________________
ખિ
છે
શ્રી સિદ્ધચક્ર. (પાક્ષિક) ઉદેશ
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वनं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ:- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, '
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૨૨ મો
મુંબઈ, તા. ૨૧-૮-૩૩, સોમવાર
શ્રાવણ વદ ૦))
|
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
કલ્યાણકારી ક્ષમા.
સ) મસ્ત સંસારીઓ અનાદિકાળથી દુઃખ, શોક, સંતાપ વગેરેમાં ડુબેલા હતા. અનેક
આધિ વ્યાધિ અને ઉપાધિ આત્માને અકળાવી રહી હતી. નાનાવિધ રોગો મનુષ્યોને
ભયંકર પીડા આપી રહ્યા હતા. દેશમાં સર્વસ્થળે ધર્મને નામે અંધકાર પ્રવર્તેલો હતો. ' યજ્ઞો અને પશુઓના બલિદાનથી જ સર્વકાંઈ મેળવવાની આશાએ એવા પાતકી અને
ઘાતકી કાર્યો થઈ રહ્યાં હતાં. બિચારા એ નિર્દોષ પશુઓના સંકટના ચિત્કારો કાન ફાડી નાખે એવી રીતે વાતાવરણમાં ગાજતા હતા, પરંતુ તેને કોઈ સાંભળી શકનાર મળતું નહિ, જે એ ચીસો સાંભળી શકતું, તેને હૃદય નહોતું અને તેથી એ નિરપરાધી પ્રાણીઓની દયા ખાનારું આ સમસ્ત સંસારમાં કોઈ જ નહોતું.
• ભગવાન મહાવીરે આવા કારમાં યુગમાં પવિત્ર ભારત વર્ષની ભૂમિ ઉપર ઊભા રહીને અહિંસાની મોરલી બજાવી હતી. “સંસાર દુઃખથી ભરેલો છે અને કાયા એ તો