________________
૫૦૧
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ જે ધર્મ છે તે જ ધર્મ છે. એવા ધર્મનું જે નિરૂપણ કરે છે તેમને જ આપણે સાચા દેવ અને સારા ગુરુ માની શકીએ છીએ. દેવોને શા માટે ભજવા જોઈએ ?
જો ધર્મ વસ્તુને આપણે દેવોના પ્રસંગમાંથી ઉડાવી દીધી હોય તો પછી એ દેવને દેવ માનવાનું આપણને માટે કશું પણ કારણ રહેવા પામતું નથી. જેને તમે દેવ માનો છો તે જીવો ઉપર ઉપકાર શો કરે છે તે સમજો. તેઓ ધર્મનું નિરૂપણ કરે છે, એ તેમનો ઉપકાર છે. પણ જો ધર્મ વસ્તુને જ ઉડાવી દો તો પછી દેવને થવાની કશી જરૂર જ રહેતી નથી. તેમની પાસે આપણે કશું સાંભળવાનું પણ રહેતું નથી અને તેમને કશું કહેવાનું પણ રહેતું જ નથી. જૈનેતરદર્શનના જેઓ અનુયાયીઓ છે. તેઓ દેવોને માનતા હતા, પરંતુ તેમનું દેવનું માનવું એ દૂચવી-સાંસારીક પદાર્થોને અંગેનું છે. દેવે આપણને જન્મ આપ્યો, અન્નવસ્ત્રાદિ આપ્યા, રહેવાને પૃથ્વી આપી, ઇત્યાદિ કારણોએ જૈનેતરો દેવનું અસ્તિત્વ અને તેનું વર્ચસ્વ માન્ય રાખે છે. મહાદેવ અને ભસ્માસુર.
દેવોનું અસ્તિત્વ સાંસારીક પદાર્થોને અંગે માનવું એ વાત તાત્વિક દ્રષ્ટિએ ટકી શકે એવી નથી. જેઓ દેવનું અસ્તિત્વ માન્ય રાખે છે તેને દેવે જન્મ આપ્યો એ વાત ભલે તેઓ કબૂલ રાખે, પરંતુ જે દેવનું અસ્તિત્વ માન્ય રાખતો નથી તેને જન્મ કોણે આપ્યો ? આ પ્રશ્ન, દેવોનું અસ્તિત્વ દુન્યવી પદાર્થોને અંગે માનનારાને ગૂંચવી નાખે છે, વળી મહાદેવ જેવા અજ્ઞાનીને દેવ માનવો તે પણ કેટલી વિચિત્ર વાત છે ! ભસ્માસુરની પુરાણોમાં જે કથા છે, તેનો સારાંશ નીચે પ્રમાણેનો છે. એક અસુર તપશ્ચર્યા કરતો હતો. પરંતુ આ તપશ્ચર્યા તરફ મહાદેવનું લક્ષ સરખું પણ હતું નહિ છેવટે પાર્વતીએ મહાદેવને કહ્યું કે; “હે પતિ ! એ જે માંગે છે તે આપીને એની આશા પૂરી કરો !” આરંભમાં તો પાર્વતીને મહાદેવે ના કહી અને જણાવ્યું કે એ વરદાનવાળો થાય તેના કરતા વરદાન વિનાનો સારો છે. પણ પાર્વતીએ ઘણો આગ્રહ કર્યો, ત્યારે વરદાન આપવાનું વિચારે મહાદેવ, પાર્વતિને લઈને તે અસુર પાસે ગયો. અસુર પાર્વતીના સૌંદર્યથી મોહ પામ્યો, તેણે વિચાર કર્યો કે કોઇપણ ઉપાયે મહાદેવનો સંહાર કરી નાંખવો જોઈએ કે જેથી તેની પત્ની પાર્વતીને હું લઈ શકું. આ વિચારે તે અસુરે મહાદેવ પાસે વરદાન માગ્યું કે મને એવું કંકણ આપો કે તે જેના શીર ઉપર મૂકું તે બળી જાય ! મહાદેવે આ વરદાન માંગતાં જ તે આપી દીધું ! તે અસુરને જેવું વરદાન મળ્યું કે તરત જ તે એ કંકણ મહાદેવના શીર ઉપર જ મૂકવાને માટે દોડ્યો ! પાર્વતી ભય પામીને આગળ નાઠી, મહાદેવ તેની પાછળ નાઠો અને ભસ્માસુર તેની પાછળ ગયો ! આ રીતે તેઓ બ્રહ્મા પાસે ગયા ! આખરે બ્રહ્માએ તે અસુરનો હાથ બાળી નાંખ્યો એટલે તે અસુર રાખનો ઢગલો બનીને નીચે પડ્યો. આ કારણથી તે અસુર ભસ્માસુર કહેવાયો. “મહાદેવ” ને ભવિષ્યકાળનું જ્ઞાન ન હતું.
આ ઉપરથી જણાય છે કે મહાદેવને ભવિષ્યકાળનું જ્ઞાન ન હતું. હવે વિચારો કે જો