________________
૪૯૩
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ રાજકીય કાર્ય જ હું સંભાળું છું અને તેમના દરેક હુકમોનું પાલન કરું છું તો પછી આ વિષય કે જે મારી કક્ષાની તદન બહારનો વિષય છે અને જેમાં હુ તદન અજ્ઞાન છું તેમાં હું મારી ડખલગીરી શી રીતે કરી શકું? વળી બીજી એક મહત્વની વાત તો એ છે કે મહારાજશ્રીને તમારી પુત્રીઓને દીક્ષા આપવાથી સૂચના પણ મેં કરી નથી, એટલે એ સંબંધમાં મારે વિરોધ કરવો એ પણ સર્વથા અનુચિત છે !
અમાત્યના આ વચનો સાંભળીને રાજરાણીને ભારે ખેદ અને શોક થયો, તેમજ તેમના સમગ્ર શરીરમાં ક્રોધનો અગ્નિ અવિરતપણે વ્યાપી ગયો. શરીરનું ક્ષોણિત જાણે મુખ પર તૂટી આવતું હોય તેમ મુખ રક્તરંગ ધારણ કરતું જણાયું અને એ ઉદ્વેગમાં જ તેમણે અમાત્યને ઉદેશીને કહ્યું; “જાઓ અમાત્યજી ! જો, એમજ હોય; અને મારી આટલી આજ્ઞા પણ તમારે માન્ય રાખવી ન હોય, તો ફરીથી તમે તમારું મુખ પણ મને બતાવશો નહિ, તમો મારા નોકર છો, મારા પતિના લુણથી તમારો અને તમારા પરિવારનો પિંડ પોષાય છે છતાં તમો તેની પણ દરકાર કર્યા વિના મારી આજ્ઞાનું આ રીતે ઉલ્લઘંન કરો છો એ ખરેખર શરમ ભરેલું છે !
રાજ-અમાત્યે મહારાણીના આ શબ્દો શાંત ચિત્તે સાંભળી લીધા, રાજરાણીએ ધાર્યું હતું કે મારા આ કઠણ શબ્દો અમાત્યના અંતરમાં ઉગ ઉપજાવશે અને તે જરૂર મારો તિરસ્કાર પણ કરશે, પરંતુ તેણે જોયું કે તે જે ધારતી હતી તેમાંનું કશું પણ ત્યાં થયું નહિ માત્ર પ્રધાને કેવળ શાંત ચિત્તે પ્રશ્ન કર્યો, “ત્યારે હવે મને જવાની આજ્ઞા છે !”
“હા !” એક તુચ્છના અવાજ સંભળાયો અને તરત જ રાજસચીવ શ્રીકૃષ્ણચંદ્રના રાજમહાલયનો ત્યાગ કરીને ત્યાંથી સ્વભુવન પ્રત્યે ચાલતો થયો.
- પ્રધાનની ગર્વિષ્ઠ અને મક્કમ ચાલ રાજરાણી જોઈ રહી, તેનું આ વર્તન તેને ઉદ્ધત જણાયું, અને તે એ ઉધ્ધતાઈ ઉપર ક્રોધનો વરસાદ વરસાવવા લાગી.
(અપૂર્ણ)