________________
૧૨ સેનપ્રશ્નમાં વાંચતી વખત ન ટાળી શકાય તેવી અસક્ઝાયમાં કલ્પવાચનને આવશ્યક જણાવી
વાંચવાની છૂટ આપી છે, પણ પહેલાથી અસક્ઝાય હોય તો પણ અસક્ઝાયમાં જરૂર વાંચવું
એવો લેખ નથી માટે અમાવાસ્યાના ગ્રહણનો સાચો ખુલાસો થવો જરૂરી છે એમ શું નથી લાગતું? ઉપર જંણાવેલા પ્રશ્નોને ખુલાસા કોઈ વિદ્વાન મુનિરાજ તરફથી સંતોષકારક આવ્યા હશે તો વધારે ખુલાઓં કરવા જિજ્ઞાસા છે.
તા. ક.- સંમેલન ભરાવવાનું થાય ને સકલ મુનિમંડળ જો અત્યારસુધી પ્રામાણિક ગણાતું (ચ) પંચાંગ અપ્રમાણિક ઠરાવે ને અન્ય કોઈપણ એક પંચાંગને નિયમિત કરે તો લેખકને સાચો સંતોષ થાય. જો કે જૈનશાસ્ત્ર સાથે તો હાલના ટીપણામાંથી કોઈ પણ ટીપ્પણું મળતું નથી એમ આ લેખક માને છે.
નોંધ: તા. ૧૭-૭-૩૩ ને સોમવારે આ લેખ રજિસ્ટરથી વીરશાસન પર મોકલ્યો હતો, તેની પહોંચ પણ બુધવારે આવી ગઈ હતી, છતાં તે શાસનપક્ષના પત્રમાં જાહેર ન થવાથી આ બિના હેન્ડબીલથી જાહેરમાં લાવવાની જરૂર પડી છે..
: સત્યવરૂના અર્થી પત્રકારે બન્ને પક્ષની હકીકત રજૂ કરવી જરૂરી હતી. તા. ૨૨-૭૩૩ , " લી. મંગલચંદ મુળચંદ.
સુરત. પ્રશ્ન-ભાદરવા સુદ પાંચમનો ક્ષય માની શકાય? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપસ્યા ક્યારે કરવી ? * *
સમાધાન-કોઇપણ પર્વતિથિનો ક્ષય ન થાય, એવું નથી, કેમકે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો પૂર્વ તિથિ વા" એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વની તિથિ જે ક્ષયવાળી ગણવી, એવો પૂ. ઉમાસ્વાતિ વાચકજી મહારાજનો પ્રઘોષ શ્રાદ્ધવિધિ વિગેરેમાં હોત નહિ !!! અર્થાતું હોય તે પર્વતિથિનો ક્ષય થવો એ સંભવિત છે, પણ તે તિથિને અંગે કરાતો તપ અને ક્રિયા વિગેરે ઉડાડી દેવાય નહિ, પણ તે બધું પહેલાંની તિથિમાં કરવું પડે. ભાદરવા સુદ ૫ એ પણ એક પર્વતિથિ છે અને તેના અંગે થતી તપસ્યા અને ક્રિયા ઉડાડી શકાય જ નહિ.
હરિપ્રશ્ન પ્રથમ પ્રકાશ પાનું ૭ : पर्युषणोपवासः पञ्चमीमध्ये गण्यते नवा ? इति प्रश्नोऽत्रोत्तरम्-पर्युषणोपवास षष्ठकरणसाम•भावे पञ्चमीध्ये गण्यते नान्ययेति
ક ર્થ પર્યુષણી (ચોથ)નો ઉપવાસ પંચમી તપ મળે ગણાય કે નહિ? એ પ્રશ્નના સમાધાનમાં પર્યુષણાનો ઉપવાસ છઠ્ઠ કરાવના સામર્થ્યના અભાવમાંજ પંચમીમાં ગણાય તે સિવાય ગણી શકાય જ નહિ.
- આવો પાઠ હોવાથી સ્પષ્ટ છે કે જ્ઞાનપંચમી કરવાવાળાઓએ ચોથ અને પાંચમનો શક્તિ હોય તો છઠ્ઠ કરવો જ જોઇએ, શક્તિ ન હોય એવાને માટે સંવત્સરી ચોથની હોવાથી તે વાર્ષિક પર્વને અંગે આપેલી છૂટ તિથિની નિરૂપિયોગિતા જણાવતી નથી.