________________
૪૮૦
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ પાણીમાં અગ્નિ છે કે નહિ?
આ ગુંચવાડાનો ઉકેલ સાંભળો. ઉનું પાણી તમો ધ્યાનમાં લો. ઉનું પાણી છે, એ અગ્નિ છે કે પાણી છે?! આગ અને પાણીનો વિરોધ છે કે નહિ ? ખળખળતું પાણી છે, એમાં એકલું જળરૂપપણું છે કે અગ્નિરૂપપણું છે ? ખળખળતા પાણીમાં એ બંને ચીજ છે. બંનેને વિરોધ છતાં એ બંનેનો સમાગમ ઉના પાણીમાં દેખી શકાય છે. તેમજ પહેલા ગુણસ્થાનકમાં મિથ્યાત્વની સાથે ગુણઠાણું દેખી શકીએ છીએ. ખળખળતું પાણી એ પાણી છે પણ તેમાં ઉષ્ણતા રહેલી છે. તે જ પ્રકાર અહીં સમજવાનો છે, ધારો કે મિથ્યાત્વી છે પરંતુ તેનામાં ભદ્રક ભાવ હોય તેને આપણે શું કહીશું? મિથ્યાત્વી હોય પણ દુરાગ્રહી નહિ હોય, અનાગૃહી હોય, તેને આ સ્થિતિમાં કેવો ગુણ ગણશો ? મિથ્યાત્વ છે, એ વાત સાચી છે; પરંતુ એ મિથ્યાત્વ કાંઈ એમને એમ ખસવાનું નથી. એ તો ત્યારે ખસશે કે જ્યારે મિથ્યાત્વી આત્મા સમ્યકત્વ પામશે. મિથ્યાત્વી નિરાગ્રહી થયો અને તત્વની જીજ્ઞાસાએ તત્વ સાંભળવા બેઠો. તત્વ જાણ્યું એ ખરું, અને પછી એ તત્વોનો વિચાર કરવા લાગ્યો. આ વખતે શું કહેશો એ પરિસ્થિતિને શું નામ આપશો ? સમજો ત્યારે કે અહીં જ મિથ્યાત્વ છે છતાં ગુણઠાણું છે. મિથ્યાત્વી ખરો, પણ છતાં ભવ્ય !
વ્યક્ત મિથ્યાત્વ એટલે બહાર જણાઈ આવતું મિથ્યાત્વ કુદેવાદિકને માને છે ! કુદેવાદિકને શા માટે માને છે? જવાબ એ છે કે એની બુદ્ધિ ઉલટી છે માટે. છતાં તે મિથ્યાત્વીની ધારણા શું છે? તેની પણ ધારણા તો એ જ છે કે હું જે દેવોને માનું છું તે મને મોક્ષ આપનારા છે. તેનું પણ લક્ષ્ય તો મોક્ષનું જ છે. મહાદેવ વગેરે દેવોની પૂજા કરે, સંન્યાસીને પૂજે, અગિયારસના ફરાળ કરે, વૃતો કરે, એ સઘળું કરે છે શા માટે ? મોક્ષને માટે કરે છે. જવાબ એ છે કે સાચા જ્ઞાનની જ્યોતિ જાગી નથી, તેથી સાચા દેવાદિની પરીક્ષા કરી શક્યો નથી, પણ આ મિથ્યાત્વીનું પણ લક્ષ્ય ક્યાં છે? લક્ષ્ય તો માત્ર મોક્ષ થવામાં છે. આ મોક્ષના લક્ષ્યથી જે કુદેવાદિને પણ માને છે તે અભવ્ય નથી. આ રીતે કુવાદિને માનનારો પણ અભવ્ય નથી; પણ તે ક્યારે ? કે જ્યારે એ કુદેવાદિને પણ મોક્ષના કારણરૂપ માનીને સેવતો હોય તો, યાદ રાખોઃ આ ભવ્યની છાપ ક્યાં મારવામાં આવી છે? કુદેવાદિને માનવા છતાં લક્ષ્ય મોક્ષ મેળવવાનુંજ હોય, અને એ દેવો મોક્ષ આપનારા જ છે, એમ માનીને તે દેવોને સેવતો હોય તેના ઉપર જ તે કુદેવાદિને માનનારો હોવા છતાં ભવ્યની છાપ મારવામાં આવી છે અને આવા જીવો એક પુદગલ પરાવર્તમાં જરૂર મોક્ષે જનારા છે. અહીં અને કેસરીયાજીમાં ફેર શો?
તમે અન્ય માર્ગોને મુકાબલે આટલા ચઢયા છો. તમો શુદ્ધ દેવાદિનું આરાધન કરો છો. છતાં મોક્ષ સિવાય બીજાં લક્ષ્ય પણ ન હોય અને બીજી બુદ્ધિ પણ ન હોય એવા કેટલા છે? મોક્ષનીજ માન્યતા અને લક્ષ્યવાળાને અહીં અને કેસરીયાજીમાં ભગવાન શ્રી આદીશ્વર મહારાજમાં શો ફેર છે? અલબત્ત તીર્થની આશાએ કેસરીયાજી ગયા તેનો ફરક છે જ. જ્યાં તીર્થકરો મોક્ષે ગયા હોય, દીક્ષા લીધી હોય જન્મ્યા હોય, કલ્યાણકનું સ્થાન હોય; એવા નવા નવા તીર્થોને લીધે, નવી નવી સામગ્રીને લીધે ભાવનાઓનું ચઢવાપણું થાય જ; એ નિર્વિવાદ છે. પણ એવા ઉલ્લાસથી એવા આશયથી એવા હેતુથી શ્રી કેસરીયાજી જવા વાળા કેટલા છે? તીર્થ એ નિર્જરાનું કારણ નથી એવું મારું કહેવાનું છે