________________
૪૬૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩
પ્રશ્ન ૪૬૭- પાંચમા આરાનો કાળ એ બીજા ચાર આરાઓના કાળ કરતા મુકાબલે ખરાબ કાળ
છે એ કાળમાં જીવન કનિષ્ટ થશે અને તેથી સાધુપણું આવતાં વાર લાગશે એમ કહે
છે તે સાચું છે ? સમાધાન- નહિં જ! શાસ્ત્રકારોએ તો દરેક કાળમાં દીક્ષા માટેનો સમય એક જ સરખો જન્માષ્ટ
કે ગર્ભષ્ટમથી રાખેલો છે. પ્રશ્ન ૪૬૮- દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાળની દ્રષ્ટિએ વિચારવાનું ખરું કે નહિ ? સમાધાન- અલબત્ત એ દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે જ છે. પ્રશ્ન ૪૬૯- દિક્ષાનો કાળ દરેક આરામાં જુદો જુદો હોય ખરો? સમાધાન- ક્રોડપૂર્વનું આયુષ્ય છે; તેમાં દીક્ષાનો કાળ છેવટનો જન્મ આઠને ગર્ભષ્ટમ વર્ષનો
રાખેલો છે; તો હવે એ હિસાબે મનુષ્યનું જીવન જ્યારે સો વર્ષનું છે ત્યારે તો તમારી
ગણત્રીએ દીક્ષાનો કાળ પૂરા એક દિવસનો પણ થાય નહીં. પ્રશ્ન ૪૭૦- દ્રવ્ય, ક્ષેત્ર, અને કાળની દૃષ્ટિએ જોવાનું જૈનશાસ્ત્રમાં કહ્યું છે ? સમાધાન- હા, પણ ધર્મને દ્રવ્ય, ક્ષેત્ર, કે કાળની અસર પહોંચી શકતી જ નથી. એ કોઈ પણ
ચીજ ધર્મને બાધ નહિ કરી શકે અને કોઈ પણ રીતે જો ધર્મને કોઈપણ વસ્તુથી હાની થવાનો સંભવ હોય તો એ સંકટ સાધુએ સહન કરી લઈ ધર્મને બચાવી લેવો જોઇએ.
દ્રવ્યાદિને બહાને પણ ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહિ. પ્રશ્ન ૪૭૧- વ્યવહાર ધર્મમાં અમુક વ્યવહાર અમુક સમયે જ કરવાનો હોય છે, તો તે પ્રમાણ
દીક્ષાને પણ કેમ લાગુ પડે છે ? સમાધાન- શાસ્ત્રાકરો સ્પષ્ટ જણાવે છે કે તીર્થ જ્યાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી જન્મથી આઠ વર્ષે
અને ગર્માષ્ટમે પણ દીક્ષા આપી શકાય છે. શાસ્ત્રના બીજા નિયમોના પાલનપૂર્વક દીક્ષા આપી શકાય. તે પણ વયનો નિયમ જાતિ સ્મરણ-અવધિજ્ઞાન કે કુળ સંસ્કારથી તેવી
સમજણ ન મળી હોય તેવાને માટે છે. પ્રશ્ન ૪૭૨- કયા સૂત્રમાં આપ જણાવો છો તેવું વિધાન છે? સમાધાન- નિશીથચૂર્ણ બંડ બીજો, પત્ર ૨૮. પ્રશ્ન ૪૭૩- તીર્થંકર દેવોનું જીવન ધડા લાયક એટલે કે તે બીજા માણસોને માટે અનુકરણ
કરવાલાયક ખરું કે નહિ ? સમાધાન- તીર્થંકર દેવોનું જીવન બીજા જીવોને માટે જરૂર અનુકરણ કરવા લાયક છે જ, એમાં જરા
પણ શંકા નથી. પરંતુ અહીં એ વાત યાદ રાખવાની ખાસ જરૂર છે કે એમનું સઘળું જીવન