________________
છે
.
૫૦૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ હોય અને તે ત્યાંથી પસાર થતા શાહુકારને ચોર, દેવાળીયો કિવા લુચ્ચો કહે, તો પણ શાહુકાર તે પાગલ ઉપર બદનક્ષીની ફરિયાદ માંડતો નથી. સારાંશ એ છે કે અજ્ઞાની વાંક કરે છે, તો પણ જ્ઞાની એ વાંકની ક્ષમા આપે છે. જીવ અજ્ઞાની છે; ઇશ્વર જ્ઞાની છે. તો પછી જીવ ભૂલ કરે, તો પણ જ્ઞાની ઈશ્વરે તો એ ભૂલની સજારૂપ રોગ, મોત કે દુઃખ તેને ન આપતા તેને ક્ષમા આપવી જોઇએ. પણ તેમ ન કરતા ઈશ્વર તો અજ્ઞાની જીવને દુઃખ, રોગ, જન્મ, મરણ આપ્યું જ જાય છે; તો પછી ઈશ્વરને દયાળુ પણ કેમ કહેવાય? ગાંડો ગાળો આપે અને ડાહ્યો તેને મારવા દોડે, તો એ ડાહ્યો પણ ગાંડો જ ઠરે છે અર્થાત્ ઇશ્વર પણ જો અજ્ઞાની જીવોને સજા કરે તો પછી એનું દયામયપણું જરૂર નાશ પામે છે. પરમેશ્વરનો પક્ષપાત
હવે ઇશ્વરની નિષ્પક્ષપાત વૃત્તિની ખબર લો. ઇશ્વરવાદીઓ એમ કહે છે કે ઈશ્વર તો નિષ્પક્ષપાતી છે અને તેણે જ જગતના સઘળા પશુ, પક્ષી, પ્રાણી, પદાર્થો આદિ બનાવ્યા છે. વારૂ, હવે એ નિષ્પક્ષપાત વૃત્તિને જુઓ. પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે જીવો છે અને મનુષ્ય, પશુ, પક્ષી વગેરે પણ જીવો છે. બધા જીવો ઈશ્વરે જ નિર્માણ કર્યા છે. છતાં પહેલા ત્રણને ભોગ્ય બનાવી દીધા અને બીજા ત્રણને ભોકતા બનાવી દીધા. હવે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉભો થાય છે કે જો ઈશ્વરે જ સઘળા જીવો પેદા કીધા તો માણસ જ શું ઈશ્વરનું સારું કર્યું કે તેને તેણે સર્વશ્રેષ્ઠ કર્યો? અમૂક જીવોને ભોકતા કર્યા અને અમૂક જીવોને ભોગ્ય કર્યા. આ ઉપરથી જણાય છે કે જગતને પેદા કરનારા ઇશ્વરને આપણે પક્ષપાત વિનાનો પણ નથી માની શકતા. ફળદાતા કોણ કર્મ કે ઈશ્વર ?
હવે કર્મનો સિદ્ધાંત તપાસી જોઇએ. આત્મા કર્મનું ફળ ભોગવે છે તે ફળ ઈશ્વર આપે છે કે કર્મમાં જ ફળ આપવાની કોઈ શક્તિ રહેલી છે ? જગતના સઘળા ન્યાયાધીશો શિક્ષા કરનારા અને તે ભોગવાવનારા જ હોય છે. એ હિસાબે જગતમાં આત્માને અંગે પણ જે અધમ કાર્યો કરનારા છે તેને અંગે શિક્ષા દેવી અને તે ભોગવવી એને માટે કોઈ વ્યક્તિ જરૂર હોવી જ જોઇએ. વારું જગતમાં ન્યાય આપવો એને ઈશ્વરી કાર્ય માનવામાં આવે છે અને જો એ ઇશ્વરી કામ જ છે, તો પછી ન્યાય આપનારા અને તેનું પાલન કરનારા રાજા, પ્રધાનો, ન્યાયાધીશો એમણે શા માટે સંન્યાસ લેવો જોઈએ? કિંવા તેમણે શા માટે નીતિમય જીવન પણ ગાળવું જોઈએ? ગુન્હાની બાબતમાં જગતમાં સજા ભોગવાવી એ ઈશ્વરી કામ માનીએ, પરંતુ ઘણી વખત આપણે પ્રત્યક્ષ જગતમાં જોઈએ છીએ કે બિનગુનેગાર માર્યો જાય છે અને ગુન્હેગાર છૂટી જાય છે ! તો આ અન્યાય મટાડવાની ઈશ્વરની ફરજ ખરી કે નહિ ? એ વખતે ઇશ્વર ક્યાં સૂઈ જાય છે ? વારું; મનુષ્ય ગુન્હો કરે બીજાનું ખૂન કરે કિવા એવા જ કાર્યો કરે તો તેને એ કાર્યોને અંગે સજાનો નિયમ છે પરંતુ જંગલમાં પશુઓનું શું ? મહાસાગરમાં રહેતા માછલાઓનું શું ? એક પશુ બીજાને મારી નાંખે છે. એક માછલું બીજા માછલાને મારી નાંખે છે. ત્યારે શું ઈશ્વરના ન્યાયી રાજમાં આ સઘળા જીવોને અન્યાય કરવાનો ઇજારો મળેલો છે ? ૧ ખૂનનો બદલો ફાંસી તો ૧૦૦ ખૂનનો બદલો શું ?
જગતના વ્યવહારોમાં સંસારની રાજસત્તાઓ જે રાજાઓ કરે છે તે તેમના રાજ્યની રક્ષા