________________
४७८ શ્રી સિદ્ધચક્ર
તા.પ-૮-૩૩ છેડા સુધી બંધ વગરનો કોઇ હોતો નથી. માત્ર એક જ ગુણઠાણું એવું છે કે જ્યાં બંધ હોતો નથી અને એકલી નિર્જરા હોય છે. આ ગુણઠાણું ૧૪મું ગુણઠાણું છે. જૌ ચૌદમું ગુણઠાણું ન હોય તો આખો મોક્ષ જ ઉડી જાય છે. એ ગુણઠાણું ન હોય તો છેલ્લે બાંધેલા કર્મ તોડવાનું સ્થાન જ રહેતું નથી અને તે છતાં જે મોક્ષ માનીએ, તો એમ ઠરે છે કે આત્મા કર્મના બંધનો સહિત જ મોક્ષે જાય છે. એ વસ્તુ ચોખ્ખી જ ખોટી છે એમ એની મેળે જ જણાઈ આવે છે. મન, વચનને કાયાનો યોગ બંધ કરો.
વળી, મોક્ષની પ્રાપ્તિ માટે અસંખ્યાત સમય માનવામાં આવ્યો છે. એ અસંખ્યાત સમય માનવાનું શું કારણ છે તે જોઈએ. મન, વચન અને કાયાનો યોગ જ્યાં સુધી પ્રવર્તે છે, ત્યાં સુધી બંધ રહિતપણું સંભવતું જ નથી. એને માટે મન, વચન અને કાયાનો યોગ બંધ કરવો જ જોઈએ. અહીં અસંખ્યાતગણા કર્મ ખપાવવાના છે. ૧૩ મે ગુણઠાણે જે ધર્મ ખપાવવાના છે તેના કરતા અહીં અસંખ્યાતગણા કર્મ ખપાવવાના છે. અહીં વિચાર, વાણી કે વર્તન કંઈપણ રહેતું નથી. સઘળા યોગ અહીં બંધ થાય છે. પહેલા ગુણઠાણાના કરતા અહીં અસંખ્યાતગણા કર્મ ખપાવવાના છે. આટલા માટે જ ગુણશ્રેણી કરવાની જરૂર પડે છે. પહેલે ગુણઠાણે થોડા, બીજે તેથી વધારે, ત્રીજે તેથી વધારે એ પ્રમાણે કર્મ ખપાવવાના હોય છે અને છેલ્લા એવા વધારે અને સત્તા પ્રકારના કર્મ ખપાવવાના હોય છે કે જ્યાં પગથિયાં પૂરાં થાય છે. છેલ્લી કોટીનો ધર્મ
- ચૌદમે ગુણઠાણે બધા કર્મ તોડવાના પૂરા થાય છે. આથી આ કાર્યને માટે અસંખ્યાત સમય જોઈએ તેમાં શી નવાઇ?
અ-ઈ-ઉ-8છું આ પાંચ હુસ્વાર મધ્યમ સ્વરે બોલીએ તેટલો તદ્દન ટુંક સમય અહીં લેવાનો છે. આત્માની આ પરિણતિ તેનું જ નામ ધર્મ છે. ૧૪મા ગુણઠાણાની આ પરિણતિ તેનું જ નામ ધર્મ છે. આ વખતે સદગતિ અને દુર્ગતિ બન્ને રોકાઈ જાય છે. આમ ચૌદમે ગુણઠાણે જે પરિણતિ થાય છે તે જ ધર્મ કહેવાય છે. હવે ખ્યાલ કરો કે જો ધર્મની આ જ વ્યાખ્યા છે, તો પછી “દુર્ગતિમાંથી રોકવું” એ ધર્મનું ફળ છે, એમ આગળ દર્શાવવામાં આવ્યું છે તેનું શું? ધર્મનું એ ફળ ઢંગધડા વગરનું બની જાય છે. આપણે કહ્યું છે કે દુર્ગતિમાંથી વારે-દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ; એ વ્યાખ્યાનું હવે શું થાય? અહીં જ ખૂબ સમજવાની વાત છે. ચૌદમે ગુણઠાણે જે ધર્મ છે તે છેલ્લી કોટીનો ધર્મ છે. તે નિશ્ચય ધર્મ છે. એ ધર્મ ચૌદમે ગુણઠાણે જ થાય છે અને ત્યાં સદગતિ કે દૂર્ગતિ બેમાંથી એક હોતું નથી. આ નિશ્ચય ધર્મ છે. પણ નિશ્ચયને જ ધર્મ કહેવો અને વ્યવહારને ધર્મ ન કહેવો એ જૈનમતમાં ચાલે તેમ નથી જ. જો તમે જૈનમત માનતા હો, જો તમે સત્યને જ સ્વીકારતા હો; તો તમો નિશ્ચય અને વ્યવહાર એ બેને કદિપણ છૂટા પાડી શકો જ નહિ. વ્યવહાર જાય તો શાસન જાય.
વ્યવહારનયનો વિચ્છેદ કરે એટલે વ્યવહારનય નહિ માને તો જરૂર શાસનનો નાશ થવાનો જ થવાનો. જેઓ માત્ર નિશ્ચય નિશ્ચય જ કરતા હોય તેમણે ધ્યાનમાં રાખવાનું છે કે નિશ્ચયની જડ ક્યાં છે?