________________
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩
૬૨૮ જેમ હીરાને પહેલ પાડનાર શરાણી એ જ ઉત્તમ કારીગર છે, તે જ પ્રમાણે આ સંસારને વિષે આત્માને પહેલ પાડનારા અરિહંત સિવાય બીજા કોઇ કારીગર જ નથી.
૪૭૨
૬૨૯
૬૩૦
૬૩૧
૬૩૨
૬૩૩
વચનની કિંમત વક્તાની કિંમત ઉપર જ આધાર રાખે છે. .
સિદ્ધ એ અરિહંતના વચનનું જ વાક્ય છે.
જીનેશ્વર ભગવાનના વચનને આધારે જ જૈન ધર્મોપદેશકોનું વચન પ્રમાણ ગણાય છે, અન્યથા નહિ.
૬૩૭
શાસ્ત્ર પણ તીર્થંકર ભગવાનના વચનને આધારે જ બંધાયેલું છે.
જગત ઉપર મોટામાં મોટો ઉપકાર તો ફક્ત તીર્થંકરોનો જ છે કે જેમની વાણી દ્વારાએ આખુંએ વિશ્વ સદબોધ પામે છે.
૬૩૪
જૈનશાસનમાં તો ફક્ત જીનેશ્વરના વચનાનુસાર વર્તવાવાળાને જ સ્થાન છે, બીજાને નહિ. ૬૩૫ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; એ ત્રણે પણ તીર્થંકરોના વચન પર જ બંધાયેલા છે.
૬૩૬
વચનની પ્રમાણિકતા તો જીનેશ્વર ઉપર જ અવલંબેલી છે. જેઓ આચાર્યાદિક છે; તેઓ અરિહંત, સિદ્ધ વગેરેના સ્વરૂપને તથા ઉપકારને દર્શાવનારા ખરા, લોકોને તેઓના ભક્તિભાવમાં પ્રેરનારા પણ ખરા, પણ તેથી તેઓ (આચાર્યાદિક) અરિહંત કે સિદ્ધથી અધિક તો ગણાય જ નહિ, કારણ કે અરિહંતાદિક તેઓને આરાધ્ય છે.
સુધરનાર કરતાં સુધારનારની કિંમત વધારે ગણાવી જ જોઇએ.
*