________________
•
•
• •
૪૯૧ શ્રી સિદ્ધચક્ર -
તા.૫-૮-૩૩ નથી, પરંતુ પુત્રીઓની પણ તે જ માર્ગે વળવાની ઈચ્છા હોય છે અને તેને મહારાજ માત્ર પ્રોત્સાહન આપે છે, તો પછી એ કાર્યને માટે મહારાજાને પણ આપણે શો દોષ દઈ શકીએ? વળી તમે જે જીવનને સંકટમય જીવન કહો છો તે જીવન પણ ખરેખર તેવું જ છે એનો આપની પાસે શો પુરાવો છે ? આ સઘળી સ્થિતિમાં મને લાગે છે કે મહારાજા જે માર્ગ આપની પુત્રીઓના સંબંધમાં લઈ રહ્યા છે તે જ યોગ્ય હોઈ તેમાં પ્રતિકાર કરવાની ચેષ્ટા કરવી એ આપની જ દુહિતાઓના સુખ-સૌભાગ્યનો નાશ કરવા બરાબર છે.”
“વત્સ ! તમે મારી જેમ બુદ્ધિમાન અબળા કહીને પ્રશંસા કરો છો, તે જ પ્રમાણે હું પણ એમ કહી શકું છું કે તમે પણ મારાથી બુદ્ધિમાં કાંઈ ઊતરતા નથી. મહારાજાના સઘળા કાર્યનો મહાન બોજો તમારે શીરે છે, છતાં તમે તે નિરપવાદ રીતે નિભાવો છો; તમારા રાજ્યવહીવટે જનતા સુખી થવા પામી છે અને મહારાજાના રાજ્યને સુરાજ્ય એવું સાચું નામ તમે અપાવી શક્યા છો તો હું તમારી એ બુદ્ધિને જ પૂછું છું કે શું મારી પુત્રીઓને સંસારના સાચા સુખો ભોગવવાના પડતા રાખીને દીક્ષાની દુઃખદાયક અંધકાર કંદરામાં ગબડાવી દેવી એ ઉચિત છે ?” તે રમણીયે પ્રશ્ન કર્યો.
દેવી ! આપ બુદ્ધિસમ્પન્ન અને પૂણ્યશીલા છો તેમ તમારી બુદ્ધિ ધર્મકાર્યમાં પણ હંમેશ યુક્ત રહે છે; તે છતાં તમોને આવા વિચારો કેમ આવવા પામે છે તે હું સમજી શકતો નથી ! તમે સંસારના સુખોને સાચા સુખો માનો છો અને દીક્ષાને અંધકાર કંદરાની ઉપમા આપો છો એથી મને લાગે છે કે તમારી બુદ્ધિમાં કાંઈ પણ ભ્રમ ઉત્પન્ન થવા પામ્યો છે અને તેને લીધે જ તમે દીક્ષા જેવી પતિતપાવન વસ્તુ ઉપર અસત્ય આક્ષેપો કરો છો. પણ મારો તમોને એકજ પ્રશ્ન છે કે તમો જે સુખોને સાચા સુખોની ઉપમા આપો છો તે સુખો ખરેખર જ સાચા છે એની તમોને શાથી ખાતરી થવા પામી છે, તે જો આપ શ્રીમતિ મને જણાવવાની કૃપા કરશો તો તમારો મારા ઉપર ખરેખર મહાન ઉપકાર થવા પામ્યો છે એમ હું માનીશ !” મહારાજ શ્રીકૃષ્ણચંદ્રજીના પ્રધાને મહારાણીના હૃદય ઉપર અસર કરનારા ખરેખરા શબ્દો તેમને સંભળાવી દીધા.
પ્રધાનજી ! જે વસ્તુ પ્રત્યક્ષ આપણો આત્મા ઓળખી શકે છે, તે વસ્તુની ઓળખાણ માટે પારકાની આશા રાખવી એ ખરેખર શોચનીય છે. ખાવામાં પીવામાં, ઋતુઓના ફેરફારોનો ઉપભોગ કરવામાં અને ભોગવિલાસોમાં આત્માને જે અત્યંત આનંદની પ્રાપ્તિ થાય છે તે આનંદ આપણે સઘળા ભોગવીએ છીએ અને એ આનંદની મજા માણીએ છીએ તો પછી એ આનંદ અને એ સુખો સાચા છે. એમ માનવામાં શો વાંધો આવે છે, તે હું સમજી શકતી નથી ?”
માતાજી ! આપની આ દલીલ, જરા વધારે વિચાર કરશો તો તમોને પોતાને જ ખોટી માલમ પડી આવ્યા વિના રહેવાની નથી, તમો જાણો છો કે જે વસ્તુમાં મીઠાશનો સ્વાદ છે તે વસ્તુમાં કડવાશ કદી પણ જન્મ પામી શકતી નથી, એ જ પ્રમાણે તમે જે સુખો જણાવો છો તે સુખો જો સાચાં સુખો જ હોય, તો પછી એ સુખોને પરિણામે દુઃખોની ઉત્પતિ કદી પણ સંભવી શકતી નથી. તમે ખાવાપીવામાં સાચું સુખ જણાવો છો, પરંતુ એ જ ખાવાપીવાને પરિણામે અનેક રોગો ઉત્પન્ન થાય છે અને એ રોગો ભારે દુઃખો આપે છે. ઋતુઓના ફેરફારો ઉપભોગવામાં જ તમે આનંદ માનો છો અને