________________
૫૦૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના. જ દેવ, ગુરુ અને ધર્મ અને તેની ઉપયોગિતા. આ
શું ઈશ્વર નામની કોઇ વ્યક્તિએ આ સંસાર રચ્યો છે ?-મહાદેવ જો દેવ હોય, તો તે પોતાના શત્રુને ન ઓળખી શકે? બાળકોને સજા કરવાનું ઇશ્વરને માટે યોગ્ય છે કે?બાળકોને જો ઈશ્વર માંદા પાડતો હોય તો તેને દયાળુ માનશો કે ઘાતકી ? શીખવી ન શકે તે શિક્ષક નથી-ગાળોનો જવાબ આપનારો ડાહ્યો પણ ડાહ્યો જ નથી જ-કર્મ પોતાની મેળે ફળ આપે છે, ઈશ્વર ફળ આપતો નથી.-કર્મ પ્રમાણે જ આત્માની ગતિ થાય છે.-દેવ અને ગુરુ, ધર્મ દર્શાવે છે માટે જ તે ઉપાય છે - જગતને પાપનો ભય છે કે સાપનો ?-જે મનુષ્ય છે તેને સાપનો ભય ન જ હોઈ શકે, તેને તો પાપનો જ ભય હોય !-કોડી અને કોટી બંન્નેના માલિકને બંન્ને ચીજો ત્યાગવી જ પડે છે.-કંચન, કુટુંબ, કામિની અને કાયા એ ચાર સંસારના સ્થંભ છે.-નાશવંત જગતથી આત્મા જેટલો દૂર તેટલો તે મોક્ષની પાસે.-ફળનો મોહ તજો, પણ સ્વરૂપને જરૂર ઓળખો!સદગુરૂ કોણ? - શા) સ્ત્રાકાર મહારાજાઓ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ આપતા જણાવી ગયા છે
£ કે આ સંસારમાં દૂર્ગતિને રોકનારી અને સદગતિને આપનારી એકજ ચીજ છે કે જે
ચીજને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ સિવાય બીજી કોઇપણ ચીજ દૂર્ગતિને રોકી શકતી નથી, અને ધર્મ સિવાય કોઈને સદ્ગતિની પણ પ્રાપ્તિ થતી નથી. દેવ અને ગુરૂ એ જીવો ઉપર ઉપકાર કરનાર માનીએ છીએ. તેને પણ એટલા જ માટે
માનીએ છીએ કે તેઓ ધર્મનું નિરૂપણ કરે છે અને એ ધર્મ તે પણ મોક્ષ આપનારો શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભુષણ આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજી મહારાજાશ્રીએ સુરત ખાતે આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક, શાસ્ત્રિયતા પરિપૂર્ણ અને આત્મશક્તિ સંવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.
તંત્રી, શ્રી સિદ્ધચક્ર.