________________
૪૯૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ મધુરતા છે કે જ્યારે એક વખતના કટ્ટા શત્રુઓ કટ્ટર પ્રતિસ્પધીઓ અને એક બીજાના લોહીના તરસ્યાઓ પણ એ દિવસે જુના દ્વેષ અને વૈર ભૂલી જઈ પરસ્પર બંધુભાવથી ભેટી શકે છે અને પરમ બંધુત્વનો સાક્ષાત્કાર કરાવે છે.
પરંતુ એ ક્ષમાવાચ્છનાનો વિધિ “સાલ મુબારક” જેવો જન થઈ રહે અને તેવું જ સ્વરૂપ ન પામે તે આપણે જોવાનું છે. વર્ષ બદલાય છે અને નવા વર્ષનો આરંભ થાય છે ત્યારે આપણે પરસ્પર એક બીજાને “સાલ મુબારક” કહીએ છીએ, પણ એ વચનો માત્ર સામાન્ય છે. એ વચનોને ઉચ્ચારતાં આપણા હૈયામાં ભાગ્યે જ કોઈપણ અસર થાય છે. માત્ર પોપટની માફક આ શબ્દો પણ ઉચ્ચારાય છે. પરસ્પર ક્ષમા માગવાના વિધિને પણ આપણે “સાલ મુબારક” ન બનાવવા માગતા હોઈએ, તો તેનો એકજ માર્ગ છે. આપણે પરસ્પર જે ક્ષમા માગીએ છીએ તેને માત્ર મુખના શબ્દો ન બનાવતા એ વિધિને હૈયામાં ઉતારવી જોઈએ. પરસ્પરની ક્ષમા માગતી વખતે આત્મામાં ખરેખરો એ ભાવનાનો આવિર્ભાવ થવો જોઈએ અને એટલો સમય તો આત્મા જરૂર કાચ જેવો નિર્મળ બનવો જોઈએ. જો એમ થાય તો જ એ વિધિનું સાર્થક હોઈ; તે કક્ષાએ પહોંચવાનો આપણો ન હોવો જ જોઈએ
અમે પણ આ પાક્ષિકદ્વારા ગ્રાહકોની જે સેવા કરીએ છીએ તેમાં જે કાંઈ ત્રુટી કેિવા દોષ રહી ગયો હોય તેની અમારા વાંચકો ગ્રાહકો પાસે મૂક્તકંઠે ક્ષમા માગી, અહીં વિરમીએ છીએ.
*
*
*