટલું છે, ઇત્યાદિ કાંઇપણ વિગતો જાણતો નથી તો હવે એ બાળક તે ચીજની મહત્તા નથી જાણતો માટે આપણે શું તે ચીજ ખુંચવી લઈ શકીશું? નહિં જ, તે જ પ્રમાણે બાળકનો આત્મા એ કિંમતી ચીજ છે. બાળકને એ આત્માની મહત્તા ન હોય તો પણ એ આત્માનું કલ્યાણ
થાય એમ કરવાની જ માબાપની ફરજ છે, નહિં કે અન્યથા વર્તવાની ! પ્રશ્ન પ૦૪- આપે જે ઉદાહરણો અને ઉત્તરો આપેલાં છે તે સઘળાં યુક્તિસંગત છે પરંતુ તે છતાં
દીક્ષા ગમતી નથી એનું શું કારણ? સમાધાન- એનું કારણ કર્મ. અજીણના રોગોને દૂધપાક પણ અરૂચિકર લાગે છે માટે શું કોઈ એમ
કહી શકશે કે દૂધપાક મીઠો નથી? દીક્ષા યોગ્ય લાગતી હોય છતાં તે ન રૂચતી હોય
તો તે એના દુષ્ટકર્મનો જ પરિપાક સમજવો જોઇએ. પ્રશ્ન ૫૦૫- આપ એમ કહો છો કે સોળ વર્ષ સુધીની ઉંમરમાં બાળકોને વાલીઓની સંમતિપૂર્વક
દીક્ષા આપી શકાય એ શાસ્ત્રાધારે છે. બીજા સાધુઓ તેથી વિપરીત વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, તો અમે જઈને એ સાધુઓને સમજાવીએ તેના કરતાં આપ સઘળા ભેગા થઈને જ એ બાબતમાં યોગ્ય નિકાલ શા માટે કરતા નથી ?