________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૪૬૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ પ૮૦ જ્યાં સુધી કર્મરૂપી ઇંધનથી આત્મા બંધાયેલા છે ત્યાં સુધી અરિહંતાદિક નવપદની આરાધના
અતિ અગત્યની જ છે. ૫૮૮ યાદ રાખો કે કર્મના ક્ષયથી પ્રાપ્ત થતું સર્વશપણું પ્રાપ્ત થયા પછી જ આરાધના છૂટી જાય
છે તે પહેલા કદી નહિ. ૫૮૯ અરિહંત પદનો જાપ ભક્તિ અને સ્મરણ છોડવાલાયક જ નથી. પ૯૦ નવપદનું સ્મરણ, ધ્યાન, પૂજાદિક સઘળુંએ આત્માના કર્મરૂપી લાકડા બાળવા માટે અગ્નિ
સમાન છે. ૫૯૧ જ્યાં સુધી કર્મરૂપી બળતણ બળી ગયું નથી ત્યાં સુધી ધ્યાનરૂપી અગ્નિ રહેવો જ ઘટે. ૫૯૨ પહેલવહેલું આત્મસ્વરૂપ જાણવું, સર્વ સાવધનો ત્યાગ, સંવર માર્ગમાં પ્રવૃત્તિ અને કેવળજ્ઞાન
મેળવવું તે બધું ધર્મપ્રવર્તક તીર્થંકરોને જ આભારી છે. ૫૯૩ આદ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન કરનાર અને કેવળજ્ઞાનનો રસ્તો પ્રવર્તાવનાર તે તો એક અરિહંત
ભગવાન જ છે. પ૯૪ સાધુઓનું અસ્તિત્વ શ્રાવકોની હયાતીમાં જ હોય એવું સાધુપણું માનનારાઓએ અતીર્થ સિદ્ધ
ઉપર પણ હડતાળ મૂકવી જ રહી. પ૯૫ સાધુ સાધ્વીને દાતારની જરૂર તો ખરી જ પણ તેઓ શ્રાવક શ્રાવિકા ઉપર જ નિર્ભર છે એમ
તો નહિ જ. ૫૯૬ શ્રાવિકા શ્રાવકોની ગેરહાજરીમાં સાધુપણું તો હતું જ અને તે સાધુપણાને શાસકારોએ કબુલ
કરેલું પણ છે જ. ૫૯૭ બ્રહ્મચર્યનું પાલન કરનારે નવવિધ વાડનું બરાબર પાલન કરવું જ જોઈએ. ૫૯૮ અતીર્થ સિદ્ધ તો અસંખ્યાત એકજ હોય છે. પ૯૯ પ્રથમ જગતમાં પ્રકાશ કરનાર, આત્મપદાર્થને બતાવનાર અને ત્યાગને ફળસહિત દેખાડનાર
જો કોઈ હોય તો તે ભગવાન અરિહંતદેવ એકલા જ છે. ૬૦૦ આત્મા એ સર્વ જગતની જાણમાં આવે તેવો પદાર્થ નથી, અને તે જ પ્રમાણે આત્મજ્ઞાન એ
વિષય પણ જગતના વ્યવહારનો વિષય નથી.