________________
४७७
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ ધર્મનું લક્ષણ વ્યક્ત થાય છે અને હેતુકારાએ ધર્મનું લક્ષણ વ્યક્ત થાય છે. આ વસ્તુ સ્પષ્ટ સ્વરૂપે સમજવાને તમારે અગ્નિનું ઉદાહરણ લેવું જોઇએ. અગ્નિ એટલે શું? તમે જવાબ આપશો કે જે બાળે તે અગ્નિ ! અગ્નિનો સ્વભાવ શું છે ? બાળવું, વસ્તુ બળે છે એ અગ્નિનું ફળ છે, એટલે વસ્તુ બળી ગઈ છે, એ ફળ ઉપરથી અગ્નિનું લક્ષણ સમજાય છે. હવે બીજો પ્રકાર. અગ્નિ એટલે શું? એ જવાબ મળશે કે ઉષણતા હોય તે અગ્નિ ! અગ્નિનું સ્વરૂપ શું છે ? ઉષ્ણતા. આ પ્રકારે અગ્નિના સ્વરૂપ ઉપરથી અગ્નિનું લક્ષણ વ્યક્ત થાય છે. હવે ત્રીજો પ્રકાર, અગ્નિ એટલે શું ? જવાબ મળશે કે બે ચકમકના પથ્થરોને ઘસવાથી જે ઉત્પન્ન થશે તે અગ્નિ. બે ચકમકના પથ્થરોને ઘસવા, એ હેતુરૂપે અગ્નિના લક્ષણ વ્યક્ત કરે છે. આ ત્રણ રીતે અગ્નિનું લક્ષણ વ્યક્ત થાય છે. દુર્ગતિથી બચાવે તે ધર્મ.
તે જ રીતે ત્રણ પ્રકારે ધર્મનું લક્ષણ પણ વ્યક્ત થાય છે. ત્યારે ધર્મનું લક્ષણ શું ? ફળરૂપે ધર્મનું લક્ષણ લઈએ ત્યારે “તુતિ પ્રપઝંતુ થારાત્ થ વ્ય' ઇત્યાદિ દેશના સંગ્રહમાં કહ્યા મુજબ દુર્ગતિમાં પડતા જીવને બચાવે તે ધર્મ એવું તેનું લક્ષણ વ્યક્ત થાય છે, શાસ્ત્રકારોએ કહ્યું છે કે દૂર્ગતિથી બચાવે છે તે ધર્મ છે. અહીં વિચાર કરો કે શાસ્ત્રકારોએ દુર્ગતિથી વારે તે ધર્મ એમ શા માટે કહ્યું ? ધર્મ શા માટે કહેવામાં આવે છે ? ઉત્તર મળશે કે મોક્ષને માટે જ. મોક્ષ ક્યારે થાય છે ? દુર્ગતિ સદગતિ બંનેના વારણથી મોક્ષ થાય છે. એકલી દુર્ગતિને રોકી દીધી તેથી જ મોક્ષ થયો ગણાય નહિ, તે જ પ્રમાણે સંપૂર્ણ ધર્મ પણ માત્ર દુર્ગતિને રોકવાથી જ પરિણમતો નથી. ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે ખરો ધર્મ કઈ જગાએ માનવામાં આવ્યો છે ? કાર્ય કારણનો સંબંધ તો સઘળા જાણે છે. ખરેખર કારણ કયાં ગણાય છે અથવા જ્યારે વ્યક્ત થાય છે તે વિચારો. કાર્ય થવાની વખતે જ ખરેખરું કારણ ગણાય છે, કોઠારમાં પડેલો દાણો એ પણ અંકુરનું કારણ છે જ. પણ અંકુરનું ખરેખરું કારણ કયું ગણાય? કોઠારમાં પડેલો દાણો ? “ના!” આવા કારણો ઉપચરિત કહેવાય છે. અંકુરનું ખરું કારણ શું?
બીજ ખેતી કરીને વાવવામાં આવે છે, પછી વરસાદ આવે છે અને બીજ ફૂલીને અંકુરમાં પરિવર્તન પામવાની છેલ્લી કક્ષાએ આવે છે. ત્યારે અંકુરનું ખરેખરું કારણ શું? વવાયેલું બીજ. આ બીજ એ અંકુરનું ખરેખરું કારણ છે. એ બીજ તે અંકુરનું અનંતર કારણ (તરત ફળનારૂ) ગણાય છે. કોઠારમાં પડેલું બી પણ અંકુરનું કારણ તો છે જ, પણ વવાયેલું અને અંકુરમાં પરિવર્તન પામવાની છેલ્લી કક્ષાએ આવેલું બી તેજ અંકુરનું ખરેખરું કારણ ગણાય છે. તે જ સ્થિતિ ધર્મને વિષે છે, અને તે જ પ્રમાણે ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે ૧૪મે ગુણઠાણે ખરેખરો ધર્મ છે. ખરેખરો ધર્મ કયે સ્થાને માનવામાં આવ્યો છે? ૧૪મે ગુણઠાણે. ત્યારે શું બાકીના ૧૩ ગુણઠાણે ધર્મ નહિ? અને ૧૩ ગુણઠાણે ધર્મ નહિ, ત્યારે શું ત્યાં અધર્મ છે ? નહિ જ. એનો અર્થ એ છે કે ૧૪મું ગુણઠાણું એ ઉંચામાં ઉંચી કોટી છે. ચૌદમું ગુણઠાણું એ છે કે જ્યાં કર્મનો બંધ હોતો નથી, કેવળ નિર્જરા હોય છે, બલ્ક પાંચ હસ્તાક્ષરમાં મોક્ષ. બાકીના તેર ગુણઠાણામાં આ સ્થિતિ નથી. ચાહે શાતા વેદની બાંધો ચાહે અશાતા વેદની બાંધો કે ચાહે તેવા પ્રકારના કર્મ બાંધો; પણ તેરમા ગુણઠાણાના છેલ્લામાં છેલ્લા