________________
સેનપ્રશ્ન ઉલ્લાસ ૨. પ્રશ્ન ૮૧.
__ येन शुक्लपञ्चम्युचरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनक करोति उत यथारुय्या ? इति प्रश्नोऽत्रोत्तरम् येन शुक्लपञ्चम्यूचरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः। अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिषन्धो नास्ति, करोति तदा भव्यमिति।
ગ્રંથકાર જણાવે છે કે જેણે પંચમી ઉચ્ચરી હોય અને જો તે પર્યુષણામાં દ્વિતીયાથી અમ કરે તો એકાંતથી પંચમીને દિવસે એકાસણું કરે છે. રુચી અનુસાર વર્તે ? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે
જેણે શુકલપંચમી ઉચ્ચરી હોય તેણે તો મુખ્યવૃત્તિથી તૃતીયા (ત્રીજથી) થી અઠ્ઠમ કરવો તે જ ઉચિત છે.
વળી, કદાચિત્ તે દ્વિતીયા (બીજથી) થી અઠ્ઠમ કરે ત્યારે પંચમીને દિવસે એકાસણું કરવાનો પ્રતિબંધ નથી, પણ કરે તો સુંદર છે.
- આ ઉપરથી પણ સાબિત થાય છે કે જ્ઞાનપંચમી જેને ઉચ્ચરી હોય અગર જ્ઞાનપંચમીનો ઉપવાસ જે નિયમિત કરતો હોય તેને મુખ્યવૃત્તિએ ત્રીજ ચોથને પાંચમનો અઠ્ઠમ કરવાનો કહ્યો છે. તે ઉપરથી પણ ભાદરવા સુદ પાંચમના ક્ષયને માની શકાય જ નહિ, ગૌણપણે પાંચમને ચોથમાં ગણવાની કહી છે તેથી પણ પાંચમની તિથિને ઉડાવી શકાય જ નહિં.
કદાચ કહેવામાં આવે કે તે પંચમીના તપને પેટે બીજથી અટ્ટમ કરનારને એકાસણા વગેરેનો પણ નિયમ નથી એમ કહી વદમાં વાળવાનું કે એકાસણું વિગેરે કરવાનું નિયમિતપણું નથી એમ શાસ્ત્રકાર કેમ જણાવે છે? તેમાં જાણવું કે તે માત્ર સંવત્સરીનું ગૌણપણું ન થાય તેને માટે છે. આ ઉપરથી સાફ સમજી શકાય તેમ છે કે ભાદરવા સુદ પનો ક્ષય શાસ્ત્રાનુસારિજીવોથી માની શકાય જ નહિ.
પ્રશ્ન-ભાદરવા સુદ પનો જે વર્ષે ક્ષય હોય તે વર્ષે કઈ તિથિનો ક્ષય ગણવો વ્યાજબી છે?
સમાધાન-જે વર્ષે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય તે વર્ષે ત્રિીજનો ક્ષય કરી ત્રીજના દિવસે ચોથની તિથિનું કાર્ય અને ચોથના દિવસે પંચમીની તિથિનું કાર્ય કરવું તે જ વ્યાજબી છે.
કારણ કે શાસ્ત્રોમાં પૂર્ણિમાના ક્ષયે તેરસનો ક્ષય ગણવો ને તેરસના દિવસે ચૌદશની ક્રિયા તથા તે જ પ્રમાણે ચૌદશના દિવસે પૂર્ણિમાનો તપ અને ક્રિયા કરવાનું વિધાન પૂ. વિજયસેન સૂરીશ્વરજી મહારાજજી જણાવે છે.
यदा पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्त्पः कस्यां तिथौ क्रियते ?, पूर्णिमायां च त्रुटितायां कुतः? इति प्रश्रोऽत्रोत्तरम्-यदा पञ्चमी तिथिस्त्रुटिता भवति यदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति।
અર્થ-પંચમી તિથિ તૂટેલી હોય ત્યારે તે તિથિસંબંધી તપ કઈ તિથિમાં કરાય છે ? અને પૂર્ણિમા તુટેલી હોય તે કઈ તિથિમાં કરાય? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે