________________
૫૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩
મનુષ્યને જન્મ મહાદેવે આપ્યો, તો મહાદેવને બચાવનારને જન્મ કોણે આપ્યો ? પરમેશ્વરનું ખંડન કરનારા, તેમને માનનારાઓનો નાશ કરનારા અને પરમેશ્વરની સામે વિરોધ કરનારા એ સઘળાને જન્મ કોણે આપ્યો ? વળી ઇશ્વરે જન્મ આપ્યો તો પછી ગર્ભવાસ કોણે આપ્યો ? આ સઘળા પ્રશ્નો એવાં છે, કે જે ઈશ્વરને જે સ્વરૂપમાં અન્ય દર્શનીઓ માને છે, તે સ્વરૂપને ખોટું ઠરાવે છે. બીજો પ્રશ્ન એ છે કે ઈશ્વરને કેવો માનવો ? દયાળું કે ઘાતકી ? તમે જાણો છો કે નાના બાળકને કોઇ રાજ્ય પણ સજા કરતું નથી. દુનિયાના રાજ્યો પણ બાળકોને નિર્દોષ ગણે છે. હવે જો મનુષ્યને જન્મ આપનારો ઇશ્વર હોય, તો મનુષ્યને મૃત્યુ આપનારો પણ ઇશ્વર જ હોવો જોઇએ. ત્યારે ત્રણ ચાર મહિનાના નાના નાના બાળકોને અનેક રોગોથી પીડાવીને મોત કોણ ઇશ્વર આપે છે ? અને જો એમજ હોય તો તે એ ઇશ્વર ઘાતકી ઠરતો નથી ?
“ઇશ્વર” દયાળુ છે કે નિર્દય ?
કોઇ એમ કહેશે કે જેમ એક માણસ બીજા માણસ પરત્વે ગુન્હો કરે છે, તેમ બાળકે ઇશ્વર પ્રત્યે એવા કર્મો કર્યાં હશે તેથી ઇશ્વર તેને સજા રૂપે મૃત્યુ આપે છે. પરંતુ સામાન્ય બુદ્ધિ વડે માનતા એ દલીલ પણ યુક્તિયુક્ત માલમ પડતી નથી. એક બાળક મોટા માણસને એક ગાળ આપે, તો પણ મોટો માણસ એ ગાળને ધ્યાનમાં લઇને તે બાળકને સજા કરતો હોય તો એ સજા કરનારની કેવી સ્થિતિ માનવી જોઇએ, તેનો ખ્યાલ કરો. બાળક ઉપર તેને મૃત્યુ પમાડવા જેટલું જોર કરનારને ખરેખર કેવો માનવો જોઇએ તે દરેકે વિચારી લેવું ઘટે છે.
શિક્ષક મૂર્ખ કે શિષ્ય ?
વળી એક બીજો વિચાર પણ ધ્યાનમાં લેવા જેવો છે. એક સામાન્ય ઉદાહરણ લ્યો ! એક શાળામાં પાંચ, દસ, પંદર શિક્ષકો હોય અને તેમાં એક શિક્ષકના હાથ નીચેના વિદ્યાર્થીઓ હંમેશા નાપાસ થયાજ કરતા હોય, તો આપણે તે બાળકનો દોષ નથી કાઢી શકતા, પણ એમાં વધારે દોષ તે શિક્ષકનો માનીએ છીએ, અને તેથી એમ જ સાબીત થાય છે કે તે શિક્ષકમાં જ શિક્ષકપણાની જોઇએ તેટલી લાયકાત નથી ! પાંચ દસ વર્ષમાં છોકરાને શીખવી ના શકનારા શિક્ષકને નાલાયક માનવામાં આવે છે; તો પછી ઇશ્વર તો અનાદિ કાળથી મનુષ્યોને સંસારમાં રખડાવ્યા જ કરે છે. આમ હજારો વર્ષો થયા છતાં જે ઇશ્વર મનુષ્યને મોક્ષની લાયકાત નથી આપી શક્યો તે ઇશ્વરને પણ કેવો માનવો?
ગાંડો અને ડાહ્યો એક સપાટીએ
ત્રીજી વાત એ છે કે જે માણસે ગુનો નથી કર્યો તેને શિક્ષા ન કરવી એમાં દયા નથી પરંતુ જે માણસે ગુનો કર્યો હોય; તે છતાં પણ તેને સજા ન કરવી એનું નામ જ દયા છે. જ્ઞાની આગળ અજ્ઞાની ગમે તેવાં તોફાનો કરે છે, તોપણ શાની તો અજ્ઞાનીને માફી જ આપે છે. ડાહ્યો માણસ દારૂડીયો ગમે તેવો બકવાદ કરે તો પણ તે બકવાદ તરફ ધ્યાન આપતો નથી. ગાંડો માણસ રસ્તામાં રખડતો