________________
છે
Sા
૪૮૧
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ એમ સમજવાનું નથી. પણ હું એ પૂછું છું કે માત્ર કર્મ ક્ષયના આશયથી કેસરીયાજી જવાવાળા કેટલા ? અને પૌગલિક લાભને માટે કેસરીયાજી જવાવાળા કેટલા ? તીર્થ તોડનારાને પોષણ અપાય છે ?
જ્યારે સુદેવને પામેલા, ખરેખરા મોક્ષ દેનારા માર્ગમાં રહેલા તેવાઓ પણ મોક્ષદાયકપણાની બુદ્ધિ પલટી નાંખે છે; ત્યારે બીજાઓ કે જેઓ કુદેવાદિને પામેલા છે, તેમને આરાધતા તેમનામાં મોક્ષની બુદ્ધિ જ રહેશે એમ માનવું કેટલું યોગ્ય છે ? ત્યાં તો એ ભાવના ખંડિત થવાના જરૂર સંભવો છે. જે લોકોત્તર માર્ગ છે, મોક્ષ માટે જ કહેલો માર્ગ છે, મોક્ષને જ ધ્યેય તરીકે ઊંચી કોટી તરીકે માનનારો જે માર્ગ છે. તેના અનુયાયીઓની પણ આ દશા?! કે તીર્થોને તોડનારાને પણ આપણે પોષણ આપતા અચકાતા નથી ! અને જે મોક્ષના હેતુ તરીકે અથવા આરાધનાના સ્થાન તરીકે તીર્થને સેવનારો હોય તેને રક્ષણ નથી આપી શકાતું ! જેનું મોક્ષનું ધ્યેય છે, તેનાથી સ્વપ્નામાં પણ આવી વિપરિત ઘટના બને ખરી? એક વખત કેસરીયાજી જઈ આવ્યા અને તે વર્ષે પાંચ પંદર હજારનો નફો વધારે થયો, તો પછી અંતઃકરણને પૂછી લો. પછી એક વર્ષ પણ કેસરીયાજીની જાત્રા વિના ન જ રહે. જ્યારે શુદ્ધ દેવાદિને પામેલા, મોક્ષદાતા મનાયેલા અને ખરેખરા મોક્ષ દેવામાં સમર્થ તેવાનું આરાધન કરવા વાળાઓની પણ જ્યારે આ દશા છે, ત્યારે કુદેવાદિને શરણે રહેલાની દશાની તો વાત જ શી કરવી? જેઓ કુદેવાદિની આરાધના કરે છે તેમનું ધ્યેય જાગતિક (દૂન્યવી) ન થઈ જાય અને મોક્ષ એ જ તેમનું ધ્યેય ટકી રહે એ કેટલું મુશ્કેલ છે ? પૂજ્યગુરુની સેવા કરતાં નિર્જરાદિ કમાણી થઈ એટલે વૈયાવચ્ચ કરનારા શિષ્ય માને છે કે મને ગૌતમસ્વામીની સેવા જેવો લાભ થયો પણ પ્રમાદવશાદિ ગુણો દેખાય ૧પા સાડા પંદર આની સ્થિતિ દેખાય એટલે તુરત ગુરુને ગોશાળા જેવા માનવા બેસી જાય. એવા આત્મા લોકોત્તર માર્ગ કેમ પામે? આ રીતે આ લોકોત્તર માર્ગને પામેલાઓ પણ જ્યારે પોતાનું લક્ષ્ય મોક્ષ છે, એ ભાવનાથી જ સુવાદિને ન આરાધતા લૌકીક લાભ લેવાની દિશામાં વળી જાય છે, તો જેમના દેવતા કેવળ રંગરાગ કરનારા અને ગુરુ પણ રંગરાગ કરનારા અને મોજમજામાં મસ્ત રહેનારા તેમની તે શી દશા થાય ? તેમનામાં કેવળ મોક્ષની બુદ્ધિ આવવી એ કેટલું કઠણ છે ? બેમાં શ્રેષ્ઠ કોણ ?
પ્રશ્ન-મોક્ષની બુદ્ધિવાળો પણ કુદેવાદિને માનનારો અને દેવાદિક સુખની અપેક્ષાએ સુવાદિને માનનારો, એ બેમાં શાસ્ત્રિય દ્રષ્ટિએ ચઢિયાતો કોણ ?
ઉત્તર-મોક્ષની દ્રષ્ટિએ એક માણસ કુદેવાદિને આરાધે છે, પણ બીજો લૌકિક પદગ્લિક ફળ મેળવવા માટે સુદેવને આરાધનારો છે. આ બે માણસોમાં મોક્ષની દ્રષ્ટિએ કુધર્મને આરાધનારા કરતાં પૌલિક દ્રષ્ટિએ સુદેવાદિને આરાધનારો હલકો છે, કારણ કે પૌગલિક દ્રષ્ટિ જ હલકી છે. એક બીજું ઉદાહરણ આપું છું. એક શ્રાવક છે. સમ્યકત્વ પાળે છે. બારવૃતને પાળે છે અને શુદ્ધવૃતવાળો પણ છે. આ શ્રાવક કાળ કરે તો કાળ કરી બારમાં દેવલોકમાં તે જાય છે. અભવ્ય જીવ મિથ્યાદ્રષ્ટિ હોય અને કદાચ તે સાધુપણું પામે તો હવે તેની શી દશા થાય તે વિચારો. તેણે સાધુપણું લીધું એ કબૂલ છે, પણ ત્યાં દ્રવ્ય સાધુપણું છે. આવો મિથ્યાદ્રષ્ટિ નવરૈવયકમાં જાય ! ત્યારે બીજી તરફ બારમા દેવલોકવાળો શ્રાવક છતાં, તે બે પાંચ ભવમાં પોતાનું કામ કાઢી જશે અર્થાત્ બે પાંચ ભવમાં તે જરૂર