________________
૪૮૬
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ તેથી સોળ વર્ષનો બાળક કહેવાય તેવું કોઈ પણ જગા પર નથી. પ્રશ્ન ૪૯૨- કયા શાસ્ત્રમાં આ પ્રમાણે છે તેનું પ્રમાણ આપી શકો ખરા કે ? સમાધાન- શા માટે નહિ? આચારાંગ સૂત્ર પૃષ્ટ ૨૧૩ (અહીં આચાર્ય મહારાજે પુસ્તકનો પાઠ
કાઢી અર્થ સમજાવ્યો હતો) આ પ્રમાણે તો જે ભણેલો (ધાર્મિક ઠરાવેલા સાહિત્યો) હોય અને સોળ વર્ષનો હોય તેને સમુદાય લઈને સ્વતંત્રપણે વિહાર કરવાની આજ્ઞા
આપી છે, તો પછી તેવાઓની દીક્ષા ક્યારે થાય, તેનો તમેજ વિચાર કરો ! પ્રશ્ન ૪૯૩- વ્યવહારિક કાર્યોમાં પણ સોળ વર્ષ સુધીનાને તો બાળક જ ગણવામાં આવેલો છે, તો
પછી દીક્ષા જેવા મહાન કાર્યમાં પણ સોળ વર્ષનો બાળક તે બાળક નહિ ગણાય ? સમાધાન- દીક્ષા શા માટે છે તેનો વિચાર કરો ! દીક્ષા એ સંસારમાં અથવા પાપમાં પડવા માટે
છે કે તેનાથી પાછા હટવા માટે છે ? દુનિયા તો પાપમાં ટેવાયેલી છે. એટલે તેને પાપ છોડવું એ અઘરું લાગે, પણ તે જ સ્થિતિ જૈનોના બાળકોની નથી. જૈનનો નાનો બાળક હોય તે પણ આયંબીલ ઉપવાસાદિ કરી શકે છે, જ્યારે અન્ય જાતિના વૃદ્ધોને જૈન પદ્ધતિનો એક અપવાસ કરવો પણ ભારે પડે છે. તે જ રીતે જૈનના બાળકને પાપનો ત્યાગ કરવો, એમાં કઠણ શું છે? વળી વ્યવહારિક કાર્યોમાં પણ સોળ વર્ષ સુધીનાને બાળકને ગણવામાં આવ્યો છે, તે છતાં માબાપન સંમતિથી એ વ્યવહાર કરી શકે છે ને ? દુનિયાદારીમાં પણ સ્વતંત્રપણે વ્યવહારને માટે અધિકારી ગણ્યો નથી પણ માબાપની સંમતિથી ગણેલો છે. વેદાંતીઓમાં પણ જુઓ. માબાપની ઇચ્છા છોકરાને વેદપારગામી બનાવવાની હોય તો તે ઇચ્છા છોકરાની પણ ગણી લેવામાં આવે છે અને તેથી તો જનોઈ માટે ગર્ભપંચમ રાખવામાં આવ્યું છે. છોકરા-છોકરીના વિવાહલગ્નો થાય છે, તેમાં પણ માબાપની ઈચ્છાથી જ થાય છે. દત્તક અપાય છે તે પણ માબાપની ઈચ્છાથી જ અપાય છે. તો પછી આઠથી સોળ વર્ષના બાળકને પણ શા માટે માબાપની સંમતિથી દીક્ષા ન આપી શકાય? દત્તકમાં તો આખી જીંદગીની જોખમદારી છે, અરે જીંદગીનો વીમો છે, તે
છતાં તે માબાપની મંજૂરીથી જ થાય છે ને. પ્રશ્ન ૪૯૪- પણ હવે તો તેમાં ફેરફાર થાય છેને? આ સુધારાના કાળમાં શું સુધારો નહિ થાય? સમાધાન- તમે જ બતાવો કે સુધારો કયાં થયો છે ? આ જ વડોદરાની વાત લ્યો ! મહારાજ
સયાજીરાવને શ્રીમતિ યમુનાબાઈ એમણે દત્તક લીધા, તે ના૦ સયાજીરાવે અને બ્રિટિશ સત્તાએ પણ કબુલ રાખ્યું જ ને ! વિવાહની વાત લ્યો માબાપ વિવાહ કરે તે શું સરકાર માન્ય નથી રાખતી ! મતલબ કે સોળ વર્ષની અંદરના બાળકોનો વ્યવહાર તેમની
મરજી અને માબાપની સંમતિથી ચાલી શકે છે. પ્રશ્ન ૪૯૫- દત્તક અને સાધુ બંને સરખાં છે? સમાધાન- દત્તકપણા કરતાં તો સાધુપણું એ ઊલટું સહેલી વસ્તુ છે. સગીરપણાનું એટલે સગીરનું