SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ શ્રી સિદ્ધચક્ર તા.૫-૮-૩૩ તો દત્તકપણામાં બેશક અહિત જ થાય છે. પચાસ લાખની પિતાની મિલકત હોય એવા કુટુંબનો છોકરો દત્તક તરીકે જાય અને ત્યાં મિલકત ઓછી હોય તો તે સગીરનું નુકસાન જ છે, જ્યારે સાધુપણામાં તેવું કાંઈ નથી. પ્રશ્ન ૪૯૬- પણ આવા કોઈ દાખલાઓ તમો આપી શકશો ? વળી, બાળકને સાધુ બનાવવામાં વાલીની પરવાનગી યોગ્ય છે ? સમાધાન હા, ભાઈનો વંશ વગેરે રાખવા ખાતર આવા દાખલાઓ મારવાડ મેવાડાદિ દેશોમાં ઘણા બને છે. ગુજરાતમાં તેવા દાખલા નથી બનતા એટલે તમને અહીં નવાઈ લાગતી હશે. દત્તક એ સંસારી વિધાન છે, તે છતાં દત્તક ગયેલાને સઘળા હક્કો છોડવા પડે છે, નામ બદલાઈ જાય છે; એટલું જ નહિ પણ ખરા બાપને ત્યાં લાખોની મિલ્કત - હોય અને પોતે જે ગૃહસ્થને ત્યાં દત્તક ગયો હોય ત્યાં કદાચ દરિદ્રતા આવી હોય, તો પણ એ દરિદ્રતા સહન કરવી પડે છે અને તેનો પિતાની મિલકતમાં કાંઈ જ હક પહોંચતો નથી. આ રીતે અસહ્ય નુકસાન થાય છે. એ ભોગવવું પડે છે સગીરને, પણ ઈચ્છા તેમાં એ વાલીની જ! હવે સાધુપણાની વાત કરો. પાપનો પ્રતિકાર કરવાનો હક દરેકને છે. જે માણસ ચોરી, લૂંટ, ધાડથી પોતાનો બચાવ ન કરી શકે. તે માણસ બીજાનો બચાવ ન જ કરી શકે. જીવ દુઃખ ક્યારે ભોગવે છે ? સમય આવે ત્યારે, બાળકને સુખદુઃખના જ્ઞાનની પૂરી સમજ નથી છતાં એની અસર તેના ઉપર થયેલી ' સ્પષ્ટ દેખાય છે. એને કોઈ ટાંકણી ઘોંચે તો એ રડે છે. શાંતીમાં હોય તો રમે છે. સ્પષ્ટ આ ઉપરથી એક વાત એ સાબીત થાય છે કે બાળક સુખદુઃખનો હલ્લો સમજી ન શકતો હોય તો પણ તે દુઃખની અસર પામી રડે છે. એ રડવા રમવામાં એ ફેર છે. ટાંકણી ઘોંચાય ત્યારે, ભૂખ લાગે ત્યારે, કોઈ ચીજ ન મળે ત્યારે કે મંકોડો કરડે ત્યારે બાળક રડે છે; પણ એ દરેક રડવામાં ફેર છે એટલેજ સાબિત થાય છે કે બાળકમાં પણ તીવ્ર-મંદ-દુઃખની લાગણી છે અને તે જન્મથી જ બેઠેલી છે. પછી ભલે તે બાળક એ સુખ દુઃખના ફાયદા ગેરફાયદા ન સમજતો હોય ! કોણે દુઃખ ઉત્પન્ન કર્યું તે ભલે એ બાળક ન જાણતો હોય. તો પણ તેને દુઃખની અસર જન્મથીજ થાય છે; અને દુઃખનો હલ્લો પણ જન્મથી જ છે. હવે દુઃખ શાથી આવે છે ? જો તમે આસ્તિક હો તો તે કબુલ કરવું જ પડશે કે જન્મતાં વાર બાળકને જે દુઃખ આવે છે તે પૂર્વ જન્મના કર્મના કારણે આવે છે અર્થાત્ પાપોથી દુઃખ પરિણમે છે. ભલે બાળક કારણ ન જાણતો હોય તો પણ તેને દુઃખ આવે છે તે કર્મના કારણથી જ. તો એ હલ્લાને રોકવો કે દૂર કરવો અને તે કયે સમયે ? સભામાંથી- હરકોઈ સમયે. બરાબર. ગમે તે સમયે એ દુઃખ રોકાય તો રોકવું જ જોઈએ. તે જ પ્રમાણે જેનાથી દુઃખ રોકાય તેણે પણ તે રોકવું જ જોઈએ, પછી ભલે રોકનારને દુઃખનું જ્ઞાન અનુભવથી થયું હોય, સાંભળવાથી થયું હોય કે કોઈના કહેવાથી થયું હોય. પણ તેણે એ દુઃખને
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy