________________
ક્ષમાયાચના.
-ગઝલ
(૧) જગત વ્યવહારને માટે પરસ્પર પાપ મેં કીધાં ! મીઠા વચનો રૂપી વિષને હશે અમૃત ગણી પીધાં ! કઠણ હૈયા ન પાપોના પ્રલાપોથી હશે બધાં ! ન દિલડાં ધર્મને રસ્તે કદી ચાલ્યા હશે સીધા !
ગણીને અન્યને શત્રુ ઉંડા કે વેર પાળેલાં ! અને અંતર બનાવેલા સદાએ સ્વાર્થમાં ઘેલાં ! અનીતિ લોભ લાલચના જીવનભરના થયા ચેલા ! કષાયોની કમાણીથી હશે મનડાં કીધાં મેલાં !
(૩) નીતિ કે ધર્મ સેવાનો ન દીઠો માર્ગ મેં સસ્તો ! વળ્યો હું મોહને પંથે ન ભાળ્યો સત્યનો રસ્તો ! કઠણ વચનો કહી જગને સદા સુખથી રહ્યો હસ્તો ! પ્રપંચે પ્રાણ પાથરતો ન પાપોથી કદી ખસ્તો !
હવે આજે બધા એ પાપથી હું ખૂબ પસ્તાઉં ! અને તેથી સકળ જગની ખરેખર ! હું ક્ષમા ચાહું ! “ક્ષમા ચાહું” કહી સહુને ખરા દિલથી પુનિત થાઉં ! વળી જૈનત્વની જગને મહત્તા એમ દર્શાઉં ! !
અશોક.