________________
૪૮૫
શ્રી સિદ્ધચક્ર
તા.પ-૮-૩૩
શ્રી શરણેશ્વર પાર્શ્વનાથાય નમ: -
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી,
આગમોદ્ધારક, આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
(ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલો આર્યભાવનાવિનાશક દીક્ષાસંહારક કાયદો ધારાસભામાં અને જનતામાં ચર્ચાઈ રહેલો હતો, એવા કઠિન સમયમાં પૂ. આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજા સાહેબે દીક્ષા સંબંધીનો જૈનાજૈન જનતાનો ભ્રમ ભાંગવાના ઉદેશથી દીક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્નો જાહેર રીતે પુછાયા હતા અને આચાર્યદેવે પોતાની અમોઘ સુધાવર્ષિણી શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરો સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષા વિરોધીઓ પણ પોતાનો દીક્ષા વિરોધ મૂકી દઈ આચાર્યદેવશ્રીના વિચારો જોડે સહમત થયા હતા એ પ્રશ્નોત્તરો અત્યંત ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવે છે અને તેનું પૂરેપૂરું મનન કરવાની મંત્રી વાંચકોને વિનંતી કરે છે.)
તંત્રી-સિદ્ધચક્ર. પ્રશ્ન-૪૯૧- દીક્ષા માટે બાળક અયોગ્ય છે અને મનુષ્ય સોળ વર્ષ સુધી બાળક છે, એવું શાસ્ત્રમાં
જણાવેલું કહેવાય છે; તો પછી તમે શા માટે એ શાસ્ત્રને માન આપતા નથી ? સમાધાન- જેઓ એમ કહેતા હોય કે શાસ્ત્રોમાં સોળ વર્ષ સુધીનાને બાળક ગણેલો છે, તેઓ કાં
તો શાસ્ત્રો જાણતા નથી અને જો શાસ્ત્રો જાણતા હોય તો જાણીને જૂઠું બોલે છે. કોઈપણ જૈનશાસ્ત્રમાં “સોળ વર્ષ સુધીનો મનુષ્ય બાળક છે અને તેથી તે દીક્ષાને માટે નાલાયક છે” એમ કહ્યું હોય તો તેવો પાઠ જાહેર કરવાની હું ચેલેન્જ આપું છું. પ્રવચન સારોદ્ધાર, નિશીથચૂર્ણ ભાષ્ય, વ્યવહાર ભાષ્ય, આચારદિનકર, ગુરૂતત્વ નિશ્ચય, પંચવસ્તુ અને બીજી અનેક જગા ઉપર સ્પષ્ટ રીતે જણાવેલું છે કે દીક્ષા માટે આઠ વર્ષની અંદરનો બાળક તેજ બાળક છે અને તેમાં જ બાળદોષ જણાવાયો છે. સીત્તેર વર્ષનો ડોસો પોતાના ૫૦ વર્ષના છોકરાને બાળક કહે, તેથી કાંઈ એ પચાસ વર્ષનો પુરુષ બાળક ગણાતો નથી. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે શ્રુત ભણેલો હોય પણ સોળ વર્ષનો નહિ હોય, તો તેને શાસે સ્વતંત્રપણે સમુદાય લઈને વિહાર કરવાની આજ્ઞા આપી નથી. એટલે સોળ વર્ષ અને આચારપ્રકલ્પ ભણેલા માટે વિહારની વિધિ રાખી છે. અર્થાત્