________________
પંચમી તિથિ તૂટેલી હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય, પૂર્ણિમા ત્રુટિ હોય તો તેનો તપ તેરસ ચૌદશમાં કરાય છે. તેરસે વિસ્મરણ થયે છતે તો પડવાને દિવસે પણ પૂર્ણિમાનો તપ કરી શકાય.
આ પ્રશ્નોત્તર ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તેરસના દિવસે જ ચૌદસની ક્રિયા અને ચૌદશના દિવસે પૂર્ણિમાની ક્રિયા કરવાનું શાસ્ત્રકાર કહે છે, તેરસને દિવસે ચૌદશની ક્રિયા કે, તપ કરવામાં ભૂલ થઈ હોય તો જ તે પૂર્ણિમાનો તપ અને ક્રિયાને પડવાને દિવસે લાવવાનું કહે છે. તે ઉપરથી એમ સ્પષ્ટ માનવું પડશે કે પૂર્ણિમાની તિથિને શાસ્ત્રકારો ચૌદશમાં ભેળવી દેવા માંગતા નથી.
યાદ રાખવાની જરૂર છે કે પૂર્વકાળમાં ચૌમાસી પૂર્ણિમાની હતી, અને વર્તમાનકાળમાં તે ચૌદશની થઈ છે, તો પણ પૂર્ણિમાને ખોખું ગણીને પૂનમનો ક્ષય હોય ત્યારે અષાઢ સુદ પૂર્ણિમાની ક્રિયા અને તપ ઉડાડી દેતા નથી, પણ અષાઢ વિગેરેની સુદ ૧૩નો ક્ષય માની અષાઢ વિગેરેની સુદ ૧૩ને દિવસે અષાઢ વિગેરેની સુદ ચૌદશ માની ચોમાસી પ્રતિક્રમણ કરીએ છીએ.
દરેક ભવ્યોએ યાદ રાખવાની જરૂર છે કે પાંચમને પૂનમનો ક્ષય માનનારાઓ પાંચ અને બાર તિથિના શીલ પાળનારને શીલ પાળવાની જરૂર નથી એમ શું કહેશે ? અને શીલપાલનની જરૂર છે એમ જણાવશે તો પાંચમ અને પૂનમ પર્વતિથિની હયાતિ ગણીને જણાવશે કે ક્ષય ગણીને
જણાવશે?
પ્રશ્ન-જોધપુર, પુના, મુંબઈ, પંજાબ વિગેરેના ટીપ્પણાં શું જૈન શાસ્ત્રને અનુસરતાં છે? અને જો ન હોય તો શા માટે માનવાં ?
સમાધાન-તે ટીપ્પણાં અષાઢ અને પોષ સિવાયના પણ મહિનાઓની વૃદ્ધિ કરે છે એ વિગેરે બીજાં કંઈક કારણે તે લૌકિક ટીપ્પણાઓ જૈન શાસ્ત્રને અનુસરતાં છે એમ તો કહેવાય જ નહિ, પણ સેંકડો વર્ષોથી તે લૌકિક ટીપ્પણાં પ્રમાણે આખું શાસન પ્રવૃત્તિ કરે છે અને તેથી જ શ્રાવણ અને ભાદરવાની વૃદ્ધિ જે કેવળ લૌકિક ટીપ્પણાને આધારે જ હોય છે તેની તપાગચ્છ અને ખરતરગચ્છ વિગેરેમાં સેંકડો વર્ષથી ચર્ચા આવે છે અને બધા ગચ્છવાળા તે લૌકિક ટીપ્પણાના આધારે જ મહિનાની વૃદ્ધિ માને છે.
ચાલુ જમાનામાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, દીક્ષા, વડી દીક્ષા, શાંતિસ્નાત્ર, પ્રવેશ, વિહાર વગેરે દરેક કાર્યોમાં દરેક જૈન સાધુ અને અત્રેના સારા જ્યોતિષિઓ જોધપુરી, પંચાંગને આધારે જ સાચું અને ખોટું મુહૂર્ત ગણે છે. તો પછી ભાદરવા સુદ પનો ક્ષય દેખીને પૂર્વકાળે માનેલું અને ભવિષ્યમાં માનવાનું એવું પંચાંગ છોડી દેવું એ કલ્પિત રસ્તો કહેવાય.
પ્રશ્ન-શાસ્ત્ર અને નીતિથી ભાદરવા સુદ પાંચમના ક્ષયની વખતે ભાદરવા સુદ ૩ નો ક્ષય કરવો એમ વ્યાજબી છતાં ઘણા લોકો જ્યારે જોધપુરી સિવાયના બીજા કેટલાક ટીપ્પણાથી છઠ્ઠ કે સાતમનો ક્ષય કરે તો “મહાજનો યેન ગતઃ સ પત્થા ” એ ન્યાયે છઠ્ઠનો ક્ષય કરે તે વ્યાજબી ખરો કે નહિ ?