________________
૪૯૨ શ્રી સિદ્ધચક્ર
તા.પ-૮-૩૩ તેમાં સાચું સુખ ગણો છો પરંતુ તમે જાણતા હશો કે તેમાંએ સાચાં સુખો રહેલા નથી. ઋતુઓના એ ફેરફારો આનંદ આપે છે પરંતુ એ પરિવર્તનોમાં જ્યારે અતિરેક થાય છે, ત્યારે એ ફેરફારો જ વિવિધ જાતીના રોગો અને દુઃખો ઉપજાવે છે; તે જ પ્રમાણે ભોગવિલાસો ભોગવતી વખતે તે પરમ શાંતિ આપનારા જણાય છે પણ એ જ ભોગવિલાસને પરિણામે કાયા કથળી જઈ તે રોગોને માટે દશે દરવાજા ખુલ્લા કરે છે. તો પછી તમે ખાવુંપીવું, ભોગવિલાસ અને સ્તુવિહારને સાચા સુખો કેવી રીતે કહી શકો વારું? આ બધા ઉપરથી મારે તો એક જ અનુમાન ઉપર આવવું પડે છે કે જે સુખો શરીર વડે ભોગવાય છે તે સુખો છેવટે દુઃખો આપનારા છે અને તેથી જ એવા સુખોનો ત્યાગ કરવો એ જ વધારે યોગ્ય છે !” .
“તમારી દલીલ એવી સુંદર છે કે તેને હું શબ્દો વડે તોડી શકતી નથી કિવા તેનો કશો પ્રતિ ઉત્તર પણ આપી શકતી નથી ! પરંતુ તે જ પ્રમાણે મારું હૃદય પણ તમારી વાતને કબુલ રાખતું નથી ” મારે તો માત્ર એટલી જ વાત જોઇએ છે કે કોઈપણ પ્રકારે મહારાજાશ્રી મારી પુત્રીઓને સાધ્વી કરી દે છે તે ન થવું જોઈએ અને મારી આંખોને ઠારનારી મારી એ સુકોમળ દુહિતાઓ મારી દૃષ્ટિની આગળને આગળને જ રહેવી જોઈએ ! બોલો ! મારી આ વસ્તુ સિદ્ધ થઈ શકે એવો તમારી પાસે ઉપાય છે ?”
જો તમારી ઈચ્છા તમારી પુત્રીઓને તમારી નજર આગળ જ રાખવાની હોય તો તેનો માર્ગ તો સઉથી સરળ છે. તમારી સુદુહિતાઓ આત્માની અમરતાની સાધના માટે શ્રીમતિ ભાગવતિ દીક્ષાને અંગીકારે છે તે જ પ્રમાણે તમારે પણ તે પરમ કલ્યાણકારિણી શ્રીમતી દીક્ષાનો અંગીકાર કરવો જોઇએ. જો તમે એમ કરશો તો તેથી તમારી પુત્રીઓ તમારી આંખો આગળ રહી શકશે. સત્યજ્ઞાનની પ્રાપ્તિ થયા વિનાનો માણસ તમારી માંગણી પુરી કરવાનો જે કોઈ માર્ગ દર્શાવી શકે તેવો આ માર્ગ મેં તમોને દર્શાવ્યો છે. “પ્રધાને ઉત્તર આપ્યો.” પ્રધાનનો ઉત્તર સાંભળીને તે રાજપત્નીના મુખ પર ક્રોધ અને ઉપહાસ બંનેની મિશ્ર છાયા જણાવા લાગી અને તે બંન્ને લાગણીનો ભાવ મુખ પર પ્રદર્ષિત કરતાં તેમણે કહ્યું: “વાહ તમોએ મને જે માર્ગ સુચવ્યો છે તે માટે ખરેખર તમારો ભારે આભાર માનીશ ! કાંટાને કાંટા વડે કાઢવાનો તમારો આ માર્ગ બેશક તમારા જેવા બુદ્ધિમાનોને રૂચે એવો હશે, પરંતુ તેમને રૂચે એવો તો નથી જ !”
“તો પછી તમે એ સંબંધમાં મારી પાસે શો માર્ગ લેવડાવવા માંગો છો તે કહો ! જો તમારો માર્ગ વાસ્તવિક હશે તો હું તેનું અવલંબન કરવાની પણ ના પાડવાનો નથી!”
અમાત્યજી ! હું તમારી પાસે જે માર્ગ લેવડાવવા માંગું છું તે માર્ગ તો એટલો જ છે કે તમારે કોઈપણ પ્રકારે મહારાજને સમજાવવા અને તેમને સમજાવીને તમારે મારી પુત્રીઓને દીક્ષાનો સ્વીકારી કરવો દેવો નહિ જો તમે આટલું કાર્ય કરવાનું માથે લેશો અને તેમાં તમોને સફળતા મળશે તો હું તમારો એ ઉપકાર ભૂલીશ નહિ અને તમે જે કોઈ ધર્મમા એનો જે બદલો વાળવાનો કહેશો તે બદલો વાળી આપીશ.”
“મહારાણીજી ! મને ક્ષમા કરશો, કારણ કે આ કાર્ય મારી શક્તિની બહારનું છે. તમો જાણો છો કે હું મહારાજ શ્રી કૃષ્ણચંદ્રજીના સામાજીક કાર્યોમાં કાંઇપણ હાથ ઘાલતો નથી ! તેમનું