SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ શ્રી સિદ્ધચક્ર તા.૨૨-૭-૩૩ ૬૧૪ સરકવાનું, ફરવાનું, ભટકવાનું, જેમાં અનાદિ કાળથી રહેલું છે તેનું નામ તે સંસાર. ૬ ૧૫ ઉદ્યમ કર્યા વગર કોઈપણ આત્મા મોક્ષે ગયો છે ખરો ? નહિ જ ! ! ! ૬ ૧૬ જો મોતી વગેરેની કાંઈ કિંમત ન હોય તો પછી તેના શોધનાર વગેરેનો કોઈ ભાવ પૂછતા નથી. ૬૧૭ ભવિતવ્યતા તો ઉદ્યમની એક ગુલામડી બલકે ચાકરડી જ છે. ૬૧૮ જો ભવ્યપણું પકવવું હોય તો તે શાસ્ત્રવિહિત ઉપાયોથી જ (ઉદ્યમથી જ) પરિપક્વ કરો. ૬૧૯ ભવ સ્થિતિને ભૂલા પડેલા મહાનુભાવોએ ધ્યાન રાખવું જોઇએ કે કોઈની પણ ભવસ્થિતિનો પરિપાક એમને એમ સીધી રીતે પોતાની મેળે જ થઈ જતો જ નથી, એનો ઉદ્યમ તો જાતે જ કરવો પડે છે. ૬૨૦ તમારા ભવ્યપણાને પરિપકવ કરી ભવસ્થિતિ પરિપકવ કરવી જ હોય અને તમારી ભવિતવ્યતા સુધારવી જ હોય, તો આ વસ્તુત્રયનું (રત્નત્રયનું) સેવન કરો. ૬ ૨૧ સમ્યકત્વ પામ્યા પછી અર્ધપુદગલપરાવર્તથી વધારે વખત સંસારમાં ભ્રમણ કરાવે એવી કોઈપણ વર્તનની શક્તિ જ નથી. ૬૨૨ જે આત્માએ ભાવચારિત્ર ગ્રહણ કર્યું છે તેને આઠ ભવથી વધારે ભવ આ સંસારસાગરમાં રખડાવવાની ભવિતવ્યતાના પૂર્વજોમાં પણ શક્તિ નથી. ૬૨૩ ભવિષ્ય અને ભવિતવ્યતા બન્ને ઉદ્યમને આધીન છે. ૬ ૨૪ ! દુનિયામાં કલ્યાણકારક ચીજ તે દીક્ષા જ છે. ૬૨૫ કલ્યાણ અને મોક્ષનો માર્ગ દર્શાવનાર જો કોઈ પણ વસ્તુ આદરણીય હોય તો તે જગતમાં પ્રભુએ આદરેલ ફક્ત એક દીક્ષા જ છે. ૬૨૬ અચિંતિતપણે દેવગુરૂની આરાધના, અને તેનાથી વિચારની સુંદરતા પ્રાપ્ત થાય, તેમ તેવી જ રીતે રત્નત્રયીની આરાધનાને તે દ્વારા જે સુંદર વિચારની શ્રેણી અણધાર્યા સંજોગોથી મળે તે ભવિતવ્યતાને આધારે છે. ૬૨૭ હીરો ભલે અનેક આભુષણોથી ચઢીયાતો થવાને સર્જાયેલાં હોય, છતાં તે હીરો હીરારૂપે પહેલવાળો ત્યારે જ થાય છે કે જ્યારે તે કુશળ શરાણીના હાથમાં જાય છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy