________________
છે
.
.
.
.
.
. .
.
૪૮૨
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ મોક્ષ પામી જશે. તે જ પ્રમાણે પદ્ગલિક ફળની આશાએ લોકોત્તર ધર્મ જેઓ કરે છે, તેઓ પૌલિક સુખ જરૂર વહેલું પામે છે પણ તેના કરતાં મોક્ષદ્રષ્ટિવાળા પણ કુદેવાદિને માનનારા સારા છે. આનો અર્થ એ નથી થતો કે હું કુદેવાદિને વખાણવા બેઠો છું. હું એ જ જણાવવા બેઠો છું કે તમે લોકોત્તર ધર્મને પામ્યા છો અને તે છતાં પણ જો તમે મોક્ષદ્રષ્ટિનો સ્વીકાર નહિ કરો; તો મિથ્યાત્વી કરતાં તમારી સ્થિતિ કોઈપણ રીતે સારી થવાની નથી. મિથ્યાત્વમાં ગુણઠાણું માન્યું કેમ?
- હવે મૂળ વાત પર પાછા આવો. મિથ્યાત્વ હોવા છતાં પણ ત્યાં જે ગુણઠાણું માન્યું છે, તેનું કારણ આ છે. માર્ગનુસારીની અપેક્ષાએ મિથ્યાત્વ હોવા છતાં પણ તે ગુણઠાણું કહેવાય છે. આથી જ આપણે એમ માનવું પડે છે કે પહેલા ગુણસ્થાનકમાં પણ ધર્મ છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ અને ગુણસ્થાનકક્રમારોહણકાર નિગોદાદિકમાં મિથ્યાત્વ માને છે, પણ કર્મ ગ્રંથકાર તેમ માનતા નથી. અશુદ્ધ વ્યવહાર નથી પહેલે ગુણસ્થાનકે ધર્મ છે. શુદ્ધ વ્યવહારથી ચોથે ગુણસ્થાનકે ધર્મ છે અને નિશ્ચય નયથી ૧૪મે ગુણઠાણે ધર્મ છે. આથી દૂર્ગતિને રોકે તે જ ધર્મ એ સમજાય છે. પહેલે ગુણઠાણે અશુદ્ધ વ્યવહારવાળો નર્કમાં નહિ જાય. જે મોક્ષના જ લક્ષ્યવાળો છે એ ચોથે ગુણઠાણે નર્ક કે તિર્યંચમાં પણ ન જાય અને ચૌદમે ગુણઠાણે રહેલો ધર્મ ભલે સદગતિ નહિ કરે, પણ દુર્ગતિ તો કરતો જ નથી, એ વસ્તુ માટે તો બે મત છે જ નહિ. આ રીતે પહેલે અને ચોથે ગુણઠાણે દુર્ગતિ રોકાય છે. પહેલે ચોથે અને ચૌદમે ગુણઠાણે દૂર્ગતિનું કારણ નથી અને વચમાં તો દુર્ગતિ જ નથી આથી જ એ સિદ્ધ થાય છે કે -
દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ.” સદગતિ આપે તે ધર્મ એ વ્યાખ્યા ખોટી છે.
. યાદ રાખવાની વાત છે કે સદગતિને આપે તે ધર્મ એવી ધર્મની વ્યાખ્યા શાસ્ત્રકારોએ કરી નથી. પહેલું, ચોથું અને અગિયારમું ગુણસ્થાનક અવશ્ય સદગતિને આપે છે, પણ ૧૨, ૧૩ અને ચૌદમું ગુણસ્થાનક, એ એવા છે કે ત્યાં સદ્ગતિનું નામ પણ નથી. એટલા જ માટે સદગતિને આપે તે ધર્મ એમ ન કહેતા દુર્ગતિને રોકે તે ધર્મ એમ કહ્યું છે.
- હવે એક બીજી શંકા ઊભી કરવામાં આવે છે તે તપાસી જોઈએ. સદગતિ એ પણ સારું સ્થાન છે અને મોક્ષપ્રાપ્તિ એ પણ સારું સ્થાન છે તો પછી ધર્મની એવી વ્યાખ્યા ઠરાવીએ તો શું વાંધો છે કે સારું સ્થાન પ્રાપ્ત કરાવે તે ધર્મ. આ સિદ્ધાંત-આ વ્યાખ્યા બહારથી ઠીક લાગે છે પરંતુ હવે તેમાં અંદર ઉતરો અને જુઓ. શુભ સ્થાનકને ધારણ કરનારું મિથ્યાત્વ હોય કે નહિ હોય? તાપસની ક્રિયા કરવાથી પરિવ્રાજકની ક્રિયા કરવાથી, અકામ નિર્જરાથી, કે અગ્નિમાં બળી જવાથી જે દેહત્યાગ કરે છે તે પણ દેવલોકે જાય છે. દેવલોક મળ્યો, એટલે શુભસ્થાન ધારણ થયું કે નહિ ? શુભ સ્થાન તો મળ્યું પણ એ સ્થાન મેળવવામાં આપણી માન્યતા પ્રમાણેના વ્રત પચ્ચખ્ખાણ વગેરે કાંઈ નથી, અને તે છતાં શુભ સ્થાનક મળે છે. આ શુભ સ્થાનક મેળવી આપનારી ક્રિયાઓ મિથ્યાત્વની થઈ છે છતાં પણ ઉપરની વ્યાખ્યા માન્ય રાખતા તેને ધર્મ કહેવો પડે છે, એ દેખીતી રીતે જ ખોટું છે. જેનામાં દુર્ગતિ ન થાય તેવું હોય તે જ દુર્ગતિ થતી અટકાવે છે અને તેથી જ દુર્ગતિથી બચાવે તે જ ધર્મ એમ સ્પષ્ટ થાય