________________
૫૧ ૨.
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩, કે જગતમાં જે કાંઈ મેળવીએ છીએ તે સઘળું ત્યાગવા યોગ્ય છે ! ત્યાગવા યોગ્ય છે એમ મુખથી તો કહે છે પરંતુ ત્યાગી શકતા નથી, આમ થવાનું કારણ એ છે કે જગતને ત્યાગવા યોગ્ય માનવા છતાં તેઓ માલ, સ્ત્રી, ધન, ધામ વગેરેના બંધનમાં પુરાયેલા હોવાથી તેઓ તે છોડી શકતા નથી, ત્યારે બીજી તરફ બાળકોને કાંઈ બંધન જ હોતું નથી એટલે તેમને
માયાની જાળમાંથી છૂટા થવામાં કશી પણ મુશ્કેલી નડતી નથી. પ્રશ્ન ૫૦૦- આપનું કથન હવે અમોને પણ પ્રમાણભૂત જેવું લાગે છે ખરું, પરન્તુ ઉપરના ઉત્તરમાં
આપે જે વાત ચર્ચા છે તે ઘટતા ઉદાહરણ આપીને સમજાવી શકશો ? સમાધાન- હા, જુઓ; કલ્પના કરો કે એક સુંદર વાડી છે, વાડીમાં ગાયો વાછરડાં અને બકરીઓ
છે. ગાયોને મોટી હોવાથી તેમને ખીલે બાંધી રાખેલી છે વાછરડાં તથા બકરીઓને છૂટી રાખવામાં આવી છે. હવે અકસ્માત તે વાડીમાં આગ લાગે છે અને બધા ઢોરો નાસભાગ કરવા માંડે છે. આ નાસભાગમાં જેમને ગળે દોરડા બાંધેલા છે તે ગાયો નાસી જઈ શકવાની નથી અને વાછરડાંને બકરીઓ કે જેમને ગળે દોરડા બાંધ્યા નથી તે સહેલાઇથી નાસી જઈ શકે છે ! ગાયો નથી નાસી જઈ શકતી એનો અર્થ શું એમ કરવો યુક્ત છે કે તેઓ આગ લાગી છે એ ઈષ્ટ માને છે અને તેમને બળીને મરી જવું ગમે છે ! નહિ જ!! આગમાંથી ભાગી જવાની ઇંતેજારી તો તેમનીએ પુરેપુરી છે, પરંતુ તેઓ બંધન હોવાથી તે છૂટી જઈ શકતી નથી. જ્યારે વાછરડાંને બકરીઓ બંધન ન હોવાથી છૂટી જઇ શકે છે. એ જ ન્યાયે મોટા માણસો પણ સંસારજાળમાંથી છૂટવા તો માંગે જ છે, પરંતુ તેઓ ખીલે બંધાયેલાની માફક માયાથી બંધાયેલ હોવાથી નાસી જઈ શકતા નથી, જ્યારે બાળકો છૂટા હોવાથી તેઓ વહેલા છૂટી જઈ શકે છે. આ ઉપરથી પણ એ જ અનુમાન નીકળે છે કે બંધન તોડીને છૂટા થવા કરતાં જેમને
એવા બંધનો નથી તેમને છૂટા થવામાં જ વધારે સરળતા રહેલી છે. પ્રશ્ન ૫૦૧- દીક્ષા એ ઉત્તમ ચીજ છે તો પછી માબાપો શા માટે પોતે જ દીક્ષા લઈ લેતા નથી
અને નાના છોકરાઓને જ શા માટે એ દીક્ષા અપાવે છે ? આ સંયોગોમાં શું
બાળબુદ્ધિનો ગેરલાભ લેવાતો હોય તેમ લાગતું નથી ? સમાધાન- પોતે સારી સ્થિતિને ન મેળવી શકતા હોય તો બાળકને પણ સારી સ્થિતિ ન મેળવવા
દેવી એ માબાપનું કર્તવ્ય છે કે બાળકને સારી સ્થિતિ મેળવી આપવી એ માબાપનું કર્તવ્ય છે તેનો તમેજ વિચાર કરો. ઉદાહરણ લ્યોઃ એક મકાનમાં માબાપ અને બાળક સુતાં છે. મધ્યરાત્રિનો સમય છે અને ભયંકર આગ સળગે છે. આગથી ઘરનો એક ભારવટીયો તૂટી પડે છે અને બાપનો પગ તેથી ભાંગી જાય છે, ખ્યાલ કરો. પગ ભાંગી જવાથી બાપ બળતા ઘરમાંથી બહાર નીકળી જઇ શકતો નથી ! આ સ્થિતિમાં તેણે બૂમાબૂમ કરીને છોકરાઓને ઘરની બહાર કાઢવા જોઇએ કે પણ બળી જવા દેવા જોઈએ? માબાપ એમ માને છે કે દીક્ષા એ સારી ચીજ છે અને તેથી જ તેઓ પોતે એ સારી ચીજને નથી અપનાવી શકતા, છતાં બાળકોને તે ચીજ લેવાને માર્ગે દોરે છે,