________________
૫૦૭
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ નથી ! વ્યાખ્યાનમાં આવનારા પાસે વ્યાખ્યાનની ફી લેવામાં આવતી નથી ! ઉપદેશ અને તમે ગુરુને જે કાંઈ આપો છો તેમાં જરાએ સંબંધ નથી. ધર્મોપદેશ આપવામાં આવે છે, તેનો ઉદેશ તો એટલો જ છે કે આત્માનો ઉદ્ધાર થાય, આથી જ જે સાધુ દુનિયાની કોઇપણ આશા વગર સાટા બદલા વગર જે માત્ર સાધુપણાની ફરજ તરીકે જ નિસ્વાર્થી ધર્મોપદેશ આપે છે તેને જ જૈન શાસનમાં જૈન સાધુ તરીકે સ્થાન પામવાનો અધિકાર છે, અન્યને નહિ. તમે ઉપદેશ આપો છો માટે અમે તમોને અન્નવસ્ત્ર આપીએ છીએ અથવા તમે અન્ન-વસ્ત્ર આપો છો તેવા અમે તમને ધર્મોપદેશ આપીએ છીએ આમ કહેનારને જૈનશાસનમાં ઊભા રહેવાનો જરાએ હક નથી. જ્ઞાની આત્માને સાધુની જરૂર છે કે?
તમોને મેં શિક્ષકનું ઉદાહરણ આપ્યું છે પણ તે સર્વાગે લગાડવાનું નથી જ. માસ્તરને શા માટે રાખો છો ? બાળકના દુર્ગુણ જવા અને તેનું દુન્યવી અજ્ઞાન ટાળવા. આ દુર્ગુણ અને અજ્ઞાન ગયા એટલે પછી બાળકને જ્ઞાની અને સદગુણીમાં મનાવવાનો પ્રયત્ન થાય છે તે જ પ્રમાણે અહીં સાધુઓથી ધર્મોપદેશ સાંભળી આત્મા કાંઇક જ્ઞાનવંત થયો એટલે આત્માને મોટા તરીકે મનાવવાનો અહીં આદેશ નથી. આત્મામાં ધર્મની લગની લાગી તો પછી કર્તવ્ય એ છે કે માત્ર મોક્ષની ઈચ્છાએ ધર્મની સાધના કરવી. સાટા બદલા વગર જગતના કોઈ પદાર્થની આશા વગર જેઓ ધર્મોપદેશ આપે છે તેઓ જ મુધાજીવી એટલે બદલા વગર ફોગટ જીવનારા કહેવાય છે. એ જ કારણથી ગીતાર્થની એટલે સ્ત્ર અને તેના અર્થની સંપૂર્ણ જ્ઞાતાની સાથે દાનનો કે ભક્તિનો સંબંધ રાખવામાં આવતો નથી. નમોોહબંદૂi આ વાક્યથી તમે સઘળા સાધુઓને નમસ્કાર કરો છો. પછી એ સાધુઓ ભલે ભણેલા હોય કે અભણ હોય, તપસ્વી હોય કે આહાર લેનારા હોય, સ્થવર કલ્પી એટલે શાસ્ત્રમાં સ્થવર માટે કહેલા આચારો પ્રમાણે ચાલનાર હોય કે જનકલ્પી એટલે શ્રી જીનેશ્વર ભગવાનનના જેવું આચરણ કરવાવાળા હોય, એ સા
હો નમસ્કાર સાથે સંબંધ ધરાવતા નથી. તે જ પ્રમાણે દાન વગેરે સાથે પણ તેનો સંબંધ નથી. માત્ર તેઓ મોક્ષને સાધે છે, તે પુરતો જ નમસ્કાર વિષયે તેમની સાથે સંબંધ છે. અને તેથી જ તેમની (સાધુઓની) સેવા કરવી તેમને દાન આપવું એને શાસે શાસ્ત્ર સિદ્ધ વસ્તુ માની છે. ગુરુને પણ માનીએ છીએ તે આ રીતે ધર્મને અંગે ! જો ધર્મ જ ન હોય તો એ દિવસ આવે કે તમો પલંગ ઉપર ફૂલની પથારીમાં સુતા હો અને ગુરુ તમારા ચર્ણ દબાવતા હોય !! દેવ, ગુરુને શા માટે માનવા?
* ગુરુની સેવાનું ફળ શું છે ? ધર્મ દેવગુરુને શા માટે માનવાના છે ? તે માત્ર ધર્મને અંગે, ધર્મને માટે અને ધર્મદ્વારાએ જ માનવાના છે. ધર્મ એવી જબરદસ્ત વસ્તુ છે કે તેવી જબરદસ્ત વસ્તુ ત્રણે લોકમાં બીજી એક માન્ય રાખવામાં આવી નથી. દુર્ગતિ ટાળી સદગતિ મેળવી આપનારો તે ફક્ત ધર્મ જ છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ધન, માલ મિલ્કત એ કોઈપણ વસ્તુ આત્માને ભવિષ્યની અધોગતિથી બચાવી શકે એમ નથી જ. અજ્ઞાન એ મોટામાં મોટું પાપ છે. “આજ્ઞાનું ઉલ્લુ " એ વાક્ય સમજવા જેવું છે. ક્રોધાદિક પાપો મોટામાં મોટા છે, પણ તેનાથી એ મોટામાં મોટું પાપ એ અજ્ઞાન છે. હિતકારી શું છે અને અહિતકારી શું છે, એ કોણ જાણે છે? જ્ઞાની તે જાણી શકે છે. કોઈ માણસ