________________
૫૦૬
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ પડવા માટે શું સૂર્ય દોષપાત્ર છે? એજ પ્રમાણે દેવે તો દયાથી ધર્મનો ઉપદેશ કહ્યો છે. તે સાંભળે અને જે તેનો અમલ ન કરે તેને આપણે કેવો જાણવો? તમે દેવોને દેવલોક દેનાર કે મોક્ષ દેનાર કહો છો પરંતુ તેને નરક દેનાર, નિગોદ દેનાર કેમ કહેતા નથી ? અજવાળું તો કૂવામાં પડતા બચાવે જ છે તે કુવામાં પાડતું તો નથી જ. અજવાળું ન હોય તો કુવામાં, ખાડામાં, કાંટામાં પડવાનો સંભવ તો ખરો જ. પણ એમાંથી બચી જવાય તે શાથી? અજવાળાથી જ. દેવને માનવાનું બીજ ધર્મમાં છે.
એ જ પ્રમાણે દેવના ઉપદેશ વગર જીવો પાપ કરી કરીને નર્કનિગોદમાં રખડતા હતા, દેવે ધર્મનો ઉપદેશ કર્યો, ધર્મનું જીવોએ આલંબન કર્યું, તેથી જીવો એ ધર્મના આલંબનના પરિણામે દેવલોક અને મોક્ષ મેળવવાને સદભાગ્યશાળી થયા છે માટે જ દેવને જ દેવલોક દેનાર અને મોક્ષ દેનાર માનીએ છીએ. પરંતુ તેને નર્કનિગાદ દેનાર માનતા જ નથી. કાંટા સ્વાભાવિક રીતે જ વાગી રહ્યા હતા. તેમાંથી બચી ગયા એ દેવને પ્રતાપે બન્યું છે. શિક્ષકે તમોને ભણાવ્યા તેથી તમો શાણા અને કમાઉ થયા, તો એ સ્થિતિ માટે માસ્તરનો પ્રભાવ ગણાય કે નહિ ગણાય? તમોને સુધાર્યા કોણે ? શિક્ષકે ! પણ જે ન સુધર્યા અને મૂર્ખ રહ્યા, અજ્ઞાની રહ્યા તેમને અજ્ઞાની કોણે બનાવ્યા? શું માસ્તરે અજ્ઞાની બનાવ્યા? ના ! માસ્તર ન હોય તો પણ દૂર્જનતા, અજ્ઞાનતા રહેલી જ છે. તે જ પ્રમાણે અહીં પરમેશ્વર દેવલોક કે મોક્ષ દેનારા ગણાય છે. તેથી થM ત્યા વગેરે કહીએ છીએ, જેમ અજવાળાનું કાર્ય કાંટાને દેખાડવાનું છે તેમ અહીં પરમેશ્વરનું કાર્ય હોય તો તે જગતને ધર્મોપદેશ આપવાનું છે. અધર્મથી પાપથી બચાવવા માટે દેવનો ઉપકાર હોઈ શકે આથી સાબિત થાય છે કે પરમેશ્વરને માનવાની જડ એનું બીજ ધર્મમાં રહેલું છે. જો ધર્મ જેવી ચીજ ન હોય તો દેવને માનવાની જરૂર જ નથી, “ગુરુ પૂજવા યોગ્ય કેમ?
એ જ પ્રમાણે “ગુરુને ગુરુ તરીકે પૂજ્ય પણ શા માટે માનો છો? દુનિયાદારીની દ્રષ્ટિથી તો ગુરૂએ તમોને માનવા જોઈએ ! દાતારને યાચક ભજે કે વાચકને દાતાર ભજે? માંગણ અને શેઠ એ બેમાં ઉત્તમ શેઠ ! માંગણ ઉત્તમ નથી જ ! ! તમે ખાવાનું જમવાનું, વસ્ત્રો, મકાન વગેરે ગુરૂને આપો છો એટલે જગતની દ્રષ્ટિએ તમે દાતાર ઠરો છો એટલે અમે યાચક ઠરીએ છીએ. તો પછી દાતારો યાચકને પૂજ્ય શા માટે ગણે છે ? શેઠ યાચકની સેવા કેમ કરે છે ! બાળકને ભણાવવા માટે શિક્ષક રાખીએ, શિક્ષકને પગાર આપીએ, મકાન આપીએ, સઘળું આપીએ અને છતાં મુરબ્બી કોણ? માસ્તર! બાળકોને બહાર ફરવા માસ્તર સાથે મોકલો તો ગાડી ઘોડા પણ તમે આપો છતાં પહેલી સલામ પણ તમેજ કરો ! આ સઘળું શા માટે ? શિક્ષક બાળકને દુનિયાદારીમાં લાવવાનું જ્ઞાન આપે છે માટે, તમારું બધું ગૌણ થઈ જાય છે અને માસ્તરની મહત્તા વધે છે. દુનિયાદારીનું જ્ઞાન આપનારાની આટલી બધી કિંમત છે તો પછી જે આત્માને આત્મપદની પ્રાપ્તિ કરાવનારૂં જ્ઞાન આપે છે તેની કિંમત અને મહત્તાનું શું પૂછવું? વ્યાખ્યાનની ફી લેવાય છે કે ?
ગુરુને તમે જે આપો છો અને ગુરુ જે ગ્રહણ કરે છે તે સઘળું સેવાને પેટે ગ્રહણ કરતા