________________
૪૮૮
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ આવતું રોકવું જ જોઇએ એ ખરુંજ. માનો કે તમોને વીંછી કરડ્યો નથી, પણ તમે સાંભળ્યું છે કે વીંછીના ડંખની વેદના જ્વલંત છે. છોકરાને ખબર નથી કે વીંછી કરડે તેનું આવું દુઃખ છે, છતાં પણ તમે છોકરાને કહેશો કેઃ “ભાઈ ! વીંછીથી દૂર રહે.” એ કરડશે તો અગ્નિ બળશે. પછી કોઈ વેળા છોકરો રબ્બરનો વીંછી દેખશે. તો તેથી પણ તે ડરશે જ ડરશે, વીંછી તો ખોટો છે, ત્યારે બાળક ડર્યો કેમ ? જવાબ એ છે કે આત્માની જ લાગણીથી ! અણસમજણો છતાં, એ બાળક વીંછીથી ડર્યો, તેમાં આપણે બાળકના આત્માની જ લાગણી માની છે, તો પછી તે પાપથી ડરે તો એ તે બાળક છતાં તેની આત્માની લાગણીથી જ ડરે છે એમ શા માટે નહિ માનવું? એવી રીતે અયોગ્ય પદાર્થ તરફનો ભય જોઈ બાળક તેનાથી ખસે તો એ ખસવું તેનું પોતાનું માની તેને ખસવા દેવામાં આવે છે, તો પછી યોગ્ય વસ્તુ તરફ બાળક અનુરાગ રાખે તો એ અનુરાગ તેનો પોતાનો નથી એમ માની શા માટે તેને એ વસ્તુની પાસે જતો રોકવો? કીડી જતી હોય તો તમે તમારા નાના બાળકને પણ બહાના બતાવી તેના પર પગ મૂકતો રોકો છો ને? જૈનોના બાળક અઢાર પાપસ્થાનક સમજે છે, તો પછી વીંછીના દ્રષ્ટાંત મુજબ શા માટે તે એ પાપસ્થાનકથી ખસી શકે નહિ? જરૂર ખસી શકે. અને જેમ તમે બાળકને કીડી પર પગ મકતો. તે સમજતો નથી છતાં અટકાવો છો. તો પછી શા માટે તમો તેને પાપસ્થાનક પર જતો તેમ અટકાવી પણ ન શકો? જરૂર અટકાવી શકો છો. પણ સાહેબ ! બધા ખસનારા (પાપથી ખસનારા) આવા સંસ્કારવાળા બાળકો હોય? ૫00 બાળકોમાંથી બધાજ દીક્ષા ન લે એ શું બતાવે છે ? એનો અર્થ એ જ છે કે જેનામાં આવા સંસ્કારો હશે તે જ બાળક દીક્ષા લેશે. ૫૦૦ બાળકોમાંથી જેમ બધા જ બદમાશો ન થાય એ કુદરતી છે, કદાચ થોડા જ તેવા થશે; તે જ પ્રમાણે તેમાંથી થોડાક ધર્માત્મા કે સાધુઓ થાય એ પણ કુદરતી છે. થોડા જ બાળકો દીક્ષા લે છે અને બાકીના નથી લેતા એનો અર્થ જ એ છે કે જેનામાં તેવા સંસ્કારો હોય તે જ દીક્ષા લે, બાકીના નહિ; અર્થાત દીક્ષા લેનારા બાળકમાં તેવા સંસ્કારો છે એ કબુલ કરવું જ પડશે.
સમાધાન
તૈયાર છે. * તૈયાર છે.
તૈયાર છે. પર્વાધિરાજ અષ્ટાલ્વિકા વ્યાખ્યાન.
વિજ્ય લક્ષ્મીજૂરીકૃત
સંશોધક આગમોદ્ધારક મળવાનું ઠેકાણું -શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
લાલબાગ ભુલેશ્વર, મુંબઈ નં. ૪. કિંમત ૦૪-૦].
[પોસ્ટેજ જુદું.