________________
૪૭૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ ૬૦૧ કાળને અનુસરતી પ્રવૃત્તિ તે ધર્મ" એવું વિધાન જૈનશાસનમાં ચાલી શકે તેમ નથી. ૬૦૨ આપણે જમાના પર ધ્યાન રાખવાનું નથી આપણે તો આત્માના સમ્યગદર્શનાદિ ગુણો કેમ
વધે તેના ઉપર જ ધ્યાન આપવાનું છે. ૬૦૩ મોક્ષ માર્ગના પ્રથમ પ્રવર્તક, મોક્ષ માર્ગના પ્રથમ પ્રવાસી અને મોક્ષ માર્ગને સહેલાઈથી પ્રાપ્ત
કરવાની રીતિ બતાવનાર તો ભગવાન શ્રી ઋષભદેવજી જ છે. ૬૦૪ તીર્થકર મહારાજ તો દીપક સમાન વસ્તુને જણાવનારા હોવાથી સ્થળ, કાળ, સંજોગો કે બીજા
'ગમે તે કારણથી તેમની કિંમતમાં ઘટાડો થતો નથી. ૬૦૫ જગતમાં અનાદિકાળથી દોષને ગુણ માનવાની પણ પ્રવૃત્તિ થઈ ગઈ છે. ૬૦૬ જો મોતી હીરા કે ઝવેરાતની કંઈ કિંમત જ ન હોય તો પછી તેના શોધનાર વગેરેનો કોઈ
ભાવ પણ નહિ જ પૂછે. ૬૦૭. શ્રી અરિહંત ભગવાન એ આત્માને વિષે હીરાને પહેલ પાડનાર, મોતીને સુધારનાર, અને
સોનાનો સુંદર ઘાટ ઘડનાર છે. ૬૦૮ આત્માને સિદ્ધત્વ પયાર્યમાં લઈ જવામાં, ક્ષયોપશમભાવને સુધારવામાં અને કર્મ જેવી મલિન
વસ્તુને દૂર કરવામાં અરિહંત ભગવાન એક્કા છે. ૬૦૯ જો આત્માની કિંમત કાંઈ પણ અંશે થઈ હોય તો તે ઉપરથી જ અરિહંત ભગવાનની કિંમત
છે.
૬૧૦ આત્મામાં પ્રથમથી જ અનંતજ્ઞાન, અનંત દર્શન અને વિતરાગતાનો સ્વભાવ તો છે જ અને
આત્માનો અનંતવીર્ય સુખસ્વભાવ પણ છે તે યથાર્થ સ્વરૂપે જણાવી પ્રકટ કરનાર અરિહંત
જેવી કોઇ વ્યક્તિ ન હોત તો દરેક આત્માઓ સંસાર સાગરમાં ગોથાં ખાયા જ કરત. ૬૧૧ જીવો એ શુદ્ધ આલંબનરૂપ અરિહંત નાવના અભાવે સંસાર સમુદ્રમાં ભ્રમણ કર્યા જ કરે છે. ૬ ૧૨ સંસારમાંથી જેમ હીરા વગેરે ઉચ્ચ પદાર્થોની ઉત્પત્તિ થાય છે તેવી જ રીતે દુર્લભ એવા મનુષ્ય
દેહમાંથી ઉત્તમ હીરા સમાન અરિહંત ભગવાન જેવી ઉચ્ચ વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે.
૬૧૩
સોનાની ખાણમાંની માટી, સમુદ્રમાં રહેલો કચરો અને હીરાની ખાણમાંના પથ્થરો અનુક્રમે સોનાની, રત્નોની અને હીરાની કિંમત અંકાતી જોઈને તેમના યોગે માટી, કચરો અને પથ્થરો એમ જ માને છે કે અમારી જ કિંમત અંકાય છે તો એ ભૂલ નહિ તો બીજું શું ?