________________
શ્રી સિદ્ધચક્ર
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ર પારંગત, સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્રાવી, આગમના અખંડઅભ્યાસી, આગમોદ્ધારક, આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.)
પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
૫૧૧
પ્રશ્નકાર
સંચયકાર
પ્રશ્ન ૪૯૮
સમાધાન
પ્રશ્ન ૪૯૯
સમાધાન
તા.૨૧-૮-૩૩
(ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલો આર્યભાવના વિનાશક દીક્ષાસંહારક કાયદો ધારાસભામાં અને જનતામાં ચર્ચાઇ રહેલો હતો, એવા કઠીન સમયમાં પૂ. આચાર્ય સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે દીક્ષા સંબંધમાં જૈનાજૈન જનતાનો ભ્રમ ભાંગવાના ઉદ્દેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્નો જાહેર રીતે પૂછાયા હતા અને આચાર્યદેવે પોતાની અમોઘ સુધાવર્ષિણી શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરો સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષા વિરોધીઓ પણ પોતાનો દીક્ષા વિરોધ મૂકી દઇ આચાર્યદેવશ્રીના વિચારો જોડે સહમત થયા હતા એ પ્રશ્નોત્તરો અત્યંત ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવે છે અને તેનું પૂરેપૂરું મનન કરવાની તંત્રી વાંચકોને વિનંતી કરે છે.) તંત્રી - સિદ્ધચક્ર દીક્ષા લેનારા બાળકમાં અમુક પ્રકારના સંસ્કારો હોવા જ જોઇએ એ વાત તો આપ પણ કબુલ કરો છો, તો જે બાળકો દીક્ષા લે છે તેમનામાં શું તેવા સંસ્કારો હોય છે? ગયા પ્રશ્નોમાં મેં ઉદાહરણ આપ્યું છે તેનો તમે વિચાર કરશો તો આ પ્રશ્નનો ઉત્તર તમે મેળવી શકશો. એમ સમજો કે અમુક સ્થળે ૫૦૦ બાળકોનો જથ્થો છે એ પાંચસો બાળકોને તમે પૂછશો કેઃ-તમારે દીક્ષા લેવી છે ? તો આ પાંચસો બાળકોમાંથી પાંચ પંદર બાળકો જ હા પાડશે અને બાકીના ના પાડશે. એ હા પાડનારા બાળકોમાં દીક્ષા માટે જોઇતા સંસ્કારો રહેલા જ હશે, અને એવા સંસ્કારો જેનામાં મૂળભૂતપણે રહેલા હશે તે જ બાળક દીક્ષા લેવા માટે તૈયાર થશે.
દીક્ષા લેવા યોગ્ય સંસ્કારો હશે એ વાત આપણે કબુલ રાખીશું, પરંતુ જેનામાં એવા સંસ્કારો હોય, તેઓ મોટા ગૃહસ્થો પણ દીક્ષા લઇ શકતા નથી, તો પછી નાના બાળકો તેવા સંસ્કાર હોવા છતાં કેવી રીતે દીક્ષા લઈ શકે ?
તમે મોટી ઉંમરવાળાનો દાખલો આપ્યો છે, એ ઘણું જ સારું કર્યું છે. વારું જેઓ મોટી ઉંમરવાળા છે શાસ્ત્રો ભણેલા છે અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા છે, તેઓ પત્ર પ્રેમ તો કહે જ છે