________________
૪૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ જ્યાં સાગરચંદ્ર જેવા અવધિજ્ઞાની પણ કહે છે કે તેને મેં પરાણે દીક્ષા આપી હતી તે પણ તારા પરલોકની હિતબુદ્ધિએ જ આપી હતી. ભવદેવની સ્ત્રી પણ એ જ કહે છે કે તમારા ભાઈએ તમારું હિત કર્યું છે. આ દીક્ષાને પણ અયોગ્ય કહે તે ભવદેવની
સ્ત્રી નાગીલા કરતાં પણ હલકા જ હોઈ શકે. • પ્રશ્ન ૪૬૧- શાસ્ત્રો લખાયા ક્યારે ? સમાધાન- પાંચમા આરામાં ભગવાન શ્રી મહાવીરદેવ પછી હજાર વર્ષે. પ્રશ્ન ૪૬૨- આજ્ઞા ક્યા આરામાં હતી ? સમાધાન- ચોથા આરામાં આશાઓ પરંપરાએ મોઢે ચાલતી હતી. તે ઉપર જણાવેલા કાળમાં
લખવામાં આવી. આ સઘળી સ્થિતિમાં તત્વમાં કાંઈપણ ભેદ ન હતો. જો તત્વમાં ભેદ હોત તો આપણે નિષ્કટક ન રહ્યા હોત. કારણ કે જૈનદર્શન સામે અન્ય દર્શનીઓનો
વિરોધ મજબુત હતો. પ્રશ્ન ૪૬૩- તત્વમાં ફેરફાર ન કરતાં સમયોચિત ફેરફારો કરવા એમાં ખોટું શું છે ? સમાધાન- તત્વને કાયમ રાખીને ફેરફારો જરૂર થઈ શકે છે, પણ તે ફેરફારો એવા જ હોવા જોઈએ
કે જે તત્વના પોષક હોય; તત્વનો નાશ કરનારા નહિ જ. પ્રશ્ન ૪૬૪- ચોથો આરો અને પાંચમો આરો એમાં ફેર તો ખરો જ ને ! સમાધાન- * ફેર તો ખરો જ, પણ તે માત્ર કાળનો. પાપ પુણ્ય આદિ તત્વો અને તેના કારણોમાં
ફેર ખચીત નહીં. પ્રશ્ન ૪૬૫- કાળને દ્રવ્ય ગયું છે તો તે કથનાનુસાર દ્રવ્યની અસર થાયને ? સમાધાન- કાળની ક્રિયા જીવ અજીવ ઉપર થાય છે પણ તે કઈ ક્રિયા? વર્તન, પર્યાય, પરિવર્તન
વિગેરે કાર્યવાહી થાય, પણ ધર્મને પોષક વસ્તુઓનો નાશ કરવાનો કે પલટાવવાનો
સ્વભાવ કાળનો છે એ નિયમ છે જ નહિ. પ્રશ્ન ૪૬૬- તીર્થકરો અમુક જ સમયમાં થાય છે તેનું કારણ શું ? સમાધાન- મધ્યમ કાળમાં અગ્નિ આદિથી સંયમસાધકપાસક પદાર્થો હોય છે. અત્યારે પણ જ્યારે ઘી
જેવા એકાંત સ્નિગ્ધ પદાર્થો હોય છે તેમાં અગ્નિ સળગતો નથી. રૂ જેવા લુખા પદાર્થના સહકારથી તે સળગે છે. એટલે પહેલો, બીજો અને ત્રીજો આરો એ અત્યંત એકાંત સ્નિગ્ધ પદાર્થોનો યુગ છે. તેથી એ સમયમાં અગ્નિ સળગી શકે નહિ. અગ્નિ સળગવાના સમય પરજ માસુક અન્નાદિની પ્રાપ્તિ સંભવતિ થાય છે, તેથી જ તે જ વખતે સંયમની યોગ્યતા, અને તેને લીધે જ તેવા ચોથા આરા જેવા કાલમાં જ તીર્થકરો હોય એ વ્યાજબી જ છે.