________________
૪૯૦.
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ સંપતિની સ્વામિની છે, તેની સુંદર કાંતિ, સુંદર કાંતિને પણ જીતી જાય એવી મુખ ઉપર પથરાયેલી ખાનદાનીની પ્રતિભા અને એ પ્રતિભાને પણ ઝાંખી પાડે એવું તેનું સુસભ્ય વર્તન એ તે મહિલાની વિશિષ્ટતા છે. આટલી સામગ્રી-આટલો વૈભવ અને આટલું સુખ હોવા છતાં એમ લાગે છે કે તેના મુખ ઉપર કોઈક અજ્ઞાત કારણથી ઉદાસીનતા છવાયેલી છે. તેની આંખોનો સુંદર ભૂરો રંગ ઝાંખો બની ગયો છે અને તેમાં જાણે અશ્રુબિંદુઓ ઠરી ગયા હોય એમ માલમ પડે છે. જરાવાર, તે રમણીયાને આ સ્થિતિમાં બેસી રહી. તત્પશ્ચાત તેણે તરત જ ઊઠીને પોતાની દાસીને આજ્ઞા કરી, દાસી ! જા; અને તું કાલે જેને બોલાવી લાવી હતી તેને ફરી અહીં બોલાવી લાવ !”
આજ્ઞા !” દાસીએ ધીમે સાદે ઉત્તર આપ્યો અને તે તરત જ ત્યાંથી ચાલતી થઈ.
દાસીના ગયા પછી અહીં તે મહિલાની વ્યગ્રતામાં વધારે વધારે ઉગ્રતા ઉમેરાતી જતી હતી. તેનું હૈયું ઘડકતું હતું અને તે જાણે કોઈ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી હોય-કાઢવા પ્રયત્ન કરતી હોય તેમ માલમ પડતું હતું. થોડીવારમાં તે રંગભુવનમાં કોઇનો પગરવ થતો હોય તેમ જણાયું અને તરત જ એક ભવ્ય અને પ્રતિભાસંપન્ન પુરુષ ત્યાં આવીને ઉભો રહ્યો. રાજધર્મને અનુસરીને તેણે પેલી વિચારશીલા વનિતાને પ્રણામ કર્યા અને પછી તેની આજ્ઞાની જાણે રાહ જોતો હોય તેમ ઉભો રહ્યો.
બેસો મહાનુભાવ! આ આસને બિરાજો !” એક સુંદર વસ્ત્રોથી વિભુષિત થયેલા આસન તરફ હાથ બતાવીને તે રમણીયે પેલા પુરુષને સૂચના કરી.
માતાજીની શું આજ્ઞા છે !” તે પુરૂષે બેસતાં બેસતાં સામો પ્રશ્ન કર્યો. તેના એ પ્રશ્નમાં વિનય અને મર્યાદા તરવરી રહ્યાં હતાં અને તેના શબ્દ શબ્દમાંથી સભ્યતાની જાણે સરિતા વહેતી હતી.
મહાશય ! તમે મહારાજાનું વર્તન તો જોયું છે. તમે જાણો છો કે વર્તન મને પસંદ નથી. એટલું જ નહિ પણ તેથી મારા હૃદયમાં ભારે આઘાત થાય છે. એટલા જ કારણથી મેં તમોને ગઈ કાલે એવી આજ્ઞા કરી હતી કે તમે ગમે તે પ્રકારે મહારાજાને સમજાવો અને તેમનું એ વર્તન ફરી જાય એમ કરો, આ મારી આજ્ઞાનું તમે શા માટે હજી સુધી પાલન ન કર્યું વારૂ !” તે વનિતાએ પ્રશ્ન કર્યો.
માતાજી! તમારી આજ્ઞા થયા પછીએ આજ્ઞાની યોગ્યા યોગ્યતા ઉપર ગઈ કાલની આખી રાત મેં વિચારણા ચલાવી છે અને તેથી મને લાગે છે કે તમારી પુત્રીઓના સંબંધમાં મહારાજાશ્રી જે વર્તન ચલાવે છે તેનું કોઇપણ પ્રકારે નિવારણ કરવાની અર્થાત્ એ વર્તન ટાળવાની આવશ્યકતા નથી!”
“તો શું તમે એમ કહેવા માંગો છો કે મારે છતી પુત્રીઓએ પુત્રી વિનાના થવું, અને રાજકુળમાં ઉછરેલી, પુષ્પનો ભાર સહન કરવાને પણ અશક્ય અને સુરપુત્રીઓ જેવી મારી છોકરીઓને મારે સંકટમય જીવનમાં સરવા દેવી અને તેમની જીંદગીનો આ રીતે અંત થવા દેવો !”
માતાજી ! મારા કરતા બુદ્ધિમતામાં આપ શ્રેષ્ઠ છો અને તમારી એ બુદ્ધિને માટે મને ખરેખર ભારે માન છે, પરંતુ આ સંબંધમાં મારે શોકસહિત જણાવવું પડે છે કે તમારી ધારણા અહીં યુક્ત નથી. આપની સુહિતાઓને મહારાજ જે માર્ગે પ્રેરે છે, તે માર્ગ મહારાજા બળાત્કારે લેવડાવતા